Book Title: Karmgranthonu Sampadan
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 1
________________ કર્મગ્રંથોનું સંપાદન* કર્મગ્રંથ દ્વિતીય વિભાગનું નવીન સંસ્કરણ–આ વિભાગમાં તપાગચ્છીય માન્ય આચાર્ય પ્રવર શ્રી દેવેન્દ્રસૂરિકૃત પજ્ઞ ટીકાયુક્ત શતક નામના પાંચમા કર્મગ્રંથનો અને આચાર્ય શ્રી મલયગિરિકૃત ટીકાયુક્ત સિત્તરિ નામના છઠ્ઠ કર્મગ્રંથને સમાવેશ કરવામાં આવ્યું છે. આ બન્નેય સટીક કર્મગ્રંથને બીજા વિભાગ તરીકે પ્રસિદ્ધિમાં લાવવા માટેને યશ વર્ષો અગાઉ શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર પ્રાપ્ત કર્યો છે. આજે એ પ્રકાશન અલભ્ય હોવાથી અમે એને બીજી વાર પ્રકાશમાં લાવવા પ્રયત્ન કરીએ છીએ. આ વખતના પ્રકાશનમાં સંશોધનકાર્ય માટે પ્રાચીનતમ તાડપત્રીય અને કાગળની પ્રતોનો ઉપયોગ કરવા ઉપરાંત ટીકાકારોએ ટીકામાં ઉદ્દત કરેલાં પ્રમાણોનાં સ્થળાની નોંધ અને પ્રાકૃત પાઠની છાયા પણ આપવામાં આવી છે. આદિમાં અને અંતમાં કર્મગ્રંથના અભ્યાસીઓને અતિ ઉપગી વિષયાનુક્રમ, પરિશિષ્ટ વગેરે પણ આપવામાં આવ્યાં છે, જેને પરિચય આ નીચે કરાવવામાં આવે છે: કર્મ ગ્રંથનાં પરિશિષ્ટ આદિ–આ વિભાગના અંતમાં અમે ચાર પરિશિષ્ટ આપ્યાં છે. પહેલા પરિશિષ્ટમાં ટીકાકારોએ ટીકામાં ઉદ્દત કરેલાં આગમિક તેમ જ શાસ્ત્રીય ગદ્ય-પદ્ય પ્રમાણોની અકારાદિ ક્રમથી અનુક્રમણિકા આપી છે, બીજા-ત્રીજા પરિશિષ્ટમાં ટીકામાં આવતા ગ્રંથો અને ગ્રંથકારનાં નામોની સૂચી છે અને ચોથા પરિશિષ્ટમાં પાંચમા–છટ્ટા કર્મગ્રંથમાં તેમ જ તેની ટીકામાં આવતા પારિભાષિક શબ્દોને કેષ (જેની વ્યાખ્યા આદિ મૂળ કે ટીકામાં હોય) સ્થળનિર્દોશપૂર્વક આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ વિભાગની શરૂઆતમાં વિષયાનુક્રમણિકા પછી અમે ઘર્મસ્થાનતતવિષયતુતાનિર્વેરાનાં વિશ્વની શાસ્ત્રમધ્યવતનાં સ્થાનાં નિ:” એ મથાળા નીચે ઈયે કર્મગ્રંથમાં ગાથાવાર આવતા વિવિધ વિષયે સમાનપણે કે વિષમપણે દિગમ્બરીય શાસ્ત્રોમાં ક્યાં ક્યાં આવે છે તેને લગતી એક અતિ મહત્વની નેંધ આપી છે. આ વિદ્વત્તાપૂર્ણ નેધ દિગમ્બર જૈન વિદ્વાન ન્યાયતીર્થ ન્યાયશાસ્ત્રી પં. શ્રી મહેન્દ્રકુમાર મહાશયે તૈયાર કરી છે. આ નોંધ કર્મગ્રંથના વિશિષ્ટ અભ્યાસીઓને એક નવીન માર્ગનું સૂચન કરે છે. અમે ઈચ્છીએ છીએ કે આ ગૌરવભર્યા સંગ્રહનું કર્મવિષયક સાહિત્યના વિશિષ્ટ અભ્યાસીઓ ધ્યાનપૂર્વક અવલોકન કરે. * પંચમ અને ષષ્ઠ કર્મગ્રન્થના, સ્વ. ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજે કરેલા સંપાદનની (પ્રકાશક: શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, સને ૧૯૪૦) પ્રસ્તાવના. જ્ઞાના. ૧૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13