Book Title: Karmgranthonu Sampadan
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 10
________________ ૧૫૪ ] જ્ઞાનાંજલિ આચાર્ય મલયગિરિનું આતરજીવન–વીરવદ્ધમાન–જેન-પ્રવચનના અલંકારરવરૂપ, યુગપ્રધાન, આચાર્યપ્રવર શ્રી મલયગિરિ મહારાજની જીવનરેખા વિષે એકાએક કાંઈ પણ બોલવું કે લખવું એ ખરે જ એક અઘરું કામ છે, તે છતાં એ મહાપુરુષ માટે ટૂંકમાં પણ લખ્યા સિવાય રહી શકાય તેમ નથી. આચાર્ય શ્રી મલયગિરિવિરચિત જે વિશાળ ગ્રંથરાશિ આજે આપણી નજર સામે વિદ્યમાન છે એ પોતે જ એ પ્રભાવક પુરુષના આંતરજીવનની રેખા દોરી રહેલ છે. એ ગ્રંથરાશિ અને તેમાં વર્ણવાયેલાં પદાર્થો આપણને કહી રહ્યા છે કે, એ પ્રજ્ઞાપ્રધાન પુરુષ મહાન જ્ઞાનયોગી, કર્મયોગી, આત્માગી, અગર જે માનો તે હતા. એ ગુણધામ અને પુણ્યનામ મહાપુરુષે પોતાની જાતને એટલી છુપાવી છે કે એમના વિશાળ સાહિત્યરાશિમાં કોઈ પણ ઠેકાણે એમણે પોતાને માટે “ માજિરિત' એટલા સામાન્ય નામનિર્દેશ સિવાય કશુંય લખ્યું નથી. વાર વાર વંદન છે એ માન-મદવિરહિત મહાપુરુષના પાદપઘને ! સંશોધન માટે એકત્ર કરેલી હસ્તલિખિત પ્રતિ પ્રસ્તુત વિભાગમાં પ્રકાશન પામતા પાંચમા- કર્મગ્રંથના સંશોધન માટે પ્રાચીન તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલ સાત પ્રતિઓ એકઠી કરવામાં આવી હતી, જેના સંકેત વગેરેનો પરિચય અહીં આપવામાં આવે છે. ૧-૨, સં. ૧ અને સં. ૨ સંજ્ઞક પ્રતિ –આ બંનેય પ્રતિઓ પાટણ-સંઘવીના પાડાના તાડપત્રીય જ્ઞાનભંડારની છે. એ ભંડાર અત્યારે શા. સેવંતીલાલ છોટાલાલ પટવાની સંભાળ નીચે છે. સં. ૧ સંસક પ્રતિ તાડપત્રીય છે અને તે સટીક છયે કર્મગ્રંથની છે. તેનાં પાનાં ૩૫૧ છે અને તેની લંબાઈ-પહોળાઈ ૩૫ xરા ઈંચની છે. પ્રતિની દરેક પંડીમાં વધારેમાં વધારે છે અને ઓછામાં ઓછી ચાર પંક્તિઓ લખાયેલી છે. એની લિપિ તેમ જ સ્થિતિ ઘણી જ સારી છે અને તેના અંતમાં નીચે પ્રમાણે ઉલેખ છે : " इति श्रीमलयगिरिविरचिता सप्ततिटीका समाप्ता ॥ छ । ग्रन्थाग्रम् ३८०० ॥ छ । संवत् १४६२ वर्षे माघ शुदि ६ भोमे अद्येह श्रीपत्तने लिखितम् ॥ छ ॥ शुभं भवतु ॥ उकेशवंशसम्भूतः, प्रभूतसुकृतादरः ।। वासी साण्डउसीग्रामे, सुश्रेष्ठी महुणाभिधः ॥ १ ॥ मोघीकृताघसङ्घाता, मोघीरप्रतिघोदया । नानापुण्यक्रियानिष्ठा, जाता तस्य सधर्मिणी ॥ २ ॥ तयोः पुत्री पवित्राशा, प्रशस्या गुणसम्पदा । हादूर्दरीकृता दोषैर्धर्मकमैंककर्मठा ॥ ३ ॥ शुद्धसम्यकत्वमाणिक्यालङ्कतः सुकृतोदयः । एतस्या भागिनेयोऽभूदाकाकः श्रावकोत्तमः ॥ ४ ॥ श्रीजैनशासननभोऽङ्गणभास्कराणां __ श्रीमत्तपागणपयोधिसुधाकराणाम् । विश्वाद्भुतातिशयराशियुगोत्तमानां श्रीदेवसुन्दरगुरुप्रथिताभिधानाम् ।। ५ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13