Book Title: Karmgranth Vivechan
Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand
Publisher: Bhogilal Jivraj

View full book text
Previous | Next

Page 7
________________ પરન્તુ ઓ પાસે ફળ ભોગવવાને માટે જૈન દર્શન ઈશ્વરને કર્મના પ્રેરક તરીકે માનતું નથી. કર્મવાદનું માનવું છે કે જેમ જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે, તેમ તેના ફળને ઉપભોગ કરવામાં પણ સ્વતંત્ર છે. એ પ્રમાણે જૈન દર્શન ઇશ્વરને સૃષ્ટિના અધિષ્ઠાતા તરીકે માનતું નથી. કારણ કે તેમના મતે સષ્ટિ અનાદિ અનંત હોવાથી કોઈપણ વખતે અપૂર્વ ઉત્પન્ન થઈ નથી, તથા સુષ્ટિ તેિજ પરિણમનસ્વભાવવાળી છે માટે તે ઈશ્વરના અધિઠાનની અપેક્ષા રાખતી નથી. કર્મવાદ ઉપર થતા મુખ્ય આક્ષેપ અને તેનું સમાધાન-- જેઓ ઈશ્વરને કર્તા માને છે તેઓ કર્મવાદ ઉપર નીચેના ત્રણ આક્ષેપો કરે છે. (૧) ઘટ, પટ, મકાન આદિ નાની મોટી ચીજો કોઈને કોઈ વ્યક્તિ દ્વારા જ બનાવેલી હોય છે, તે પછી આ સંપૂર્ણ જગત જે કાર્યરૂપે દેખાય છે તેને પણ ઉત્પન્ન કરનાર કોઈ અવશ્ય હવે જોઈએ.. (૨) સર્વ પ્રાણીઓ સારાં કે નરસાં કર્મ કરે છે, પણ કઈ ખરાબ કર્મનું ફળ ચાહતું નથી. કર્મ સ્વયં જ હોવાથી કંઈ પણ ચેતનની પ્રેરણા સિવાય ફળ આપવામાં અસમર્થ છે. એ માટે કર્મવાદીઓએ પણ પ્રાણીઓને કર્મનું ફળ આપનાર ઈશ્વરને સ્વીકાર જોઈએ.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 454