Book Title: Karmgranth Vivechan
Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand
Publisher: Bhogilal Jivraj

View full book text
Previous | Next

Page 3
________________ - પ્રકાશકીય નિવેદન આ ગ્રંથનું પુનઃ પ્રકાશન નિહાળીને મારું મન અત્યંત હર્ષ અનુભવે છે. જેને શાસનના કર્મ સાહિત્યમાં કુશળ પંડિત શ્રીભગવાનદાસ હરખચંદદેશી વીસમી સદીમાં થઈ ગયા. તેમણે આચાર્ય શ્રીદ્રસૂરિ વિરચિત છ કર્મગ્રંથમાં પહેલા ત્રણ કર્મ ગ્રંથ ઉપર ગુજરાતી વિવેચન લખ્યું. વિ. સં૧૯૮૫માં તેનું ગ્રંથરૂપે પ્રકાશન થયું. આ ગ્રંથ કર્મગ્રંથના અભ્યાસ માટે ચર્તુવિધ સંઘમાં ઘણું ઉપાગી બન્યો. મારા સદ્ભાગ્યથી . આ ગ્રંથના આધારે મુંબઈદાદરનિવાસી પંડિત શ્રી નાનાલાલ ઘેલાભાઈ પાસે કમ ગ્રંથને અભ્યાસ કરવાની મને તક મળી. આ દરમિયાન અમે એ પંડિતજીને શ્રુતભક્તિને લાભ લેવાની ભાવના વ્યક્ત કરી. આથી પંડિતજીએ આ ગ્રંથના પુનઃ પ્રકાશનની પ્રેરણા કરી, આ ગ્રંથ અલભ્ય હોવાથી અને ઘણે ઉપગી હોવાથી આના પુનઃ પ્રકાશનમાં ઘણો લાભ છે એમ સમજાવ્યું. આથી આમ રા અંતરમાં આ ગ્રંથના પુનઃ પ્રકાશનની ભાવના પ્રગટી, અમારી આ ભાવના ફળે એ માટે પંડિતજીએ આ ગ્રંથના પુનઃ પ્રકાશન સંબંધી સંપાદન કાય કરી આપવા પ.પૂ. આચાર્ય શ્રી રાજશેખર સૂરિજી મ. સાહેબને વિનંતિ કરી. તેઓશ્રીએ એ વિનંતિને સ્વીકાર કર્યો. અનેક સ્થળે ભાષાકીય સુધારા આદિ કરીને આ ગ્રંથનું સુંદર સંપાદન કાર્ય કરી આપ્યું. પરિણામે આ ગ્રંથનું પ્રકાશન અમે અમારી ધારણ કરતાં વહેલું કરી શક્યા છીએ. ૫. પૂ. આ શ્રી લલિતશેખર સૂરિજી મ, સાહેબે તથા ૫. પૂ. સુ. શ્રી ધર્મશેખર વિ. મ. પ્રફ સંશોધનમાં સુહાગનું પ્રદાન કર્યું છે. ૫.પૂ. મુ. શ્રી સગરતિ વિ. મ. શુદ્ધિપત્રકમાં મદદ કરી છે. આથી હું આ બધા પૂજ્યોને તથા પુનઃ પ્રકાશન માટે પ્રેરણા દાતા પંડિતજીને આભાર માનું છું. સમયસર પુસ્તક છાપી આપવા બદલ અરિહંત પ્રિન્ટિંગ પ્રેસના માલિક શ્રી કમલેશભાઈ કેશવલાલને પણ અહીં આભાર માનું છું. સર્વ જી આ ગ્રંથને અભ્યાસ કરી કર્મબંધનથી મુક્ત બને એ જ પરમ શુભેચ્છા.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 454