________________
કર્મગ્રંથ પ્ર. ૨૪. નરક આદિ ૧૨ પ્રકૃતિઓ કઈ જાણવી?
ઉઃ નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર અને આતપ નામકર્મ એમ ૧૨ પ્રકૃતઓ જાણવી. - હવે પહેલી ત્રણ નરકમાં બંધ-સ્વામિત્વનું વર્ણન કરાય છે :
સુરઈગુણ વીસ વર્જ, ઈગસઉ ઓહેણ બંધહિં નિરયા
તિ–વિણા મિશ્મિ સાય, સાસણિ નપુચઉવિણા નુઈ II પI ભાવાર્થ :
દેવગતિ આદિ ૧૯ પ્રકૃતિઓ વર્જીને ૧૦૧ પ્રકૃતિઓ બંધમાં ઓધે હોય છે. જિનનામ કર્મ વિના મિથ્યાત્વે ૧૦૦ પ્રકૃતિ બંધમાં હોય છે. નપુંસકચતુષ્ક વિના સાસ્વાદન ગુણસ્થાનકે પહેલી ત્રણ નરકનાં જીવોને ૯૬ પ્રકૃતિઓ બંધમાં હોય છે. | ૫ |
પ્ર. ૨૫. પહેલી ત્રણ નરકમાં ઓથે બંધમાં કેટલી પ્રકૃતિઓ ન હોય? ઉ : પહેલી ત્રણ નરકમાં ઓધે બંધમાં ૧૯ પ્રકૃતિઓ હોતી નથી. તે આ પ્રમાણે છે
આયુષ્ય-: નરકાયુષ્ય અને દેવાયુષ્ય
નામ – ૧૭ : પિંડપ્રકૃતિ-૧૨, પ્રત્યેત-૧, સ્થાવર-૪ = ૧૭ પિંડપ્રકૃતિ-૧૨ : દેવગતિ, નરકગતિ, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, વૈક્રિય-આહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, દેવાનુપૂર્વી તથા નરકાનુપૂર્વી
પ્રત્યેક-૧ : આતાપ
સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્ર. ૨૬. આ ૧૯ પ્રકૃતિઓ શા કારણે ન બાંધે? ઉઃ આ ૧૯ પ્રકૃતિઓ ન બાંધે તેનું કારણ એ છે કે –
(૧) નારકીના જીવો મરીને નારકીપણે તથા દેવપણે ઉત્પન્ન થતાં નથી તે કારણથી નરકદ્ધિક, વૈક્રિયદ્વિક, દેવદ્રિક પ્રવૃતિઓ બાંધતા નથી.
(૨) નારકીના જીવોને ચાર ગુણસ્થાનક હોવાથી સાતમા ગુણઠાણે બંધાતી આહારકદ્વિક પણ બંધાતી નથી.
(૩) નારકીના જીવો મરીને એકેન્દ્રિય થતાં ન હોવાથી એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપ નામકર્મ એ પાંચ પ્રકૃતિઓ બાંધતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org