Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala

View full book text
Previous | Next

Page 3
________________ પ્રકાશકીય નિવેદન ભારત’ વર્ષ એ અનેક ધર્મોનું જન્મસ્થાન છે. એ ધર્મો અહીં વિસ્તર્યા છે. દરેક ધર્મ પિતાપિતાની નીતિરીતિ પ્રમાણે પ્રચાર કર્યો છે. દરેક ધર્મને સ્વકીય મૌલિક ગ્રન્થ પણ છે. કર્મસિદ્ધાન્ત’ એ જૈન ધર્મને—દર્શનનો એક પ્રાણ છે. એનું જેટલું અને જેવું તલસ્પર્શી વિવેચન જૈન સાહિત્યમાં છે તેવું અન્યત્ર ખાસ જણાતું નથી. જૈન દર્શન પ્રમાણે સંસારી જીવ કર્મને લઈને ભમ્યા કરે છે. એ જીવ અનાદિ કાળથી કર્મથી લિપ્ત છે. એ જીવે કર્મને મિત્ર તરીકે આવકાર્યો છે. તેથી એ સંસારમાં જન્મમરણ કર્યા જ કરે છે અને અનેકવિધ દુઃખદ પરિસ્થિતિઓનો પણ અનુભવ કરી રહ્યો છે. આ દુઃખની પરંપરાથી મુક્ત થવા એ જીવે કર્મને સાચી અને સંપૂર્ણ રીતે ઓળખવું જોઈએ. કર્મ એ કાંઈ જીવને મિત્ર નથી પરંતુ દુશ્મન છે. આવી સમજણ કે લક્ષ થશે ત્યારે જ સંસારી જીવની સાથેનું કર્મનું એકમ તૂટશે અને તેમ થતાં છેવટે એ શાશ્વત સુખને ભોક્તા બનશે. આ કારણે જ દરેકને કર્મના તલસ્પર્શી જ્ઞાનની જીવનમાં અનિવાર્ય આવશ્યકતા છે. આ વિચારથી પરમ પૂજ્ય પન્યાસ શ્રીનિપુણમુનિજી ગણિવર્યને અને પૂજ્યશ્રી ભક્તિમુનિજી મહારાજને ભાવના થઈ કે કોઈ પણ મુમુક્ષુ આ ગહન કર્મસિદ્ધાન્ત બરાબર સમજી શકે એવો આધુનિક ગુજરાતી ભાષામાં સમુચિત શૈલીમાં એક ગ્રન્થ તૈયાર થાય તે સારું. એ વિચાર એમની પાસે અવારનવાર આવતા પ્રોફેસર હીરાલાલ રસિકદાસ કાપડિયાને એમણે જણાવ્યું. એમને એ વિચારને પુષ્ટિ આપી અને જૈન શાસન અને સાહિત્યના અનુરાગથી કર્મ સાહિત્યને લગતા ગ્રન્થને તૈયાર કરવાના શ્રીગણેશ પણ માંડ્યા, જે કે એમની શારીરિક વગેરેની પરિસ્થિતિ પૂરેપૂરી સાનુકૂળ ન હતી. આ ગ્રન્થનું નામ એમણે

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 246