Book Title: Kaliyugni Kamal Kumarpal Shah
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 31
________________ કુમારપાળ, ધર્મલાભ આત્માને પરમાત્મ મણીદેવ પર પ્રેમ કે. પરમાત્મા મહાવીર દેવ પાછળ પાગલ બની ગયેલા ગૌતમ વામી અરબ પ્રેમ કે રંતુ ~૨માત્મા મહાથી દેતે જે અંડકોક વર્ગને પોતાના પ્રેમનું ભાન્દ્રન બનાવ્યો એ ઠંડક છ વર્ષ પર આખો પ્રેમ ખો ! પ્રભુભક્તિ, ગુરુભક્તિ બરાબર કે, જવાનું શું ? વરસો પહેલાંની આ વાત છે. મે વૅકેશનની યુવાશબિર યોજાઈ હતી કપડવંજમાં, શિબિરાર્થી યુવાનો તો શિબિરમાં ચાલી રહેલ પ્રવચનોથી ખુશ હતા જ પણ કપડવંજ સંઘનાં ભાઈઓ-બહેનો પણ ગુરુદેવનાં પ્રવચનોથી ભારે આનંદિત હતા. બન્યું એવું કે શિબિરમાં બનાસકાંઠાથી આવેલ દસેક યુવાનોમાંના એક યુવાનની વર્તણૂક શિબિરના સુંદર વાતાવરણને કલુષિત કરી રહી હતી. કુમારપાળ, શિબિરના સંચાલક તરીકે તમે એને એની વર્તણૂક સુધારી લેવા કડક શબ્દોમાં ચેતવણી પણ આપી, પણ વ્યર્થ ! અને તમે એને ચાલુ શિબિરે ઘર ભેગા થઈ જવાની આજ્ઞા કરી. એ યુવક ઘરે તો ન ગયો પણ કોન કરીને એના પિતાજીને એણે બનાસકાંઠાથી કપડવંજ બોલાવી લીધા અને એના પિતાજી તમારા પર રીતસરના વરસી પડ્યા, ‘તમે સમજો છો શું તમારા મનમાં ? મારો દીકરો તમે ધારો છો એવો ખરાબ નથી.' ‘તમારો દીકરો ખરાબ નથી એટલે તો અમે એને શિબિરમાં રાખવા માગતા નથી; કારણ કે આ શિબિરો તો ખરાબ છોકરાઓને સુધારવા માટે છે !' ઠંડે કલેજે તમે આપેલા આ જવાબની સામે એ યુવકના બાપને ઠંડા પડી જવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો બચ્યો. કુમારપાળ ! ચા પહોળા વાસણમાં ગરમ રહી શકતી નથી. તમારા વિશાળ હૃદયમાં ક્રોધની ગરમી પણ ક્યાં રહી શકી છે ? ૧

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50