Book Title: Junagadh Ane Girnar Author(s): Shambhuprasad Desai Publisher: Pravin Prakashan View full book textPage 8
________________ સમાજ, લેાકજીવન વગેરેમાં પરિવર્તન આવ્યું. મુગલશાસનના અંત અને બ્રિટિશ સાર્વભૌમત્વના પ્રારંભ વચ્ચેના સમય મધ્યકાલ અને વર્તમાન કાલ વચ્ચેના સંધિકાલ છે અને સાંપ્રત સમયની રાજ્ય અને સમાજની સ્થિતિ જાણવા માટે તે જરૂરી છે. આ સમયમાં જૂના વિચારો, જૂની માન્યતાઓ અને જૂની પદ્ધતિના અંત આવ્યા અને નવીન યુગના પ્રકાશ પડયો. તેથી ઇતિહાસ, સમાજશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રના અભ્યાસીને આ પરિવર્તનની પ્રક્રિયાની માહિતી રસપ્રદ થાય એ હેતુથી અને આ સમયના કેટલાક પ્રસંગા, વિશિષ્ટ વ્યક્તિઓ અને રાજતંત્ર અને સમાજની વિશેષતા કાલે કરી વિસ્મૃત ન થઈ જાય તેથી કયાંક વિષયાંતર કરીને પણ આ પુસ્તકમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. અત્રે એ પણ સ્પષ્ટ કરવું આવશ્યક છે કે આ સમયની કેટલીક બાબતા એવી છે કે તે કદી પણ કોઇ સ્વતંત્ર ગ્રંથના વિષય બની શકે નહિ અને તે સાથે તેની ઉપેક્ષા કરવી પણ ચાગ્ય ગણાય નહિ; તેથી તે પ્રકારના પ્રસંગો અને માહિતીને પણ આ પુસ્તકમાં આવરી લેવામાં આવી છે. સ્વાતંત્ર્યની ઊગતી ઉષામાં જૂનાગઢની પ્રજાએ અભૂતપૂર્વ ઇતિહાસ સર્જ્યો અને પરાધીન દેશી રાજ્યા અને તેની કચડાયેલી પ્રજાને સ્વતંત્ર ભારતમાં સમાવી લેવાના સ્વર્ગીય સરદાર વલ્લભભાઇ પટેલના ભગીરથ પ્રયાસમાં જૂનાગઢ ઝંડાધારી થઈ ભારતના ઇતિહાસમાં અનેાખુ સ્થાન પ્રાપ્ત કર્યું. આ વિરલ પ્રસંગની પૂર્વભૂમિકા પણ ભવિષ્યની પ્રજા જાણી શકે તે માટે તેની સ ́ક્ષિપ્ત વિગતો આપી છે. પરંતુ તે પ્રસંગ હજી જીવતી પેઢીની સ્મૃતિને છે અને જૂનાગઢમાંથી પાકિસ્તાનને હાંકી કાઢવાના ભગીરથ પુરુષામાં એક વા અન્ય પ્રકારે સહયોગી થનારી વ્યક્તિઓ જીવંત છે તેમજ તે સમયના ઇતિહાસની પુષ્કળ વિગતો જ્ઞાત હોવા છતાં તેનું પ્રકાશન કેટલાંક કારણેાસર હિતાવહ નથી એ દૃષ્ટિએ તેના વિવેચન અને વનમાં સંયમ રાખવાનું મને ઉચિત જણાયું છે. આ ગ્રંથમાં અનેક ઐતિહાસિક વ્યક્તિઓના અને તેમનાં કાર્યોના ઉલ્લેખા કરવામાં આવ્યા છે. જે તે સમયના રાજપુરુષોની નીતિ અને પતિની કયાંક ચર્ચા પણ કરવામાં આવી છે તે કયાંક તેની આલેાચના પણ કરી છે. પરંતુ તે માત્ર ઈતિહાસની દૃષ્ટિએ કોઇ પણ પૂર્વગ્રહ રાખ્યા સિવાય તટસ્થ ભાવે આલેખન કર્યું" છે. ઈતિહાસ લેખકે પક્ષપાતથી પર રહી નિર્મળ અને નિર્ભેળ વિગતો આપવી જોઇએ એ સિદ્ધાંત અનુસાર મેં પણ તેમ કરવા પ્રયત્ન કર્યો છે, તેમ છતાં આ ચર્ચા કે આલાચનામાં માહિતીના અભાવે કોઈ ક્ષતિ રહી ગઇ હોય કે કોઇ વ્યક્તિના ઉલ્લેખ કરવાનું રહી ગયું હોય તે હું સંબંધકર્તા સજ્જનાની ક્ષમા ચાહું છું. ઇ. સ. ૧૯૪૭ના નવેમ્બરની નવમી તારીખે જૂનાગઢમાં નવાબી શાસનના અંત આવ્યા અને સારઠ સ્વતંત્ર થયું તે તારીખે આ ઇતિહાસ વાસ્તવિક રીતેPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 470