Book Title: Junagadh Ane Girnar Author(s): Shambhuprasad Desai Publisher: Pravin Prakashan View full book textPage 6
________________ પ્રસ્તાવના મારા પુસ્તક “પ્રભાસ અને સેમિનાથ” નું “આવકાર” શીર્ષક આમુખ ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્ય મંત્રીશ્રી માનનીય સ્વ. શ્રી બળવંતરાય મહેતાએ ઈ. સ. ૧૯૬૫માં લખ્યું ત્યારે તેમાં તેમણે ઈતિહાસ-પુરાણ ખ્યાત નગરો અને તીર્થધામે પર આવા અભ્યાસ ગ્રંશે લખાય એવી આશા વ્યક્ત કરી અને તે સાથે મને જૂનાગઢ અને દ્વારકા માટે “પ્રભાસ અને સોમનાથ” પ્રકારનાં બે પુસ્તકો લખવા પ્રેરણા આપી, એટલું જ નહિ પણ તેમ કરવા મારી પાસે વચન માગ્યું. આ વચન પૂર્ણ કરવા મેં યથામતિ અને યથાશક્તિ જે નમ્ર પ્રયાસ કર્યો તે જૂનાગઢ અને ગિરનાર.” સૌરાષ્ટ્રના આ પુરાતન અને પ્રખ્યાત નગરને ઇતિહાસ દેશી તેમજ વિદેશી લેખકોએ તેમનાં પુસ્તકોમાં વિભિન્ન પ્રકારે આલેખ્યો છે તથા તેના રૂટ ઉલ્લેખો, સાહિત્ય ગ્રંથોમાં, પ્રવાસીઓએ લખેલાં પ્રવાસ પુસ્તકમાં અને અન્ય વિષયના ગ્રંથમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. પરંતુ શ્રી ગુલાબશંકર વેરાને જૂનાગઢનો ઇતિહાસ અને શ્રી જી. એ. શેખની મીરાતે મુસ્તફાબાદ સિવાય જૂનાગઢના ઈતિહાસનું કોઈ સ્વતંત્ર પુસ્તક પ્રસિદ્ધ થયું હોવાનું જાણવામાં આવ્યું નથી. શ્રી. ગુલાબશંકર વેરાને ઈતિહાસ ઘણો સંક્ષિપ્તમાં છે અને શ્રી. જી. એ. શેખની મીરાતે મુસ્તફાબાદ ઉર્દૂ ભાષામાં અને લિપિમાં છે. એટલે જૂનાગઢને વિસ્તૃત ઇતિહાસ ગુજરાતીમાં લખાય તેવી ઇચ્છા ઘણા વિદ્વાન મિત્રોએ વ્યક્ત કરતાં મને તેથી પ્રોત્સાહન અને પ્રેરણા પ્રાપ્ત થતાં મેં આ પ્રયાસ કર્યો છે. - ઈ. સ. ૧૮૪૦ લગભગ દીવાન રણછોડજીએ ફારસી ભાષામાં સંપૂર્ણ કરેલા તેના ઈતિહાસ ગ્રંથ “વકાયાએ સોરઠ વ હાલાર” કે જે સામાન્ય રીતે તારીખે સેરઠ કે “સેરઠી તવારીખ”ના નામથી જાણીતું છે તેમાં આ વિદ્વાન લેખકે તેમના સમયને ઇતિહાસ સુરેખ અને સુંદર રીતે આલેખ્યો છે. પરંતુ તે સમય પૂર્વે ને ઈતિહાસ સંપૂર્ણપણે વિશ્વસનીય નથી. તેમની પાસે જે માહિતી હતી, જે સાધનો હતાં અને જે વિગતો હતી તેને તેમણે પૂર્ણ ઉપયોગ કર્યો છે. આ ફારસી ગ્રંથનું મિ. જે. બજેસે અંગ્રેજી ભાષાંતર કર્યું છે, પરંતુ તેમાં તેમણે ઘણાં વર્ણનો સંક્ષિપ્ત સ્વરૂપે આપ્યાં છે અને ક્યાંક કયાંક કેટલાક પ્રસંગે મૂકી દીધા છે. તેમના પછી કેપ્ટન બેલ, મેજર વેટસન, એ. કી. ફેબ્સ વગેરે અંગ્રેજ લેખકોએ તેમની કૃતિઓમાં, તારીખે સેરઠ, મીરાતે સિકંદરી, મીરાતેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 470