Book Title: Junagadh Ane Girnar
Author(s): Shambhuprasad Desai
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ અહેમદી વગેરે ફારસી ગ્રંથાનાં ભાષાંતરો તથા ભાટ ચારણેા પાસેથી સાંભળેલી વાતા, તે સમયે ઉપલબ્ધ હતા તે અમિલેખા અને તામ્રપત્રો આદિનો અભ્યાસ કરી જૂનાગઢનો ઇતિહાસ તેમનાં પુસ્તકોમાં યોગ્ય સ્થળે અને આવશ્યક પ્રમાણમાં સંક્ષિપ્ત સ્વરૂપે સમાવિષ્ટ કર્યો છે. વર્ષો પૂર્વે આ ગ્રંથો લખાયા ત્યારે આજે છે ઍટલા ઇતિહાસ ગ્રંથો, શિલાલેખા, તામ્રપત્રા, મુદ્રાઓ અને ઈતિહાસ આલેખન માટે આવશ્યક એવાં અન્ય સાધન ઉપલબ્ધ ન હતાં. તેમ છતાં આ વિદ્વાન લેખકોએ ઇતિહાસના અગેાચર અને અગમ્ય વનમાં કેડી પાડી દિશા સૂચન કરી ભવિષ્યના સંશોધકો અને લેખકોને તે પગદ’ડી ઉપર પગલાં પાડી આગળ વધવા માર્ગદર્શન આપ્યું. તેમાંથી એ લેખકોએ પ્રેરણા પામી તે પગદડીને વિકસાવી ત્યાં વિશાળ માર્ગોનું નિરૂપણ કર્યું. અને તેના ઉપર આવતી પેઢીના લેખકોને ચાલી સંશોધન અને સંકલન કરવાની સુવિધા કરી આપી. એ માટે આ સર્વ લેખકો ધન્યવાદના અધિકારી છે એટલું જ નહિ પણ આજના ઈતિહાસકારો અને લેખકો તેના ઋણી છે, છતાં એમના પ્રત્યે પૂર્ણ સન્માન અને આદરની ભાવના સહ એ સત્ય સ્વીકારવું રહ્યું કે તેમની કૃતિઓ પ્રગટ થઈ તે પછી જે દશકાઓ વ્યતિત થઈ ગયા તેમાં નવાં સાધના પ્રાપ્ત થયાં, નવીન માહિતી મળી અને ઉપયોગી એવી વિગતો ઉપલબ્ધ થઇ એટલું જ નહિ પણ ઈતિહાસના આલેખનની પદ્ધતિમાં પરિવર્તન આવ્યું અને ઈતિહાસમાં માત્ર રાજાઓનાં અંગત જીવન કે તેમના વિજયા કે પરાજયા જ નહિ પણ તેમાં દેશનાં ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા, સમાજ આદિના ઇતિહાસ પણ સમાવિષ્ટ થવા જોઇએ એવી માન્યતા દૃઢ થઇ અને એ રીતે દૃષ્ટિકોણ બદલાતાં, નવીન દષ્ટિએ જૂનાગઢના ઇતિહાસ લખવાનું આવશ્યક બન્યું અને તેથી જૂનાગઢના રાજકીય ઈતિહાસને કેન્દ્રમાં રાખી, રાજતંત્ર, રાજપુરુષો, રાજનીતિ, સમાજ આદિની વિગતો આ પુસ્તકમાં મેં આવરી લેવા પ્રયત્ન કર્યો છે. મારા “સૌરાષ્ટ્રના ઈતિહાસ”માં પ્રાચીન કાળથી ઇ. સ. ૧૭૪૮માં બાબીવંશની સ્થાપના થઇ ત્યાં સુધીના ઈતિહાસ અને ઈતર માહિતી વિસ્તારથી આપી છે એટલે આ ગ્રંથમાં તેનું પિષ્ટપેષણ ન થાય તે માટે એ સમય પૂરતા રાજ્યદ્નારી ઇતિહાસ સક્ષિપ્તમાં આપ્યો છે અને ઇતર માહિતી અધ્યાહાર રાખી છે. પરંતુ બાબીવંશની સ્થાપનાથી ઉચ્છેદ સુધીના સમયના ઈતિહાસ, વિસ્તૃત પ્રમાણમાં અન્ય માહિતી સાથે આપ્યો છે એનું એક કારણ એ છે કે, આ સમયના ઈતિહાસ અન્યત્ર આટલા વિસ્તારથી કાંય આલેખાયા નથી અને જૂનાગઢને ઇતિહાસ તે વિગતા વગર મારી દૃષ્ટિએ અપૂર્ણ છે. બીજુ કારણ એ છે કે આ સમયમાં, મધ્યકાલીન રાજ્યતંત્ર,

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 470