Book Title: Jivswarup Paramno Vaigyanik Drushtibindu
Author(s): N M Kansara
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ડો, નારાયણ મ, કંસા બાયો-ફિડબેંક-ટ્રેઈનિંગ, માઈન્ડ-ટ્રાવેલ, સાઈકીક સર્જરી વગેરે અનેક શાખાએ પણ વિકસી છે, અને એકસઠ સંસ્થાઓમાં આ ક્ષેત્રે સંશોધન કાર્ય ચલાવી રહી છે. ૨૨ આપણી પ્રસ્તુત છવસ્વરૂપ વિષયક વિચારણની દૃષ્ટિએ પરામને વિજ્ઞાનના ક્ષેત્રે કેટલાક વૈજ્ઞાનિકે એ રસપ્રદ સંશોધન કાર્ય કર્યું છે. ઈ. સ. ૧૯૭૭માં બ્રિટનમાંની એફસફર્ડ યુનિવર્સિટીના ખૂલેજીના પ્રોફેસર સર ઍલિસ્ટર હાડીએ માન્ચેસ્ટર કોલેજમાં ‘રિલિજીયસ ઍકસપિરિયન્સ રીસર્ચ યુનિટ સ્થાપીને ધાર્મિક અનુભવોના પાંચ હજાર નમૂનાઓ એકઠા કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતા, અને ઈ. સ. ૧૯૭૪ સુધીમાં તેમને સાડા ત્રણ હજાર અનુભવની ને પ્રાપ્ત થઈ ચૂકી હતી, જેમાંથી એક હજાર અનુભવોનું તેમણે વિશ્લેષણ કર્યું છે. ૨૩ બીજી બાજ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા પ્રખર મનોવૈજ્ઞાનિક સંશોધક ડો. હેરેવાર્ડ કેરિંગ્ટને છેક ઈ. સ. ૧૯૨૫ના અરસામાં મંડર્ન સાઈકિકલ ફિનેમિના નામનો ગ્રંથ પ્રકાશિત કર્યો હતો જેમાં એણે એમ. ચાર્લ્સ લેન્સેલીનના સંશોધન કાર્યને સાર આપતું પ્રકરણ લખ્યું હતું, અને પાછળથી તે પ્રકરણને વિસ્તાર કરીને હાયર સાઈકોલોજીકલ ડેવલપમેન્ટ' નામને અલગ ગ્રંથ રચ્યો. ઈસ. ૧૯૨૭માં તેમને લિંગશરીર (Astral Body)ના બહિ:પ્રક્ષેપણ (Projection)ના બાર વર્ષોના અનુભવી સિલવાન મુલદૂન નામના વ્યક્તિના પત્રો મળ્યા, જેમાં લેસેલીનની જાણમાં ન હતી તેવી કેટલીક પરામવિજ્ઞાનગત બીનાઓના અનુભવની વાત તેણે જણાવી. પછી આ અનુભવોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરીને કેરિંટને મુલદૂનનાં સાથમાં લિંગશરીરના બહિ પ્રક્ષેપણને લગત ગ્રંથ પ્રકાશિત કર્યો, જેમાં લિંગશરીર તથા તેની અંતર્ગત રહેલા કારણ શરીરના અસ્તિત્વને લગતા સ્વાનુભવે તથા સાબિતીઓ રજૂ કરી છે. ૨૪ હમણાં હમણું ઈ. સ. ૧૯૮૦માં અમેરિકામાંના મૅટા સાયન્સ કોર્પોરેશને મૃત્યુ પછીની જીવની અવસ્થાને લગતાં જોજે મીકનાં સંશોધન પ્રકાશિત કર્યા છે. ૨૫ અમેરિકામાં કેલિફોર્નિયાની સ્ટેનફર્ડ રીસર્ચ ઈ-સ્ટીટયૂટના ડિપાર્ટમેન્ટ ઍવ મટીરિયલ સાયંસના અધ્યક્ષ. વિલિયમ ટીલર નામના ભૌતિકવિજ્ઞાનીએ મનુષ્યમાત્રના અસ્તિત્વના (Being)ના સાત સ્તરે (levels) અથવા કલેવર અંગે વૈજ્ઞાનિક સંશોધન કર્યું છે. આ સાત સ્તરોને તે ફિઝિકલ (પી), ઈથેરિક (ઈ), ઑસ્ટ્રલ (એ), માઈન્ડ (એમ ૧, એમ ૨, એમ ૩) અને સ્પીરીટ (એસ) એવા નામે ઓળખાવે છે. અને એમાંના દરેકને સંબંધ હોગમાં નિરૂપાયેલા સાત ચઢે, કરોડરજજુમાંથી શરીરમાં પ્રસરતા મજજાતંતુઓ કે નાડીઓ તથા પીનિયલ, પીટ્યુટરી, થાઈરોઈડ, થાયમલ, ઍડ્રિનલ અને લીડન અથવા ગેનીઝ વગેરે ગ્રંથિઓ સાથે સાંકળે છે. કેલિફેનિયામાંની મેટા સાયંસ લેબોરેટરીના સંશોધક વિજ્ઞાની જોજ મીક પણ આ હકીકતનું પિતાના અલગ સંશોધનના આધારે સમર્થન કરે છે. જ્યોજ મકની લેબોરેટરીમાંને યુજીન ફિલ્ડ, સાર હ ગ્રાન, હાન્સ હેકમાન, જ્હોન પોલ જેન્સ, લિલિયન સ્કેટ વગેરે સંશોધકોને આજથી વીસ, ગ્રીસ કે ચાલીસ વર્ષો પૂર્વે મૃત્યુ પામેલા . જેસે હરમન હેમ્સ (૧૮૯૬–૧૯૪૦), એફ. સકૅટ ફિટ્ઝરાલ્ડ (૧૮૮૦૧૯૭૬), મૂછન ફિલ્ડ (૧૮૫૦-૧૮૯૫) રફસ જેન્સ (૧૮૬૩–૧૯૪૮) મેરી રેબિટર્સ હાઈનહાર્ટ (1-૧૯૫૮) ડોરોથી પાર્કર (૧૮૯૩-૧૯૬૭) ઍલન સીજર (૧૮૮૮–૧૮૧૬) અને ઍડગર ૨ ઈસ બરેઝ (૧૮૭૫–૧૯૫૦) જેવા વૈજ્ઞાનિકોને માધ્યમ દ્વારા સહકાર સાંપડયો છે અને એમણે ઇન્દ્રિયાતીત જગતનાં અનેક રહસો આજે આપણુ સમક્ષ ખુલ્લાં મૂકવા માંડયાં છે.૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8