Page #1
--------------------------------------------------------------------------
________________
જીવસ્વરૂપ-પરામને વૈજ્ઞાનિક દષ્ટિબિંદુ
છે. નારાયણ મ, કંસારા ૧. દાર્શનિક માન્યતા
- પ્રખર જૈનાચાર્ય ઉમાસ્વાતિએ જીવના બે પ્રભેદો દર્શાવ્યા છેસંસારી અને મુક્ત.' વાદિદેવસૂરિએ સંસારી જીવના સ્વરૂપ અંગે નિરૂ પણ કરતાં કહ્યું છે કે તે પ્રત્યક્ષાદિ પ્રમાણે દ્વારા સાબીત થાય છે, કેમકે તે ચૈતન્ય સ્વરૂપ, પરિણામી, કર્તા, ભક્તા, સ્વદેહ પરિમાણ, પ્રત્યેક શરીરમાં ભિન્ન અને દિગલિક કર્મો લાગેલો છે. પંડિત સુખલાલજીએ જીવસ્વરૂપ પરત્વે જૈન દષ્ટિનું મુદ્દાસર વિશ્લેષણ કરતાં નોધ્યું છે કે (૧) જીવ અસ્તિત્વ ધરાવે છે અને તે સ્વાભાવિક ચૈતન્યમય,
સ્વતંત્ર અને તેથી અનાદિનિધન છે. (૨) જીવે અનેક, અનંત અને દેહભેદે ભિન્ન છે. (૩) જીવમાં અનેક શક્તિઓ પૈકી મુખ્ય અને સર્વને સર્વસંવિદિત થઈ શકે એવી શક્તિઓ છે જ્ઞાનશક્તિ, પુરુષાર્થ વીર્ય-શક્તિ અને શ્રદ્ધા-સંકલ્પશક્તિ, જે એનું અભિન્ન સ્વરૂપ છે. (૪) વિચાર અને વર્તન અનુસાર જીવમાં સંસ્કારો પડે છે અને એ સંસ્કારને ઝીલતું એક ગલિક શરીર તેની સાથે રચાય છે, જે મૃત્યુ પછી બીજે દેહ ધારણ કરવા જતી વખતે તેની સાથે જ રહે છે. (૫) જીવ સ્વતંત્રપણે ચેતન અને અમૂર્ત સ્વરૂપ હોવા છતાં તેણે સંચિત કરેલાં કર્મો મૂર્ત શરીર સાથે જોડાવાથી, તે શરીરની હયાતિ સુધી, મૃત જેવો બની જાય છે. (૬) શરીર અનુસાર તેનું પરિમાણ ધટે યા વધે છે. પરિમાણુની હાનિ-વૃદ્ધિ એ એના મૌલિક દ્રવ્યતત્વમાં અસર નથી કરતી; એનું મૌલિક દ્રવ્ય કે કાઠું જે હોય તે જ રહે છે; માત્ર પરિમાણુ નિમિત્તભેદે વધે યા ઘટે છે. (૭) સમગ્ર જીવરાશિમાં સહજ યોગ્યતા એક સરખી છે, છતાં તેના પુરુષાર્થ અને અન્ય નિમિત્તાના બળાબળ ઉપર દરેક જીવને વિકાસ અવલંબિત છે. (૮) વિશ્વમાં એવું કેઈ સ્થાન નથી જ્યાં સૂક્ષ્મ અથવા સ્કૂલ શરીરી જનું અસ્તિત્વ ન હેય.
જીવ વિષેની જેન દાર્શનિક ધારણા પ્રાથમિક અને સર્વ સાધારણને બુદ્ધિગ્રાહ્ય લાગે છે. પંડિત સુખ લઇએ એ વાત ખાસ નોધી છે કે ઈ. સ. પૂર્વે આઠમા સૈકામાં થયેલ ભગવાન પાર્શ્વનાથની નિર્વાણુ સાધનાના આધાર લેખે એ જીવવાદની કલ્પના સુસ્થિર થયેલી હતી, અને જૈન પરંપરામાં આ માન્યતામાં અત્યાર સુધીમાં કશો મૌલિક ફેરફાર થયો નથી.
જીવ પરત્વે જૈન, સાંખ્યયોગ અને ન્યાય-વૈશેષિક દષ્ટિઓની પરસ્પર વિગતવાર તુલના કરીને પંડિત સુખલાલજીએ તારણ એમ કહ્યું છે કે જીવને કુટસ્થનિત્ય ઠરાવવા માટે સાંખ્યયોગ પરંપરાએ ચેતનામાં કોઈ પણ જાતના ગુણાનું અસ્તિત્વ જ ન સ્વીકાર્યું. અને જ્યાં અન્ય દ્રવ્યના સંબંધથી પરિવર્તન યા અવસ્થાતરને પ્રશ્ન આવ્યો ત્યાં તેણે એને માત્ર ઉપચરિત યા કાલ્પનિક માની લીધું. બીજી બાજુ ન્યાય-વશેષિક પરંપરાએ સ્વરૂપતઃ ફૂટસ્થનિત્યત્વ સાચવવા દ્રવ્યમાં ઉત્પન્ન થનારા અને નાશ પામનારા ગુણોને સ્વીકાર્યો, છતાં તેને લીધે આધારદ્રવ્યમાં કશું જ વાસ્તવિક પરિવતન યા અવસ્થાન્તર થતું હોવાનું તેણે નકાય' એના સમર્થનમાં એમણે યુક્તિ એ રજ કરી
એમણે યુક્તિ એ રજૂ કરી કે આધાર દ્રવ્ય કરતાં ગુણે સર્વથા ભિન્ન છે, એટલે એમને ઉત્પાદ-વિનાશ એ કાંઈ આધારભૂત જીવદ્રવ્યને ઉપાદ-વિનાશ કે અવસ્થાન્તર ન ગણાય. ઉપરાંત ન્યાય-વૈશેષિક પરંપરાએ જેન અને સાંખ્યયોગ પરંપરાની પેઠે દેહભેદે ભિન્ન એવા અનંત અનાદિનિધન છવદ્રવ્ય સ્વીકાર્યાપણ
Page #2
--------------------------------------------------------------------------
________________
ડે. નારાયણ મ. સારા જૈન પરંપરાની પેઠે તેને મધ્યમ પરિમાણ ન માનતાં, સાંખ્યયોગ પરંપરાની જેમ સર્વવ્યાપી માન્યાં; દ્રવ્યદૃષ્ટિએ જીવતત્ત્વનું કુટસ્થનિત્યત્વ સાંખ્ય-ગ પરંપરાની જેમ જ સ્વીકાર્યું, છતાં ગુણગુણિભાવ યા ધર્મધર્મિભાવની બાબતમાં સાંખ્યયોગ પરંપરાથી જુદા પડી અમુક અંશે જેન પરં પરા સાથે સામ્ય પણ જાળવ્યું. આથી અલગ પડીને જેન પરંપરાએ જીવતવમાં સાહજીક અને સદાતન એવી ચેતના, આનંદ, વિર્ય આદિ અભિન શક્તિઓ સ્વીકારી તેના પ્રતિક્ષણ નવાં નવાં પરિણામો યા પર્યાયો સ્વીકાર્યા, જેથી શરીરયોગ ન હોય તેવી વિદેહમુક્ત અવસ્થામાં પણ જીવતત્વમાં સહજ ચેતના, આનંદ, વીર્ય આદિ શક્તિઓનાં વિશુદ્ધ પરિણામો યા પર્યાયનું ચક્ર ચાલ્યા કરે છે એવું માનવું સુસંગત ઠરે. ૨. દષ્ટિભેદનું કારણ
દાર્શનિક આચાર્યોમાંથી સાંખ્ય પરંપરાના મૂળ પ્રવક્તા કપિલનો શ્રીમદ્ ભગવદ્દગીતામાં ભગવાનની સર્વશ્રેષ્ઠ વિભૂતિઓમાં સિદ્ધ તરીકે ઉલ્લેખ થયો છે, અને તેમને શ્રીમદ્ ભાગવતમાં વિષ્ણુના પંચમ અવતાર તરીકે ગણાવ્યા છે. યોગ પરંપરાને આદિ પ્રવકતા તરીકે હિરણ્યગર્ભને સ્વીકારવામાં આવે છે. 13 ન્યાયદર્શનના મૂળ પ્રવકતા મહર્ષિ ગૌતમ મહાન ઋષિ હતા. વૈશેષિકદર્શનના આદ્ય પ્રવકતા કણાદ પ્રખર તપસ્વી અને દેવતાના સાક્ષાત્કારી હતા.૧૪ જૈન તીર્થંકર પાર્શ્વનાથ પણ દિવ્ય અલૌકિક અપરોક્ષ કેવલજ્ઞાન ધરાવનાર મહાપ્રસિદ્ધ હતા. આ સાક્ષાત્કારી મહાપુરુષોને જીવતત્વને સાક્ષાત્કાર થયો હોવાથી તેઓએ એ અંગેના પિતાના નિરૂપણમાં તદષ્ટિને પ્રાધાન્ય ન આપતાં અનુ મવમૂલક પ્રત્યક્ષ વ્યવહારમાંનાં ઉદાહરણો અથવા રૂપકે ઉપયોગ કરવાનું વધુ યોગ્ય લેખ્યું હતું. પરંતુ આ સાક્ષાત્કારી મહાપુરુષોની શિષ્ય પરંપરામાં પાછળથી જે તે દર્શનગત મુદ્દાઓની પષ્ટ સમજૂતી માટે બૌદ્ધિક છણાવટ અને સંપ્રદાય રક્ષા અથે એકબીજાની માન્યતાઓનું તર્કમૂલક ખંડનમંડન કરનાર આચાર્યો થયા. એ વિદ્વાનો કેવળ બુ કે દ્વારા તેનાથી પર એવા તત્ત્વને પકડવા મથતા હતા, અને ઉપનિષદ્દના ઋષિઓની જૈવ તન મતિયાપ એ સ્પષ્ટ ચેતવણીને અવગણીને આ વિષય બુદ્ધિની સીમા બહારને, કેવળ સ્વાનુભવગમ્ય છે, અને એ સ્વાનુભવ દીર્વકાલીન તપ અને યોગાભ્યાસ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે તે વાત જ વીસરી જવા લાગ્યા. પરિણામે જેટલી વધુ સ્પષ્ટતા કરવા ગયા તેટલી વધુ ગુચવણમાં ફસાતા ગયા છે અને મૂળ તરવે તે પકડની બહાર જ રહ્યું ! ૩. સાક્ષાતકા૨ પુરક્ષાના મૂળ ઉ૫દેશ
બધા જ સાક્ષાત્કારી મહર્ષિઓ અને સિદ્ધોએ એ નિર્વિવાદ રીતે સ્વીકાર્યું છે કે છવ શરીરથી અલગ તત્ત્વ છે; અને જુદાં જુદાં શરીરમાં એ બંધાઈને જુદી જુદી યોનિઓમાં જન્મમરણના ચક્રમાં ભમ્યા કરે છે. શરીર નશ્વર છે અને જીવ શાશ્વત છે. તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના ઉપદેશને જ તીર્થકર ભગવાન મહાવીરે શિષ્યો સાથેના સંવાદમાં જે તે પ્રસ ગે પ્રશ્નના અનુસંધાનમાં જવાબ આપીને વણી લઈ તત્વની સમજૂતી આપી. જૈન પરંપરામાં જીવન નિરૂપણમાં તેના શરીર પરિ. માણના મુદ્દાને ધણું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે, કારણ કે તે અંગે પ્રશ્નો પૂછનાર જીજ્ઞાસુ શ્રાવકેએ આ મુદ્દા પર જ વધુ સ્પષ્ટતા ની અપેક્ષા રાખી હશે એવું મૂળ આગમ ગ્રંથે પરથી જણાય છે. ઉત્તરકાલીન વાદગ્રંથમાં આ મુદ્દાનું સ્પષ્ટીકરણ માત્ર બૌદ્ધિક ચર્ચાના સ્તરે થયેલ છે, જ્યારે મળ તીર્થકરેએ એની સ્પષ્ટતા સ્વાનુભાવને આધારે અને સાસુ સાધકના રેજબરોજના જીવન માં વ્યાવહારિક અનુ મવમૂલક ઉદાહરણ અને તે ઉપર આધારિત વાસ્તવવાદી તર્કની સહાય ધી કરી છે. આ દષ્ટિએ મૂળ આગમગ્રંથમાંની ચર્ચાનું થોડુંક સિંહાવકન કરવા જેવું છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
જીવસ્વરૂપ – પરામનાયૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ જૈન આગમસાહિત્યમાં જીવના અસ ંખ્ય અન ંત પર્ચાયા, જીવનુ દેહપરિમાણુ, જીવના સંકાય વિસ્તારી સ્વભાવ વગેરે મુદ્દાઓની ચર્ચા પંચાસ્તિકાય, સર્વાં સિદ્ધિ, રાજવાતિ ક, શ્લા*વાર્તિક, પ્રવચનસાર, કાતિ ક્રેયાનુપેક્ષા, અનગારધર્મામૃત, તત્ત્વાર્થસૂત્ર, ખ'ડાગમ, ગામ્મટસાર ઇત્યાદિ ગ્રંથામાં થયેલી છે.૧૬ મૂળ આગમગ્રંથામાંથી ‘રાયપસેણુઇયસુત્ત'માં વિસ્તારથી અને ‘પણ્વાસુત્ત’માં સક્ષેપમાં આ ચર્ચા જોવા મળે છે. પણ્વણુ સુત્ત'માં મહાવીરસ્વામી અને ગૌતમના સ'વાદમાં જીવના અસંખ્ય પર્યાયે છે એનું કારણ દર્શાવતાં કહ્યું છે કે અસુરકુમારા, નાગકુમાર, સુવર્ણ કુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમારા, દીપકુમારા, ઉદધિકુમારે, દિશાકુમારે, વાયુકુમારા, સ્તનિતકુમારેશ, પૃથ્વીકાયા, અસૂકાયા, તેજસ્કાયા, વાયુકાયા, વનસ્પતિકાયા, દ્વીન્દ્રિયા, ત્રીન્દ્રિયા, ચતુરિન્દ્રિયે, પંચેન્દ્રિયા, તિર્યંગ્યાનિ, મનુષ્ય, વાણુમ તરે, જ્યોતિષિઓ, વૈમાનિકા અને સિદ્ધો અસખ્ય અને અન ંત છે, તેથી જ જીવના અમુખ્ય અને અનત પર્યાયેા છે,૧૭ આ ચર્ચામાં પર્યાય’ શબ્દ પ્રકારવાચી કે દ્રવ્યધ વાચી જણાય છે. ‘રાયપસેલુઇય'માં કુમાર કેશીશ્રમણ અને રાજા પ્રદેશીના સંવાદમાં જીવના શરીરપરિમાણુ અંગેની ચર્ચામાં આ પર્યાયાની અન`તતા અને અસંખ્યેયતાના આધારે જ વધુ સ્પષ્ટતા કરતાં કહ્યુ` છે કે જીવ અવાજની જેમ પૃથ્વી, શિલા કે પર્વતને ભેદીને બહાર નીકળી જઈ શકે છે;૧૮ પ્રદીપની જેમ પેાતાના પ્રકાશ વડે પેાતના અસ`ખ્ય પ્રદેશે કે પર્યાયા દ્વારા નાના કે મેૉટા શરીરમાં વ્યાપી શકે છે;૧૯ જીવ દસસ્થાનાવાળે અને છદ્મસ્થ, અર્થાત્ અસર્વજ્ઞ, હેવાથી તેને સર્વાંત; જાણી શકાતા નથી, કેમકે જેમને જ્ઞાત અને દન ઉત્પન્ન થયાં ઢાય તેવા કે વળી જિન અ``તા જ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અશરીરભદ્ર જીવ, પરમાણુ પુદ્ગલ, શબ્દ, ગંધ, વાત, અમુક જીવ જિનપદ પામશે કે નહિં, અમુક જીવ સર્વ દુ:ખાના અંત પામશે કે નહિં વગેરે ખાખતા અંગે જાણકારી મેળવી શકે છે.૧૦ ઉપરાક્ત મૂળ આગમત્ર થામાંની ચર્ચા ઉપરથી એ ફલિત થાય છે કે જીવના સ્વરૂપ અંગેની મૂળ જૈન દૃષ્ટિ બૌદ્ધિક ચર્ચા ઉપર નહીં', પશુ મૂળ તીર્થંકરાના અતીન્દ્રિયકક્ષ ના—Clairvoyance સ્વરૂપતા-સ્વાનુભવ ઉપર અવલ"બિત છે. આ દૃષ્ટિએ જૈન આગમગ્રંથ અને વેદબ્રહ્મધમી ઉપનિષદોના તર્ક વિષયક ઉપરાક્ત ઉદ્ગાર વચ્ચે ખૂબ સામ્ય છે. અહી' પ્રશ્ન એ છે કે જો ઉપરોક્ત દષ્ટિબિંદુ અતીન્દ્રિય સ્વાનુભવમૂલક હોય તેા આધુનિક પરામવિજ્ઞાનનાં સ`શેાધતેને આધારે એની કૈાઈ સંગતિ બેસી શકે ખરી? આ વિચારણા માટે પરામને વિજ્ઞાનના ક્ષેત્રે થાડાક દષ્ટિપાત કરીએ, અને તપાસીએ કે બ્રાહ્મણુધી ઋષિઓ, બૌદ્ધ ધર્માંના પ્રવક ભગવાન બુદ્ધ અને જૈન ધર્મના તીર્થંકરાએ જીવતા સ્વરૂપ અંગે પોતપાતાનાં અલગ રીતનાં પ્રતિપાદન કર્યાં તે બધાં જ વસ્તુતઃ સત્ય છે, છતાં પરસ્પર વિાધી જણાય છે તેનું કારણ શું છે? ૪. પરામનાવૈજ્ઞાનિક સંશાધના
૭૬
પરામને વિજ્ઞાન એ આ સદીમાં જ અમેરિકા અને ખીન્ન પાશ્ચાત્ય દેશમાં વિકસેલું એક નવું જ વિજ્ઞાન છે, જેને ઊંડે અભ્યાસ કરનાર વૈજ્ઞાનિકાના ‘પૅરાસાઈ કાલાજી એસેસિયેશન'ને આંતરરાષ્ટ્રીય પ્રચંડ માન્યતા પ્રદાન કરનાર ‘અમેરિકન એસેાસિયેશન ફાર એડવાન્સમેન્ટ ઍફ સાય સ’ (AAAS) દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે એક વિજ્ઞાન તરીકેની માન્યતા છેક ઈ. સ. ૧૯૬૯થી મળી ચૂકી છે. આ પેરાસાયક્રાલાજી એસેસિયેશન' (PA)ના બે તૃતીયાંશથી વધુ સભ્યો પરામનેાવિજ્ઞાનના ક્ષેત્રે ડોક્ટરેટ ડિગ્રી પ્રાપ્ત કરનાર સંશાધક વૈજ્ઞાનિકા છે, અને એમણે દુનિયાભરમાંથી આ વિષેના સંશોધન, લેખાને બહુ વિશાળ સંગ્રહ એકઠા કર્યાં છે. આજે આ નવા વિજ્ઞાનની ટેલીપથી, સાઈ કાકાઈનેસીસ,
Page #4
--------------------------------------------------------------------------
________________
ડો, નારાયણ મ, કંસા
બાયો-ફિડબેંક-ટ્રેઈનિંગ, માઈન્ડ-ટ્રાવેલ, સાઈકીક સર્જરી વગેરે અનેક શાખાએ પણ વિકસી છે, અને એકસઠ સંસ્થાઓમાં આ ક્ષેત્રે સંશોધન કાર્ય ચલાવી રહી છે. ૨૨
આપણી પ્રસ્તુત છવસ્વરૂપ વિષયક વિચારણની દૃષ્ટિએ પરામને વિજ્ઞાનના ક્ષેત્રે કેટલાક વૈજ્ઞાનિકે એ રસપ્રદ સંશોધન કાર્ય કર્યું છે. ઈ. સ. ૧૯૭૭માં બ્રિટનમાંની એફસફર્ડ યુનિવર્સિટીના ખૂલેજીના પ્રોફેસર સર ઍલિસ્ટર હાડીએ માન્ચેસ્ટર કોલેજમાં ‘રિલિજીયસ ઍકસપિરિયન્સ રીસર્ચ યુનિટ સ્થાપીને ધાર્મિક અનુભવોના પાંચ હજાર નમૂનાઓ એકઠા કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતા, અને ઈ. સ. ૧૯૭૪ સુધીમાં તેમને સાડા ત્રણ હજાર અનુભવની ને પ્રાપ્ત થઈ ચૂકી હતી, જેમાંથી એક હજાર અનુભવોનું તેમણે વિશ્લેષણ કર્યું છે. ૨૩ બીજી બાજ, આંતરરાષ્ટ્રીય
ખ્યાતિ ધરાવતા પ્રખર મનોવૈજ્ઞાનિક સંશોધક ડો. હેરેવાર્ડ કેરિંગ્ટને છેક ઈ. સ. ૧૯૨૫ના અરસામાં મંડર્ન સાઈકિકલ ફિનેમિના નામનો ગ્રંથ પ્રકાશિત કર્યો હતો જેમાં એણે એમ. ચાર્લ્સ લેન્સેલીનના સંશોધન કાર્યને સાર આપતું પ્રકરણ લખ્યું હતું, અને પાછળથી તે પ્રકરણને વિસ્તાર કરીને હાયર સાઈકોલોજીકલ ડેવલપમેન્ટ' નામને અલગ ગ્રંથ રચ્યો. ઈસ. ૧૯૨૭માં તેમને લિંગશરીર (Astral Body)ના બહિ:પ્રક્ષેપણ (Projection)ના બાર વર્ષોના અનુભવી સિલવાન મુલદૂન નામના વ્યક્તિના પત્રો મળ્યા, જેમાં લેસેલીનની જાણમાં ન હતી તેવી કેટલીક પરામવિજ્ઞાનગત બીનાઓના અનુભવની વાત તેણે જણાવી. પછી આ અનુભવોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરીને કેરિંટને મુલદૂનનાં સાથમાં લિંગશરીરના બહિ પ્રક્ષેપણને લગત ગ્રંથ પ્રકાશિત કર્યો, જેમાં લિંગશરીર તથા તેની અંતર્ગત રહેલા કારણ શરીરના અસ્તિત્વને લગતા સ્વાનુભવે તથા સાબિતીઓ રજૂ કરી છે. ૨૪ હમણાં હમણું ઈ. સ. ૧૯૮૦માં અમેરિકામાંના મૅટા સાયન્સ કોર્પોરેશને મૃત્યુ પછીની જીવની અવસ્થાને લગતાં જોજે મીકનાં સંશોધન પ્રકાશિત કર્યા છે. ૨૫
અમેરિકામાં કેલિફોર્નિયાની સ્ટેનફર્ડ રીસર્ચ ઈ-સ્ટીટયૂટના ડિપાર્ટમેન્ટ ઍવ મટીરિયલ સાયંસના અધ્યક્ષ. વિલિયમ ટીલર નામના ભૌતિકવિજ્ઞાનીએ મનુષ્યમાત્રના અસ્તિત્વના (Being)ના સાત સ્તરે (levels) અથવા કલેવર અંગે વૈજ્ઞાનિક સંશોધન કર્યું છે. આ સાત સ્તરોને તે ફિઝિકલ (પી), ઈથેરિક (ઈ), ઑસ્ટ્રલ (એ), માઈન્ડ (એમ ૧, એમ ૨, એમ ૩) અને સ્પીરીટ (એસ) એવા નામે ઓળખાવે છે. અને એમાંના દરેકને સંબંધ હોગમાં નિરૂપાયેલા સાત ચઢે, કરોડરજજુમાંથી શરીરમાં પ્રસરતા મજજાતંતુઓ કે નાડીઓ તથા પીનિયલ, પીટ્યુટરી, થાઈરોઈડ, થાયમલ, ઍડ્રિનલ અને લીડન અથવા ગેનીઝ વગેરે ગ્રંથિઓ સાથે સાંકળે છે. કેલિફેનિયામાંની મેટા સાયંસ લેબોરેટરીના સંશોધક વિજ્ઞાની જોજ મીક પણ આ હકીકતનું પિતાના અલગ સંશોધનના આધારે સમર્થન કરે છે. જ્યોજ મકની લેબોરેટરીમાંને યુજીન ફિલ્ડ, સાર હ ગ્રાન, હાન્સ હેકમાન, જ્હોન પોલ જેન્સ, લિલિયન સ્કેટ વગેરે સંશોધકોને આજથી વીસ, ગ્રીસ કે ચાલીસ વર્ષો પૂર્વે મૃત્યુ પામેલા . જેસે હરમન હેમ્સ (૧૮૯૬–૧૯૪૦), એફ. સકૅટ ફિટ્ઝરાલ્ડ (૧૮૮૦૧૯૭૬), મૂછન ફિલ્ડ (૧૮૫૦-૧૮૯૫) રફસ જેન્સ (૧૮૬૩–૧૯૪૮) મેરી રેબિટર્સ હાઈનહાર્ટ (1-૧૯૫૮) ડોરોથી પાર્કર (૧૮૯૩-૧૯૬૭) ઍલન સીજર (૧૮૮૮–૧૮૧૬) અને ઍડગર ૨ ઈસ બરેઝ (૧૮૭૫–૧૯૫૦) જેવા વૈજ્ઞાનિકોને માધ્યમ દ્વારા સહકાર સાંપડયો છે અને એમણે ઇન્દ્રિયાતીત જગતનાં અનેક રહસો આજે આપણુ સમક્ષ ખુલ્લાં મૂકવા માંડયાં છે.૨૮
Page #5
--------------------------------------------------------------------------
________________
ge
જીવસ્વરૂપ
૫. સૂક્ષ્મ શરીર વિશે વૈજ્ઞાનિકાનાં સ`શાષના
સિલ્વન મુલને લિંગશરીર (ઈથરિક અને ઍસ્કૂલ)ના દ્રવ્યગત સ્વરૂપ વિષે જણાવતાં કહ્યુ છે કે પ્રાણુ ( life-force)નું બનેલું છે, અને તેમાંની શક્તિને પુરવઠા તે રેજેરાજ નિદ્રા દરમિયાન સ્થૂળ શરીરથી આશરે છ એક ઈંચ જેટલું છૂટુ પડીને વૈશ્વિક પ્રાણુ સાથે સીધા સંબંધ ધરાવતુ બનીને મેળવી લે છે.૨૯ ડૉ. જેસી હરમન હોમ્સ અને તેમના જૂથના વૈજ્ઞાનિકોએ પણ વૈશ્વિક જગતના પણ ફિઝિકલ લેઍસ્ટ એસ્ટ્રેલ, ઇન્ટરમિજીએટ ઍસ્કૂલ, હાઇએસ્ટ ઍટ્ટલ, મૅન્ટલ ઍન્ડ કાઝલ, સિલેટીયલ અને કોસ્મિક એમ સાત સ્તર કે લેાક અંગે માહિતી આપી છે, અને મૃત્યુ પછી સૈન્ટલ પ્લેન સુધી પહાંચવા જેટલા આધ્યાત્મિક વિકાસ પામેલ જીવાત્માને તે પછીના સિક્રેસ્ટીયલ પ્લન માટેના જરૂરી આધ્યાત્મિક વિકાસ અથે અંતિમ મનુષ્ય અવતાર (ફાઈનલ રીખ)ની તક મળે છે એ રહસ્ય ઉપરાંત દેવા સિદ્દો વગેરે સિલેસ્ટીયલ પ્લૅનમાં રહે છે, અને કોસ્મિક પ્લેનમાં એકીભાવ કે અદ્વૈતભાવ કે નિર્વાણની અવસ્થામાં શુદ્ધચૈતન્ય જ અસ્તિત્વ ધરાવે છે એ રહસ્ય પ્રગટ કર્યુ છે. આ કૅમિક પ્લેનને ઉપનિષદોમાંના મેાક્ષ કે કૈવલ્ય કે જૈત આગમામાંના અને બૌદ્ધ પિટકામાંના નિર્વાણ તરીકે ઓળખીએ છીએ. જયારે સિલેસ્ટીયલ પ્લૅનને વેદ અને બ્રાહ્મણુત્ર થામાંના વિષ્ણુપદ તરીકે સહેલાઇથી ઓળખી શકાય છે. ડૅા. હેમ્સે આ સાત પ્લેનને મનુષ્યના સાત રતરી સાથે સીધા સંબધ હેાવાનુ` જણાય છે.૧
પરામનાવૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ
યેાજ મીકે સ્પષ્ટતા કરી છે કે મનુષ્યના અસ્તિત્વના ઉપરોક્ત સાત સ્તરામાંથી સ્થૂળશરીર અને લિંગશરીર ( ઈરિક કે ખાયેાપ્લામિક ડબલ ) એ એ સ્તી મનુષ્ય નજરે જોઈ શકે તેવા છે.૩૨ સામાન્ય મનુષ્ય તે કેવળ સ્થૂળશરીરને જ જોઈ શકે છે, જ્યારે લિંગશરીરને અમુક પ્રકારનાં પ્રાણીએ, અને વિશિષ્ટ પ્રકારના આરસા કે લેન્સવાળા યત્રાની મદદથી અથવા અમુક તાંત્રિક કે યોગિક સિદ્ધિ પ્રાપ્ત કરેલા મનુષ્ય જોઈ શકે છે. કેટલીક વાર સામાન્ય મનુષ્યને પણ અમુક વિશિષ્ટ સોગામાં લિગશરીર ક્ષણભર નજરે પડી જાય છે, પણ પછી તેમના શરીર પર તેની ખૂબ માઠી અને ચિત્ જીવલેણુ અસર પડી જાય છે. આ લિ'ગશરીર પ્રાણુના સૂક્ષ્મતમ પરમાણુઓનું બનેલુ હોય છે અને તેને વિશિષ્ટ ર'ગવાળું આભામંડળ ( Aura) ઢાય છે.૩૩ આ આભામંડળ સ્થૂળશરીરના આકારને અનુસરતું અને સ્થૂળશરીરમાં વ્યાપીને તેની ખધી બાજુ આશરે છ ઈંચ જેટલું બહાર સુધી પ્રસરેલુ. હેાય છે. ૩૪
૬. ઉપસ’હાર
પરામનેાવિજ્ઞાનનાં સંશાધનાની આ પશ્ચાદ્ભૂમિકાને લક્ષમાં રાખીને આપણે ઋષિમુનિએ, જૈન તીર્થંકરા અને બુદ્ધ ભગવાને પ્રમાધેલ ઉપદેશામાં જીવ અંગે જે વિચારો રજૂ કર્યા હતા. તેની તપાસણી કરીએ તેા નવી જ દૃષ્ટિ પ્રાપ્ત થશે. વૈશ્વિક જગતના ઉપરક્ત સાત પ્લેન અને મનુષ્યના અસ્તિત્વની સ્થૂળ શરીરથી આર ભીને ઉપર જણાવેલા સાત સ્તરે માંથી કયા સ્તરને લક્ષમાં રાખીને આ આ દૃષ્ટાએ પેાતા ઉપદેશ આપતાએ સમજીએ તે! મૂળ દ્રષ્ટાએકનાં મ તબ્બે વચ્ચેને વિરાધાભાસ આપણા અજ્ઞાન ઉપર આધારિત, અને આપણે જેને સર્વોચ્ય માની ખેઠા છીએ તે ઝુદ્ધિની ટૂંકી પહેાંચને આભારી છે તેની પ્રતીતિ થયા વિના નહીં રહે. આદ્ય શંકરાયાયે જ્યારે જીવ બ્રહ્મની એકાત્મતા કે અદ્વૈતની વાત કરી ત્યારે તે અંતિમ કક્ષાનો પરમ સત્ય (Absolute
Page #6
--------------------------------------------------------------------------
________________
ડૉ. નામણુ મ. કેસાણ
ge
Truth)ને પારમાર્થિક દૃષ્ટિએ વિચારતા હતા, અને જ્યારે તેમણે વિવિધ દેવદેવતાઓનાં ઉપાસનાપરક સ્તાત્રે રચ્યાં ત્યારે તે વ્યાવહારિક સત્યની કક્ષાએ વિચારતા હતા. જ્યારે બુદ્ધ ભગવાને જીવના અસ્તિત્વ કે સ્વરૂપ અંગે કશી સ્પષ્ટતા ન કરતાં શૂન્ય કે નિર્વાણુને લગતા ઉપદેશ કર્યાં ત્યારે તે પરમ સત્યની પારમાર્થિક ભૂમિકાના ઉલ્લેખ કરતા હતા, અને તેથી જ તેમણે નિર્વાણુથી અવિદ્યા સુધીની જીવનબંધકારક કારણુા ખલાનું જીવનસાધનાની જીવાપકારક બુદ્ધિ, વ્યાવહારિક ભૂમિકાએ નિરૂપણ કર્યું. કપિલે સૂમ વિશ્લેષકની દૃષ્ટિ રાખીને પુરુષ-પ્રકૃતિના વિવેકજ્ઞાનને પાયામાં રાખીને વ્યાવહારિક ભૂમિકાએ જીવબહુત્ર, લિંગશરીર, જીવબંધકારક કારણેા વગેરેનું સ્પષ્ટીકરણ કર્યું. ગૌતમે બુદ્ધિપ્રવણુ મનુષ્યાને તાર્કિક પ્રતીતિ દ્વારા જીવધર્માંનું દર્શન કરાવવા તથા કણાદે સૃષ્ટિમાંના પંચમહાભૂતકાળ, દિશા અને મનથી આત્માને અલગ દર્શાવવા અનુભવમૂલક તાર્ક્ટિક દૃષ્ટિ રજૂ કરી અને પરમાણુકારણવાદને આશ્રય લીધેા. જૈન તી કરાએ સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દ્દન, સમ્યક્ ચારિત્ર્ય એ ત્રિવિધ રત્નાની ઉત્તરોત્તર અધિક મૂલ્યવત્તા લક્ષમાં રાખીને, કના પાયાના સૂક્ષ્મ વૈશ્વિક કાયદાને કેન્દ્રમાં રાખી, અશુિશુદ્ધ વ્યાવહારિક દૃષ્ટિક્રાણુથી જીવના સ્વરૂપનું નિરૂપણુ કર્યું. હાવાથી તેમણે મનુષ્યના અસ્તિત્વના નીચેના બે સ્તરેાતે જ પ્રસ્તુત લેખ્યા, અને તમને લગતી રહસ્યમય હકીકતાને તેમણે પેાતાના ઉપદેશમાં નિરૂપી. મનુષ્યના અસ્તિત્વના ઉપર દર્શાવેલા સાત સ્તરામાંના દરેક પરસ્પર નીચેનામાં વ્યાપેલા રહે છે અને જીવાત્મા સ્થૂળ શરીરને ડી જાય ત્યારે બાકીના છ સ્તરો સહિત ઉચિત વૈશ્વિક લેાક તરફ પ્રયાણુ કરે છે અને પછી બીજા શરીરમાં ફરીથી જન્મ લેવા પ્રવેશે ત્યારે પણુ એ છ સ્તરે તેની સાથે જ રહે છે, છતાં અતીન્દ્રિય દૃષ્ટિને તેા ઍસ્કૂલ સુધીના બે કે ત્રણ સ્તર જ નજરે પડે છે તે હકીકતને વાસ્તવવાદી પ્રત્યક્ષપ્રિય તીકરાએ ખાસ લક્ષમાં રાખી છે. ખીજી બાજુ તેમણે જીવને પ્રદીપની સાથે સરખાવ્યા છે તેમાં તેા ઉપનિષદના ઋષિઓ સાથે તે એકમત ઢાવાનું દર્શાવે છે, અર્થાત્ જીવાત્માના શુદ્ધચૈતન્ય સ્વરૂપ અંગે એમને જાણકારી જ નહોતી એવું નથી. કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલા તીર્થંકરાને એ જ્ઞાન ન હેાય તે સંભવિત નથી. પરંતુ એ કક્ષાના જ્ઞાનને સામાન્ય મનુષ્યાને ઉપયાગી વાસ્તવાદી ઉપદેશમાં વણવાથી અનુયાયીએ માટે, વેદાન્તી કે બૌદ્ધ સાધુકાની જેમ, ભ્રમમાં અટવાવાની વધુ શકયતા છે, અને તેથી જીવાત્માની મેાક્ષ માટે, જરૂરી ક્રર્મક્ષય, તેના પરિણામે શુદ્ધ જ્ઞાન, તેના પરિણામે શુદ્ધ દ અને તેના દ્વારા મેક્ષ માટે ઉપકારક શુદ્ધ આચારની સાધનામાં વિક્ષેપ આવશે એવી અણિશુદ્ધ વ્યાવહારિક–વણિગ્ગુદ્ધિવાળી-દષ્ટિ રાખીને કિંચિત્ તપ:સિદ્ધિ કે અતીન્દ્રિય જ્ઞાત થતાં જ સાક્ષાત્ અનુભવની કક્ષામાં આવી પડે તેવા લિંગશરીરની ભૂમિકાથી જ જીવસ્વરૂપનુ નિરૂપણુ તેમણે કર્યું. અને તેથી જ તેમણે જીવને શરીરપરિમાણુ પ્રબાયે, તેથી જ તેમણે જીવના પુદ્ગલ-પરમાણુમય શરીર અને તેમાંની નીલ, કાપાત, તેજ, પદ્મ, શુકલ અને કૃષ્ણે લેસ્યા-તેજટા-કે આભામ`ડળ (Aura)ને લગતી હકીકતા નિર્દેશી. આધુનિક પરામનેાવિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે મનુષ્યના માનસિક ભાવામાં ફેરફાર થતાં જ તેના આભામંડળમાંના ર'ગામાં પણ પરિવર્તન આવે છે અને મનુષ્યના આધ્યાત્મિક વિકાસ થતાં તેના મનના સ્થાયી, ભાવપિંડનું આભામંડળ ઉત્તરાત્તર વધુ તેજસ્વી થવા લાગે છે, જૈન તીર્થકરાની લેશ્યાને લગતી વિચારણા આ દૃષ્ટિએ ખાસ સમજવા જેવી છે. આધુનિક પરામનેાવિજ્ઞાનનાં જ સંશાધનાને યુવાચાર્ય મહાપ્ર જૈન પરિભાષામાં વણીને રજૂ કર્યા છે,૩૫ તેનું રહસ્ય આ લેખમાંની સામગ્રીને આધારે સમજમાં આવશે.
Page #7
--------------------------------------------------------------------------
________________
८०
सर्भा :
१. भारवाति – तत्त्वार्थसूत्र, २. १० : संसारिणों मुक्ताश्च ।
२. वाहिदेवसूरी — प्रमाणनयतत्त्वालोक, ७. ५५ ५६ : प्रमाता प्रत्यक्षादिप्रसिद्ध आत्मा । चैतन्यस्वरूपः परिणामी कर्ता साक्षाद्भोक्ता स्वदेहपरिमाण प्रतिक्षेत्रं भिन्नः पौद्गलिकादृष्टवाँश्चायम् । 3. पंडित सुभास संघवी - भारतीय तत्त्व विद्या (भ. स. युनि., वडोदरा, १९५८) ५. ५३-५४. ४. भास्वाति ―त. सू. ५. ३ : नित्यावस्थितान्यरूपाणि ।
જીવસ્વરૂપ – પરામનાથૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ
५. उत्तराध्ययनसूत्रम्, २८.११ : नाणं च दंसणं चेव चरितं च तवो तहा ।
वीरियं उवओगो य एयं जीवस्स लक्खणं ॥
९. उमास्वातित, सू. २.२६.२९ : विग्रहगतौ कर्मयोगः । विग्रहवती च संसारिणः प्राक् चतुर्भ्यः ।
७. घरवाह गाथा १९३८.
८. उमास्वाति –त. सू. ५.१५-१६ : असंख्येयभागादिषु जीवानाम् । प्रदेशसंहार विसर्गाभ्यां प्रदीपवत् ।
८. पंडित सुनसान संघवी -ला.त.वि., पृ. ५३.
१०. सेवन, पृ. ५८.
११. भगवद्गीता, १०.१६ : ... सिद्धानां कपिलो मुनिः ।
१२. श्रीमद्भागवतम् १.३.१० : पंचमः कपिलो नाम सिद्धेशः कालविप्लुतम् ।
प्रोवाथासुरये सांख्यं तत्त्वग्रामविनिर्णयम् ||
१३. बृहद्योगियाज्ञवल्क्यस्मृति, १२.५ : हिरण्यगर्भे योगस्य प्रोक्ता नान्यः कदाचन ।।
१४. वायुपुराणम्, २३.२१६.
१५. कठोपनिषद् १.२.९.
१६. जैनेन्द्र सिद्धान्त कोश, भाग २, (संपादक क्षु. जिनेन्द्र वर्णी, प्रका. भारतीय ज्ञानपीठ, वाराणसी १९४४), पृ. ३३०-३३८.
१७. पण्णवणासुतं ( प भगवानदास संपादित ), पृ. ५२७.
१८. रायपसेणइय ( ५ मेयरहास संपादित आवृत्ति), पृ. ३१४.
१५. सेनन, पृ. ३२४.
२०. खेल्न, पृ. ३२४.
२१. Nona Coxhead – Mind Power, ( Penguin Books, 1976 ) pp 17-25. २२. Ibid; pp. 257-262.
23. Ibid; pp. 218-220.
Sylvan Muldoon & Hereward Carrington-The Projection of the Astral Body (Pub Rider & Co., London, 1974).
Page #8
--------------------------------------------------------------------------
________________ નારાયણ કંસારા 1970. 24. George W. Meek--After We Die, What then ? (Publ. Meta Science Corporation Publications Division, Franklin, U. S. A., 1980). 25. Tiler, W.A.-The Transformation of Man. Monograph, U.S.A., 1970; Nona Coxhead, op. cit., pp. 202-207. 29. Meek---op. cit., pp. 37-39. 24. Dr. Jesse Herman Holmes and the Holmes Research Team-As We Sec It From Here (Meta Science Corporation Publication Division, U.S.A., 1980). 2. Muldoon & Carrington, op. cit., pp. 122-125. 30. Holmes, etc.-op. cit., pp. 63-100. 32. Ibid, pp. 92-103. 32. Meek-op. cit., pp. 37-38. 33. Holmes, etc.,--op. cit., pp. 77-79. 38. Coxhead, op. cit., pp. 105-152. 35, યુવાચાર્ય મહાપ્રજ્ઞ–આભામંડળ (સંપાદક: મુનિ દુલહરાજ, અનેકાન્તભારતી પ્રકાશન, 24H6148, 1622).