Book Title: Jivswarup Paramno Vaigyanik Drushtibindu
Author(s): N M Kansara
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ડે. નારાયણ મ. સારા જૈન પરંપરાની પેઠે તેને મધ્યમ પરિમાણ ન માનતાં, સાંખ્યયોગ પરંપરાની જેમ સર્વવ્યાપી માન્યાં; દ્રવ્યદૃષ્ટિએ જીવતત્ત્વનું કુટસ્થનિત્યત્વ સાંખ્ય-ગ પરંપરાની જેમ જ સ્વીકાર્યું, છતાં ગુણગુણિભાવ યા ધર્મધર્મિભાવની બાબતમાં સાંખ્યયોગ પરંપરાથી જુદા પડી અમુક અંશે જેન પરં પરા સાથે સામ્ય પણ જાળવ્યું. આથી અલગ પડીને જેન પરંપરાએ જીવતવમાં સાહજીક અને સદાતન એવી ચેતના, આનંદ, વિર્ય આદિ અભિન શક્તિઓ સ્વીકારી તેના પ્રતિક્ષણ નવાં નવાં પરિણામો યા પર્યાયો સ્વીકાર્યા, જેથી શરીરયોગ ન હોય તેવી વિદેહમુક્ત અવસ્થામાં પણ જીવતત્વમાં સહજ ચેતના, આનંદ, વીર્ય આદિ શક્તિઓનાં વિશુદ્ધ પરિણામો યા પર્યાયનું ચક્ર ચાલ્યા કરે છે એવું માનવું સુસંગત ઠરે. ૨. દષ્ટિભેદનું કારણ દાર્શનિક આચાર્યોમાંથી સાંખ્ય પરંપરાના મૂળ પ્રવક્તા કપિલનો શ્રીમદ્ ભગવદ્દગીતામાં ભગવાનની સર્વશ્રેષ્ઠ વિભૂતિઓમાં સિદ્ધ તરીકે ઉલ્લેખ થયો છે, અને તેમને શ્રીમદ્ ભાગવતમાં વિષ્ણુના પંચમ અવતાર તરીકે ગણાવ્યા છે. યોગ પરંપરાને આદિ પ્રવકતા તરીકે હિરણ્યગર્ભને સ્વીકારવામાં આવે છે. 13 ન્યાયદર્શનના મૂળ પ્રવકતા મહર્ષિ ગૌતમ મહાન ઋષિ હતા. વૈશેષિકદર્શનના આદ્ય પ્રવકતા કણાદ પ્રખર તપસ્વી અને દેવતાના સાક્ષાત્કારી હતા.૧૪ જૈન તીર્થંકર પાર્શ્વનાથ પણ દિવ્ય અલૌકિક અપરોક્ષ કેવલજ્ઞાન ધરાવનાર મહાપ્રસિદ્ધ હતા. આ સાક્ષાત્કારી મહાપુરુષોને જીવતત્વને સાક્ષાત્કાર થયો હોવાથી તેઓએ એ અંગેના પિતાના નિરૂપણમાં તદષ્ટિને પ્રાધાન્ય ન આપતાં અનુ મવમૂલક પ્રત્યક્ષ વ્યવહારમાંનાં ઉદાહરણો અથવા રૂપકે ઉપયોગ કરવાનું વધુ યોગ્ય લેખ્યું હતું. પરંતુ આ સાક્ષાત્કારી મહાપુરુષોની શિષ્ય પરંપરામાં પાછળથી જે તે દર્શનગત મુદ્દાઓની પષ્ટ સમજૂતી માટે બૌદ્ધિક છણાવટ અને સંપ્રદાય રક્ષા અથે એકબીજાની માન્યતાઓનું તર્કમૂલક ખંડનમંડન કરનાર આચાર્યો થયા. એ વિદ્વાનો કેવળ બુ કે દ્વારા તેનાથી પર એવા તત્ત્વને પકડવા મથતા હતા, અને ઉપનિષદ્દના ઋષિઓની જૈવ તન મતિયાપ એ સ્પષ્ટ ચેતવણીને અવગણીને આ વિષય બુદ્ધિની સીમા બહારને, કેવળ સ્વાનુભવગમ્ય છે, અને એ સ્વાનુભવ દીર્વકાલીન તપ અને યોગાભ્યાસ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે તે વાત જ વીસરી જવા લાગ્યા. પરિણામે જેટલી વધુ સ્પષ્ટતા કરવા ગયા તેટલી વધુ ગુચવણમાં ફસાતા ગયા છે અને મૂળ તરવે તે પકડની બહાર જ રહ્યું ! ૩. સાક્ષાતકા૨ પુરક્ષાના મૂળ ઉ૫દેશ બધા જ સાક્ષાત્કારી મહર્ષિઓ અને સિદ્ધોએ એ નિર્વિવાદ રીતે સ્વીકાર્યું છે કે છવ શરીરથી અલગ તત્ત્વ છે; અને જુદાં જુદાં શરીરમાં એ બંધાઈને જુદી જુદી યોનિઓમાં જન્મમરણના ચક્રમાં ભમ્યા કરે છે. શરીર નશ્વર છે અને જીવ શાશ્વત છે. તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના ઉપદેશને જ તીર્થકર ભગવાન મહાવીરે શિષ્યો સાથેના સંવાદમાં જે તે પ્રસ ગે પ્રશ્નના અનુસંધાનમાં જવાબ આપીને વણી લઈ તત્વની સમજૂતી આપી. જૈન પરંપરામાં જીવન નિરૂપણમાં તેના શરીર પરિ. માણના મુદ્દાને ધણું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે, કારણ કે તે અંગે પ્રશ્નો પૂછનાર જીજ્ઞાસુ શ્રાવકેએ આ મુદ્દા પર જ વધુ સ્પષ્ટતા ની અપેક્ષા રાખી હશે એવું મૂળ આગમ ગ્રંથે પરથી જણાય છે. ઉત્તરકાલીન વાદગ્રંથમાં આ મુદ્દાનું સ્પષ્ટીકરણ માત્ર બૌદ્ધિક ચર્ચાના સ્તરે થયેલ છે, જ્યારે મળ તીર્થકરેએ એની સ્પષ્ટતા સ્વાનુભાવને આધારે અને સાસુ સાધકના રેજબરોજના જીવન માં વ્યાવહારિક અનુ મવમૂલક ઉદાહરણ અને તે ઉપર આધારિત વાસ્તવવાદી તર્કની સહાય ધી કરી છે. આ દષ્ટિએ મૂળ આગમગ્રંથમાંની ચર્ચાનું થોડુંક સિંહાવકન કરવા જેવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8