Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 4
________________ શ્રી સ્તંભનપાર્શ્વનાથાય નમઃ | પ્રકાશકીય નિવેદન પરમપૂજ્ય શાસનસમ્રાટ બાલબ્રહ્મચારી પરમગુરુ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિ સૂરીશ્વરજી મહારાજના સમુદાયના પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયસૂર્યોદય સૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી, તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યાદિ દ્વારા રચિત-સંપાદિત ગ્રંથોના પ્રકાશનની સમુચિત વ્યવસ્થા માટે, કેટલાંક વર્ષો અગાઉ, “શ્રી જૈન ગ્રન્થ પ્રકાશન સમિતિ'ની સ્થાપના થઈ છે, જેના માધ્યમથી સટી શ્રી નવૂલીપસંદળી (સચિત્ર) વગેરે ગ્રન્થોનું પ્રકાશન થયેલ છે. આ સમિતિના આશ્રયે એક વધુ શાસ્ત્રીય ગ્રંથનું પ્રકાશન કરતાં અમો અનહદ આનંદ અનુભવીએ છીએ. આ “જીવસમાસ' નામના ગ્રંથનું સંપાદન પૂજ્ય આચાર્યશ્રીના શિષ્ય પૂ.પં. શ્રી શીલચન્દ્રવિજયજીએ કરેલ છે. આ ગ્રંથના પ્રકાશનના ખર્ચ અંગે પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીજીનાં આજ્ઞાતિની પૂજ્ય સાધ્વીજી શ્રી દેવીશ્રીજી મ. નાં શિષ્યા પૂજ્ય સાધ્વી જી શ્રી વિદ્યુતુપ્રભાશ્રીજી મ. તથા તેઓનાં શિષ્યા પૂ. સાધ્વી શ્રી શશિ પ્રભાશ્રીજી મ. - સપરિવારના શ્રુતભક્તિભર્યા સદુપદેશથી વિવિધ સંઘો, ટ્રસ્ટી તથા વ્યક્તિઓએ સંપૂર્ણ ખર્ચ આપેલ છે, જેની નામાવલી આ ગ્રંથમાં પ્રગટ કરવામાં આવી છે. આ તબક્કે અમો પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને વંદન કરીએ છીએ અને પ્રકાશનમાં દ્રવ્યસહાય કરનાર સર્વના પ્રતિ કૃતજ્ઞતાની લાગણી પ્રદર્શિત કરીએ છીએ. ગ્રંથના મુદ્રણની વ્યવસ્થા અમદાવાદના શ્રી નન્દન ગ્રાફિક્સના માલિક શ્રી હરીન્દ્ર જે. શાહ તથા હેમેન્દ્ર જે. શાહે કરી આપી છે, અને ઘણી સુઘડ રીતે પ્રકાશન કરી આપ્યું છે તે બદલ તેમનો અમે આભાર માનીએ છીએ. અંતમાં, આવા શ્રુતભક્તિના સત્કાર્યમાં માધ્યમ બનવાનો લાભ, પૂજ્ય ગુરુભગવંતોની પ્રેરણાથી, અમોને વારંવાર મળતો રહે, તેવી ભાવના સહ વિરમીએ છીએ. લિ. ઠે. જીરાળા પાડો, ખંભાત (જિ. ખેડા) ૩૮૮ ૬૨૦ જૈન ગ્રન્થ પ્રકાશન સમિતિ વતી શનુભાઈ કચરાભાઈ શાહ, સુમનલાલ પરસોત્તમદાસ કાપડિયા Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 496