Book Title: Jivsamasprakaran Author(s): Shilchandrasuri Publisher: Jain Granth Prakashan Samiti View full book textPage 7
________________ આ અનુવાદની વિશેષતા એ છે કે આમાં શ્રીચંદુભાઈએ ઠેરઠેર અત્યંત વિસ્તારથી પાદનોંધો - ટિપ્પણીઓ આપી છે. જે વિષય-પરત્વે જરૂર જણાઈ, ત્યાં તેમણે પંચસંગ્રહ, પ્રજ્ઞાપના, અનુયોગદ્વાર વગેરે વિભિન્ન શાસ્ત્રોના પાઠો તેના અનુવાદો સહિત આપીને જે-તે સંદર્ભને સમજવા માટે જરૂરી સર્વ સામગ્રી અહીં જ ઉપલબ્ધ કરી આપી છે. વળી, જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં મૂળ કૃતિના વિષયને અતિસ્પષ્ટ પણ કરી આપ્યો છે. પાંચ ભાવોના કોષ્ટક વગેરે આના ઉદાહરણ છે. મૂળ અનુવાદમાં પણ એક પણ અક્ષર કે શબ્દને તેમણે જવા તો નથી જ દીધો, બલ્કે તેના મર્મને ઉઘાડવા માટે લંબાણ કરવું પડે તો તેને ()માં મૂકીને પણ તેમણે તેમ કર્યું છે. અજાણ્યા કે નવા અભ્યાસીને ગહન વિષયની આ રચના પણ દુર્ગમ કે દુર્બોધ ન બની જાય, તે માટે તેમણે પૂરી ચીવટ રાખી જણાય છે. ટિપ્પણીમાં એક બે સ્થાન તો એવાં પણ છે કે જ્યાં શ્રીમલધારીજી મહારાજે પોતાના વિવરણમાં મતભિન્નતાની કે કોઈ વિચાર કે રજૂઆત યોગ્ય હોવા વિશે આશંકા કરી હોય તે સ્થળોએ ચંદુભાઈએ વિભિન્ન સૂત્રગ્રંથોના પાઠના હવાલા આપીને, શ્રીમલધારી મહારાજની આશાતના ન થાય કે તેમના આશયને જરા પણ ઠેસ ન પહોંચે તે રીતે, સરસ સમન્વય સાધી આપ્યો છે. અનુવાદ આશરે ૭૦ વર્ષો અગાઉ થયેલો હોવાથી, તેની ભાષા તથા જોડણી જરા જૂનવાણી જણાય અને રજૂઆતમાં જરા વધુ પ્રસ્તાર જણાય તો તે સમજી શકાય તેવું છે. (આમ છતાં, જીવસમાસ પ્રકરણની મલધારીય વૃત્તિની સંશોધિત વાચનાનો ગ્રંથ પણ આ પ્રકાશનના જોડિયા પ્રકાશન રૂપે જ પ્રકાશિત થઈ રહ્યો છે. તેની સાથે આ અનુવાદને તજજ્ઞો સરખાવી જુએ તેવી અપેક્ષા છે.) તો આવા વિદ્વાન અને શ્રદ્ધાળુ શ્રાવક-પંડિતે આશરે છ-સાત દાયકા અગાઉ કરેલો આ અનુવાદ, અમદાવાદની શ્રીવિજયનેમિસૂરિજ્ઞાનશાળાના ભંડારમાં પ્રેસમેટરરૂપે સચવાઈ રહ્યો હતો. આજથી પચીસેક વર્ષ પૂર્વે, પૂજ્યપાદ પરમ દયાળુ સંઘનાયક આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના ચરણોમાં બેસીને જીવસમાસ પ્રકરણનું અધ્યયન કરવાનો લાભ મળ્યો, તેની પૂર્ણતા પછી તે પૂજ્યશ્રીએ આ પ્રેસમેટર ભંડારમાંથી કઢાવી એમ કહીને સોંપ્યું કે આનો ઉદ્ધાર કરવા જેવો છે. ઉત્સાહિત હૈયે તે મેટર જોઈ ગયો, તો એક-બે સ્થળે કોઈક ગાથાનું કે ટીકાંશનું ભાષાંતર અનાભોગવશ કરવું રહી ગયું હશે, તેની તે જ ક્ષણે પૂર્તિ ક૨વાનું સૌભાગ્ય મળ્યું. તે વખતે વિદ્યાર્થીકાળ હતો, એટલે પ્રકાશિત કરવાનો તો કોઈ જ અવસર મારા માટે ન હતો. પરંતુ તે ગાળામાં આ મેટર પૂ. આચાર્યશ્રી વિજયશુભંકરસૂરિજીના જોવામાં આવ્યું. તેઓ આ ગ્રંથના અને દ્રવ્યાનુયોગના પ્રખર પારંગત હતા, એટલે તેઓ તો આ જોતાં જ રાજીના રેડ થઈ ગયા અને તેમણે આના પ્રકાશન માટે નિશ્ચય કર્યો. પરંતુ તેઓ એક યા બીજા કા૨ણે આ કામ હાથ ૫૨ લઈ શક્યા નહિ અને બીજાં વીસ વર્ષ વહી ગયાં. મેં તો ગાંઠ વાળેલી કે કોઈ પણ હિસાબે, વહેલા મોડા, આ અનુવાદનું પ્રકાશન કરવું જ છે. દરમ્યાનમાં યોગાનુયોગ એવું બન્યું કે ખંભાતમાં સ્થિરતા હતી ત્યારે, ત્યાંના શ્રી શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડારમાં શ્રીમલધારીજી મહારાજે સ્વહસ્તે લખેલી મનાતી જીવસમાસ-વિવરણની તાડપત્રીય પોથી જોવામાં આવી. એટલે સહેજે જ મનમાં ભાવ ઊગ્યો કે મુદ્રિત પ્રતને આ તાડપત્ર પ્રતિ સાથે સરખાવી શુદ્ધ કરવી, અને પછી તેના આધારે અનુવાદને Jain Education International For Private Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 496