Book Title: Jivsamas Author(s): Amityashsuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 7
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ પ્રસ્તાવના વર્ષો પૂર્વે મુંબઈમાં પ્રસિદ્ધ સાક્ષરોની એક મીટીંગ મળેલી. એમાં વિચારણાને વિષય હતે. કયે ધર્મ વિશ્વધર્મ બની શકે ? તે. એક વિદ્વાને ઊભા થઈ પિતાનો અભિપ્રાય વક્ત કરતાં કહ્યું કે, “ખ્રિસ્તી ધર્મ જ વિશ્વધર્મ બનવા માટે યોગ્ય છે. કેમકે એણે સઘળાં માનનું ભલું ઇચ્છયું છે. બધા માણસની દયા કરવાની કહી છે.” એમના આ પ્રસ્તાવ પર બીજા વિદ્વાને ઊભા થઈ પિતાની રજુઆત કરી કે, “ખ્રીસ્તી ધર્મે તે માત્ર માનવની દયા કહી છે, જ્યારે વૈદિક ધર્મ તે એનાથી આગળ વધીને ગાયની પણ દયા ચિંતવી છે. તેથી એ જ વિશ્વધર્મ બનવાને લાયક છે.” એમની આ રજુઆત પર વળી એક ત્રીજા વિદ્વાને પિતાની વિચારધારાને પ્રકટ કરી કે “વૈદિક ધર્મ તે માત્ર ગાય સુધી જ પહે છે જ્યારે બીજા તાપસ વગેરે ધર્મો એનાથી પણ વધુ સૂક્ષમતાએ પહેચેલા છે. તેઓએ કીડી-મંકોડા વગેરે ક્ષુદ્ર જંતુઓની પણ દયા બતાવી છે. તેથી એ ધર્મ જ વિશ્વધર્મ બનવા માટેની પાત્રતા ધરાવે છે. ” જુદા જુદા વિદ્વાનની આ રીતે જીવદયાને પ્રધાન કરનારી વિચારણું સાંભળીને એક પ્રામાણિક વિદ્વાને કહ્યું કે, આ રીતે જીવદયાના બેઈઝ પર જ જે વિશ્વધર્મ બનવાની યેગ્યતા વિચારવાની હેય તે હું કહું છું કે જૈન ધર્મ જ વિશ્વધર્મ બનવાને સૌથી વધુ સુગ્ય અધિકારી છે.” કેમકે તેણે માત્ર કીડી-મંકડા સુધીના જીવેની જ નહિ, પણ વનસ્પતિ વગેરે એકેન્દ્રિય છની પણ સૂક્ષ્માતિસૂકમ દયા ચિંતવી છે, તે દયા કેમ પાળી શકાય? તેના ઉપાય દેખાડયાં છે, તેમજ તે દયાને જીવનમાં આચરી પણ બતાવી છે.” * હા, આ એક વાસ્તવિકતા છે કે જૈન ધર્મે વિશ્વને આનું સૂફમાતિસૂક્ષ્મ જ્ઞાન આપેલું છે. બધા જ જીવેની દયા બતાવી છે. જેમ સ્યાદ્વાઢ સિદ્ધાંત અને વિરતિધર્મ એ જૈન ધર્મની વિશ્વને વિશિષ્ટ દેન છે, તેમ જીવવિજ્ઞાન અને જયણાવિજ્ઞાન પણ તેની એક વિશિષ્ટ દેન છે. જેનશાસ્ત્રીએ જગને આપેલું આ જ્ઞાન એવું છે કે એના સિવાય ક્યારે ય કેઈ તેવું જ્ઞાન જગતને આપી શકતા નહિ. એનું કારણ એ છે કે, અતિશયિતજ્ઞાન વિના માત્ર તર્કોથી, કપનાઓથી કે પ્રયોગશાળામાં કરાતા પ્રાગાદિથી આ બાબતની સત્ય અને સચોટ જાણકારી મળી શકતી નથી. કેમકે વિજ્ઞાનશાળામાં થતા પ્રયાગાદિ, જાણકારી આપવામાં મર્યાદિત શક્તિવાળા હોય છે. તેના પરથી મળેલી જાણકારી અમુક મર્યાદા પૂરતી હોય છે. એ જાણકારી પરથી બાંધવામાં આવેલા સિદ્ધાંત તે મર્યાદાની બહાર કામ કરતા હતા નથી, જેમકે હેલમહોૐ લગભગ બધા વૈજ્ઞાનિકોને માન્ય એ બહુ મેટ વૈજ્ઞાનિક થઈ ગયો. તેણે પિતાના બધાં પ્રયોગો અને અનુભવે વગરે પરથી શક્તિસંરક્ષણને નિયમ બાંધી આપે. એ નિયમ એવું જણાવે છે કે, “આ વિશ્વમાં શકિતને જેટલું જ છે તેમાં ક્યારેય વધઘટ થતી નથી. કયારેય કેઈ નવી શકિત વિશ્વમાં પેદા થતી નથી કેPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 356