Book Title: Jivan Vikas Na Vis Sopan Author(s): Padmasagarsuri Publisher: Arunoday Foundation View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રસંગોચિત્ મોહનો ક્ષય તે કેવળજ્ઞાનનું કારણ છે. અર્થાત્ કેવળજ્ઞાન અને મોહનો ક્ષય તે મોક્ષનું બીજ છે. મોહ – ક્ષય બંનેના પ્રથમ અક્ષરના સંબંધથી મોક્ષ બને છે. મોક્ષ એવી અવસ્થા છે કે જ્યાં પહોંચીને સર્વ આત્માઓ સમાન થઈ જાય છે. તેમાં કોઈ ભેદભાવ, કોઈ પ્રકારની તરતમતા કે વિષમતા હોતી નથી. ત્યાં ગુરુ શિષ્યનો પણ સંબંધ હોતો નથી. કોઈ વંદન વિવેકની પણ આવશ્યકતા નથી. ત્યાં નાના મોટાનો કોઈ ભેદ નથી કે સ્વામી સેવકનો વ્યવહાર નથી. સર્વ, સર્વજ્ઞ અને સર્વદર્શી હોય છે. મોક્ષની અવસ્થામાં કોઈ દુઃખી નથી. ત્યાં જન્મ, જરા, મૃત્યુ કે રોગ- શોકનો ઉપદ્રવ નથી. તેં ઠાણ સાસયં વાસં જે સંપત્તા ન સોયન્તિ Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તરાધ્યયન ૨૩/૮૪ તે સ્થાન શાશ્વત નિવાસવાળું છે, તેને પ્રાપ્ત કરનારને કોઈ શોગ નથી. સંસારમાં પ્રાણી માત્ર દુઃખી છે અને તેથી તે સુખ ઇચ્છે છે. પ્રાપ્તવ્ય સુખ બે પ્રકારનાં છે. ક્ષણિક અને શાશ્વત. વિષય ભોગોનું સુખ ક્ષણિક હોય છે અને મોક્ષનું સુખ શાશ્વત હોય છે. અવિચ્છિન્ન સુખં યત્ર સ મોક્ષઃ પરિપથને જ્યાં નિરંતર સુખનો અનુભવ થાય છે તેને મોક્ષ કહે છે. વિવેકો મુક્તિ સાધનમ્ વિવેક જ મુક્તિનું સાધન છે. જાગૃતવિવેકથી સાચો ખ્યાલ આવે છે કે આત્માને મોક્ષની યાત્રા કેવી દૂર થઈ પડી છે. નાŻસણિસ્સ નાણું નાણેણ વિણા ન હોતિ ચરણગુણા અગુણિસ્સ નદ્ઘિ મોખ્ખો, નત્ચિ અમોક્ખસ્સુ નિવ્વાણું જેમાં સમ્યક્ત્વ-દર્શન નથી તેને જ્ઞાન કહેવામાં આવતું નથી. જ્ઞાન વગર સમ્યગ્ આચરણના ગુણ પ્રગટ થતા નથી અને તે ગુણો વગર વિષય-કષાયથી મુક્તિ મળતી નથી અને મુક્તિ વિના નિર્વાણ નથી, મોક્ષ નથી. આ પુસ્તકમાં અચૌર્ય, અનાસક્તિ આદિ ઓગણીસ શીર્ષકોમાં જીવન વિકાલનો પરિચય આપ્યો છે અને અંતિમ પ્રવચનમાં મોક્ષનું વિવેચન કર્યું છે. તો ચાલો જીવન વિકાસનાં વીસ સોપાન ચઢીએ. For Private And Personal Use Only આપનો સહ્યાત્રી પદ્મસાગરPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 154