Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 6
________________ ૨૦૦૧માં અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર અમેરિકાની પ્રતિનિધિ સભા [US House of Representatives]માં પ્રભુ મહાવીરની જન્મ જયંતી પ્રસંગે પ્રાર્થના કરી.. જૈન સમાજ, જૈનધર્મ માટે આ એક ગૌરવ અને ગરિમાની વાત બની. સાથે સાથે અમેરિકા, યુરોપ, આફ્રિકા, હોંગકોંગ, સિંગાપૉર, મલેશિયા, બેજીયમ, જાપાન વગેરે અનેક દેશોમાં ફરીને પ્રભુ મહાવીરના સિદ્ધાંતો અહિંસા, અપરિગ્રહ, અનેકાંતવાદનો પ્રસાર કર્યો. અને જૈનધર્મ સાચા અર્થમાં વિશ્વધર્મ બન્યો. અહિંસક જીવનપદ્ધતિ, શાકાહારના પ્રચાર માટે અનવરત પ્રયત્નશીલ રહ્યા. સવા લાખ જૈનો ઉપરાંત લાખો વિદેશી લોકો સંપૂર્ણપણે શાકાહાર અને વિજ્ઞાન તરફ વળ્યા. ૧૯૭૦માં વિદેશની ધરતી ઉપર ચિત્રભાનુજીએ પ્રગટાવેલી ધર્મપ્રચારની આ મશાલમાં ત્યાર બાદ ભારતના અનેક સંતો, ત્યાગીઓ, જ્ઞાનીઓએ તેલ પૂરીને એને પ્રજ્વલિત રાખી છે. જાણે કે એમણે ધર્મપ્રચાર માટેનાં દ્વાર ઉઘાડ્યાં. આ બધા આયામો એમના પ્રભાવશાળી વ્યક્તિત્વના, એમની અન્તર્યાત્રાની વિકાસયાત્રાનાં પરિણામ છે. જીવનના આ તમામ પડાવોને વટાવતા એઓ શબ્દો અને ભાષાના સફળ વાહક બન્યા છે. ઘણુંબધું બોલ્યા... ઘણુંબધું લખ્યું... વખતોવખત પુસ્તકરૂપે, સામયિકોમાં, છાપાંઓમાં, મેગેઝિનોમાં બધું છપાતું રહ્યું. એઓ લોકોને પ્રેરણા માટે તીર્થસમાન બની ગયા. એમનું સાહિત્ય પ્રેરણાની ગંગોત્રી બની ગયું ! લગભગ ૧૯૮૦ સુધીની સાલનું એમનું સમગ્ર ગુજરાતી સાહિત્ય હવે સંપુટરૂપે - ૪ પુસ્તકો રૂપે ગ્રંથસ્થ થયું છે. નવભારત સાહિત્ય મંદિરવાળા શ્રી ધનજીભાઈ તથા એમના પરિવારના અત્યંત આગ્રહ... વિનંતી અને સતત પ્રયાસોના પરિપાકરૂપે આ સાહિત્યસંપુટ ૧૪૦૦થી વધારે પાનાંઓમાં પથરાઈને ઉપલબ્ધ બને છે. આ સમગ્ર સાહિત્ય માનવજાત માટેની એમની કરુણા.. એમનો પ્રેમ.. કલ્યાણ-કામના... તથા જીવન પ્રત્યેનો સમાદર છલકાઈ આવે છે. જોકે ૧૯૮૦ પછીનાં પ્રવચનો, ચિંતન આલેખન વગેરેની તો આપણે હજી પણ તીક્ષા કરવી રહી. નિશ્ચિતપણે એમના વિચારો વાચકને ઝકઝોરશે. સાચી દિશા ચીંધશે. માર્ગની શોધમાં નીકળેલા સાધકો માટે દીવાદાંડીની ગરજ સારશે. (M, A., M. Phill., D. H. E.) પ્રો. રમેશ એચ. ભોજક Wilson College MVM 7. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 314