Book Title: Jivan Mangalya Author(s): Chitrabhanu Publisher: Navbharat Sahitya Mandir AhmedabadPage 19
________________ તો કહેશે : “બરાબર, એણે ખરી કમાણી કરી છે !” આ સાધનો ગયાં તો માણસ આખો જ ગયો. માણસ પોતે જાણે કંઈ જ નથી. આજે મનમાં દાસત્વ આવ્યું છે. આજ સુધી માણસને આધીન સાધન હતાં; હવે માણસ સાધનોને આધીન થયો છે. ઘોડા ઉપર માણસ હતો તેને બદલે માણસ ઉપર ઘોડો હોય એના જેવી આજે દશા છે. જગતની એવી પરિસ્થિતિ છે. એટલે ખરી રીતે જોશો તો જણાશે કે માણસ આજે સાધનો નીચે દબાયેલો છે; જે સ્વામી હતો તે આજે અનુચર બન્યો છે. આ અનુચર કદાચ બહારની દૃષ્ટિએ નહિ દેખાય, પણ માનસિક દૃષ્ટિએ અનુભવી શકશો. આ રીતે માણસનું મન દાસત્વ અનુભવે છે, અને તે ચેતનનું નહિ પણ જડ સાધનોનું. દાખલા તરીકે, તમે ગાડી વસાવી. તમે ગાડીમાં બેઠા. એ તમારું સાધન થયું. એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવામાં એ મદદ કરે છે. ધારો કે ગાડીમાં બેસીને તમે સભામાં પ્રવચન સાંભળવા આવો છો, અગર તમે જ જંગલમાં ધ્યાન ધરવા જાઓ છો, કે ક્યાંક સ્વાધ્યાય કરવા જાઓ છો, પણ માનો કે કોઈ દિવસ તમારી ગાડી બગડી ગઈ; તો તમે શું કરો છો ? કહેશો કે આજે હવે વ્યાખ્યાનમાં નથી જવું, કારણ કે આજે ગાડી બગડેલી છે. હું કહું છું કે ભાઈ, ગાડી બગડી ગઈ છે, પણ તું એથી કેમ ચાલતો બંધ થઈ ગયો ? આ થઈ જડ સાધનની ચેતના ઉપરની અસર. ઘણા કહે છે : “હવે અમારાથી ચલાય નહિ. અમે તો જરાય ન ચાલીએ. ગાડી વિના બહાર જવાવાળા એ આપણે નહિ.” પછી એ ધ્યાન, વ્યાખ્યાન જે કંઈ કરતા હોય તે બાજુમાં રહે. ગાડી જ્યારે પાછી આવે, ત્યારે પ્રવૃત્તિ ચાલુ થાય; ત્યાં સુધી બધું બંધ. એટલે માણસ કંઈ નથી, ગાડી મુખ્ય છે. માણસની મનોભૂમિકા ઉપર, માણસની માનસિક સ્થિતિ ઉપર સાધનની આ કેવી રીતે ઘેરી અસર છે ! જો માણસ એમ માનતો હોય કે એ સ્વાધીન છે તો તે બરોબર નથી ? એ તો સાધનનો અનુચર છે. આ અનુચરપણું પણ ધીમે ધીમે એના લોહીમાં એટલું બધું ઊતરતું જાય છે કે બાપ એનો વારસો દીકરાને દેતો જાય, ને દીકરો એના દીકરાને દેતો જાય. એમ કરતાં કદાચ એક દિવસ એવો પણ આવે કે, માણસને થાય કે બધું જ કામ સાધનો દ્વારા થાય છે. તો પછી માણસની કિસ્મત શી ? ગાય, ભેંશ અને બકરી દૂધ આપે ત્યાં સુધી કામનાં, પછી એ કતલખાને જાય. માણસની સેવા કરનારને છેલ્લે આમ કપાઈ મરવું પડે છે ! આ રીતે ૧૦ ક જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 314