Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 5
________________ દીક્ષા ગ્રહણ કર્યા બાદ એમણે તપ-ત્યાગ-સ્વાધ્યાય-ધ્યાનની સાથે સાથે સ્વપર કલ્યાણની પ્રવૃત્તિઓનો યજ્ઞ માંડ્યો ! પ્રવચનો, વાર્તાલાપ, સંબોધન, માર્ગદર્શન, ધ્યાનના પ્રયોગો, ધાર્મિક અને સામાજિક સંસ્કારીકરણના પ્રયોગો, જેલના કેદીઓને ઉદ્ધોધન, શિક્ષણ સંસ્થાનોમાં યુવાઓને સંબોધન, જૈન જૈનેતર પર્વોના પ્રસંગોએ હજારો.... લાખોની મેદનીને પ્રેરણા આપતાં પ્રવચનો, આ ઉપરાંત માનવરાહતનાં કાર્યો.. વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓનો એમાં સમાવેશ હતો. દેશના જ નહીં... દૂર દૂર પ્રદેશ અને વિદેશના જિજ્ઞાસુઓ પણ એમના સત્સંગ માટે ઉત્સુક રહેતા. સાધકો સાથેની સંગોષ્ઠિ અને શાસકો સાથે પણ અવારનવાર સંવાદ સર્જીને એમણે ઘણાં સત્કાર્યો કરાવ્યાં. કતલખાના બંધ કરાવવા જેવી પાયાની જીવદયાની આલબેલ પણ એમણે પોકારી છે. ૧૯૭૦માં સહુ પ્રથમ વખત એમણે જીનીવા ખાતે આયોજિત દ્વિતીય આધ્યાત્મિક શિખર પરિષદમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો... અને એ વિદેશ પ્રવાસની સાથે જ જબરદસ્ત પરિવર્તન એમના જીવનમાં આવ્યું... સંપ્રદાયમાં સંગોપાઈને રહેલા ચિત્રભાનુ હવે સંપ્રદાનની ભૂમિકાએ પહોંચીને વિશ્વના ખૂણે ખૂણે પ્રભુ મહાવીરની વાણીને પહોંચાડવાનો ભેખ આદરી લે છે ! આવા વખતે અપ્રતિમ વિરોધ, અસહકાર અને અપમાનના પ્રસંગો ઊભા થયા... પણ સાથે સાથે ઘનશ્યામદાસ બિરલા... બસંતકુમાર બિરલા અને એવા અનેક મહાનુભાવો એમના પડખે અડીખમ ઊભા રહ્યા. ગંગાનાં ગુણગાન કરવાં... એનું પૂજનઅર્ચન કરવું એ અલગ વાત છે અને એ ગંગાને ધરતી પર લાવીને સામાન્ય જન સુધી પહોંચાડવી એ ભગીરથ કાર્ય છે ! ચિત્રભાનુજીની બહુમુખી પ્રતિભાને દેશ-પ્રદેશના સીમાડાથી પેલેપાર વિદેશની ધરતી પર ફેલાવવામાં અનેક જ્ઞાત-અજ્ઞાત લોકોએ તર્પણ કર્યું. ૧૯૭૦માં જીનીવા ખાતે બીજી આધ્યાત્મિક શિખર પરિષદ [2nd Spirtual Summit Conference] 1971માં હાર્વર્ડ-અમેરિકા ખાતે ત્રીજી આધ્યાત્મિક શિખર પરિષદ, ૧૯૭૩માં ન્યૂયોર્ક-અમેરિકાના યુનાઇટેડ નેશન્સના ખંડમાં UN Chapelમાં પ્રથમવાર મહાવીર જયંતીની ઉજવણી. ૧૯૭૯માં અમેરિકામાં જૈન સેન્ટરની સ્થાપના.. અમેરિકામાં રહેતા.. ભણતા... કાર્ય કરતા જૈન યુવકોને જગાડ્યા.. જેનધર્મ પ્રત્યે અભિમુખ કર્યા. અને જૈનધર્મની પ્રવૃત્તિઓ માટે ૪ જૈન સેન્ટરોની સ્થાપના કરી. - ૧૯૮૦માં જૈના -- JAINAની સ્થાપના કરીને અમેરિકાના જૈનોને એક તાંતણે બાંધ્યા. (૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 314