Book Title: Jivan Mangalya Author(s): Chitrabhanu Publisher: Navbharat Sahitya Mandir AhmedabadPage 13
________________ વિષયમાં નિષ્ણાત છે. એમ. બી. બી. એસ.ની ડિગ્રી ધરાવનાર હોય તો આપણે સમજી શકીએ છીએ કે તે શરીરશાસ્ત્રનો નિષ્ણાત છે. તે જ રીતે સી. એ.ની ડિગ્રી ધરાવનારને તે હિસાબ અને નામાખાતાનો નિષ્ણાત છે એમ આપણી સમજમાં આવી જાય છે. ધાર્મિક શિક્ષણની બાબતમાં અભ્યાસની કોઈ આવી ડિગ્રી હોતી નથી, અને તેના શિક્ષકોની પસંદગીમાં પણ ખાસ ધોરણ જેવું હોતું નથી. આજનો યુગ ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણનો સમન્વય કરવાનો યુગ છે. થોડા વખત પહેલાં શિસ્તપાલન વિષે આપણા દેશના વિદ્યાર્થીઓમાં વધતી જતી બેદરકારી અને વણસતી પરિસ્થિતિ અંગે તપાસ કરવા માટે સરકારે એક મિશન નીમ્યું હતું અને તેમાં આપણા રાષ્ટ્રપતિ અને મુંબઈના માજી ગવર્નર શ્રીપ્રકાશ જેવા વિદ્વાન સભ્યો હતા. તેમણે સંશોધન કરી જે રિપોર્ટ તૈયાર કર્યો તેમાં મુખ્ય વાત એ હતી કે કૉલેજના વિદ્યાર્થીઓને વ્યાવહારિક શિક્ષણની સાથોસાથ આધ્યાત્મિક શિક્ષણ પણ આપવું જરૂ૨નું છે. આમ થતાં વિધાર્થીજગતમાં આજે જે અવ્યવસ્થા અને શિસ્તપાલનનો અભાવ જોવામાં આવે છે, તે દૂર થશે. આમ આધ્યાત્મિક શિક્ષણની અગત્ય રાષ્ટ્રપતિએ પણ સ્વીકારી છે. પાઠશાળાઓમાં છોકરાઓને ધાર્મિક સૂત્રો શિખવાડવામાં આવે છે, અને તેથી બાળકોને જરૂરી ધાર્મિક શિક્ષણ મળી રહે છે, એમ સંતોષ માની લઈએ તે બરોબર નથી. હાઈસ્કૂલોનાં આગલાં ધોરણોમાં અભ્યાસ કરતા તેમ જ કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ બાબતમાં સંતોષ આપી શકે તેવા શિક્ષકોની આપણે ત્યાં ખોટ છે, અને આ ઊણપના કારણે જ બાળકો ધાર્મિક અભ્યાસમાં રસ લઈ શકતાં નથી, કારણ કે એવા અભ્યાસથી તેમની ભૂખ સંતોષાતી નથી. મોટી ઉંમરનાં બાળકોને જ્યારે પાઠશાળામાં જવાનું કહેવામાં આવે છે ત્યારે તેઓ વ્યાવહારિક શિક્ષણના બોજાની વાત રજૂ કરે છે, અને એવે વખતે આપણે બાળકોની વાત સાથે સંમત થઈ જઈએ છીએ. વાસ્તવિક પરિસ્થિતિ તો એ છે કે આજનાં માબાપોને તેમના ધમાલિયા જીવનના કારણે, બાળકોને પાઠશાળામાં જવાનું કેમ ગમતું નથી, તેમ જ ધાર્મિક અભ્યાસમાં તેમને કેમ રસ પડતો નથી, તેનાં કારણોમાં ઊંડાં ઊતરવાની ફુરસદ જ નથી, અને તેથી તો પરિસ્થિતિ સુધરવાને બદલે વણસતી જવાની છે. આ માટે મારી પાસે અનેક વિદ્યાર્થીઓ ચર્ચા અર્થે આવે છે, અને તે પરથી મને લાગે છે કે આજના વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક શિક્ષણની ભૂખ તો છે જ, પરંતુ વર્તમાન ધાર્મિક શિક્ષણની પદ્ધતિ અને અવ્યવસ્થાના કા૨ણે Jain Education International ૪ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 314