Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 01
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 3
________________ પ્રાકથને અનન્ત ઉપકારી શ્રી જિનેશ્વરદેવેએ આ સ સારને અનેક ઉપમાઓથી ઉપમિત કરીને એની દુઃખમયતા, દુ:ખફલકતા અને દુઃખાનુબન્ધિતા વર્ણવી છે. આ સંસારને એ ઉપકારિઓએ અગ્નિની. કસાઈખાનાની, રાક્ષસની, અટવીની, કેદખાનાની, શમશાનની, વિષવૃક્ષની અને ગ્રીષ્મઋતુની ઉપમા આપીને એની ભયંકરતાને વર્ણવી છે, તેમજ સાગર આદિના ઉપમાથી પણ એની ભયાનક્તા વર્ણવી છે. આમ અનેક ઉપમાથી ભયંકર તરીકે ઓળખાતા આ સંસારનું અસ્તિત્વ અનાદિકાલીન અને અનન્તકાલીન છે. અનન્તાનઃ જીવે આ સંસારમાં અનાદિકાલથી પરિભ્રમણ કરી રહ્યા છે. સુખના અથી એવા પણ જીવે આ સંસારમાં કેવી કેવી રીતિએ રીબાઈ રહ્યા છે, એ વાત આપણા અનુભવથી બહાર નથી. જીવે આ દુઃખમય સંસારમાં અનાદિ નિગદ નામના સ્થાનમાં અનન્ત પુદગલ પરાવર્તે, એક અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા શરીરમાં અનન્તની સાથે રહીને પસાર કર્યા છે. ત્યાંથી ભવિતવ્યતાના યોગે બહાર નીકળેલ જીવે બાદરનિગોદમાં, પૃથ્વીકાયાદિ સ્થાવરપણામાં, વિકલૈંદ્રિયપણામાં, પંચેદ્રિયપણામાં અને એમાં પણ નરકાદિક ગતિઓમાં પ્રરિભ્રમણ કરતાં પારાવાર દુઃખ અનુભવ્યાં છે. આવા દુ:ખમય. દુ:ખફલક અને દુઃખાનુબન્ધી સંસારથી પાર પામવાને સારો ઉપાય એક શ્રી જિનભક્તિ શિવાય બીજો નથી. પાંચ પરમેષ્ટિમાં પણ પ્રથમપદે આવતા શ્રી તીર્થકરપરમાત્માઓ સિવાય અન્ય કઈ આ સંસારથી પાર પામવાને માર્ગ બતાવનાર નથી અને દીકરા મામાઓ આ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 426