________________
ભલસાણ નામના ગામમાં ઉપાશ્રયની મુશ્કેલી હતી, તેથી ત્યાં પણ ગં. સ્વ. હેમકે રખેને નીચેને ઉપાશ્રય કરાવી ત્યાંના સંઘને અર્પણ કર્યો.
વડાલા ગામે શ્રી જિનમન્દિરના જિર્ણોદ્ધારમાં રૂા. ૨૦૦૦ આપવા ઉપરાન્ત, આવા બીજા પણ ધર્મક્ષેત્રોમાં તેમણે આશરે દેઢ લાખ રૂપીઆને સદ્વ્યય કર્યો. આ સ્તવનાવલિ માટે પણ ગં. સ્વ. હેમરબેને રૂા. ૨૦૦૦ આપ્યા હતા. આ સિવાય સમ્યમ્ જ્ઞાનના પ્રચારમાં પણ યથાશક્તિ લક્ષ્મીને સવ્યય કર્યો હતો.
આ પછી, વિ. સં. ૨૦૦૩ ના છે. શું. ૧૦ ના શુભ દિને પૂ. શ્રી સંઘસ્થવિર, શાન્તતાપમૂર્તિ, આરાધ્ધપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે, ગં. સ્વ. હેમકેરબેને ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. તેમનું નામ સાધ્વી શ્રી મણિપ્રભાશ્રીજી રાખીને, તેમને સાધ્વીજી શ્રી સુમંગલાશ્રીજીનાં શિષ્યા તરીકે જાહેર કરવામાં આવ્યાં.
ગં. સ્વ. હેમકેરબેનને દીક્ષા લેવાની હોવાથી, તેમના તરફથી જામનગરમાં અઠ્ઠાઈ મહેત્સવ ઉજવાયો હતો. તેમણે અમદાવાદ આવ્યા બાદ પણ શ્રી વિદ્યાશાળામાં અને પાંજરાપોળમાં પૂજા ભણાવરાવી હતી. તેમની દીક્ષા બાદ, અગાઉથી કરેલ વ્યવસ્થા મુજબ તેમના તરફથી પ્રભાવના પણ થઈ હતી.
આ ટૂંક પરિચયથી પણ અનેકેને પ્રેરણા મળશે, એ ઈચ્છાથી તેમજ આ પુસ્તક અંગે તેમણે કરેલ સહાયની યાદગીરી નિમિત્તે અત્રે આપવામાં આવે છે.
: પ્રકાશક :