________________
સ્તવનો ઉપલબ્ધ નહિ થવાથી પ્રકાશિત કરવામાં આવ્યા નથી. ચોવીસીના કર્તા કવિ શ્રી જશવિજયજી મહારાજાએ કલશમાં
વીસીના સર્જનને કાળ “સંજમ ભેદે સંવત જાણું, પ્રવચન આંકજ જાણીએ; ધરમ ભેદે જુગતે જેડી, વરસ (૧૭૮૪) સંખ્યા વખાણીએ.” આ પદ્ય દ્વારા સં. ૧૭૮૪ ને સમય જ્ઞાપિત કર્યો છે તેઓ તપગચ્છમાં તિલક સમાન પંન્યાસ પ્રવર શ્રી સત્યવિજયજી મહારાજાના શિષ્ય હતા. આ કવિનું પદ્ય સુંદર ભાવવાહી છે અને ગાતાં મનરંજન કરે તેવું છે.
ચોથી વીસી મુનિવર શ્રી રતનવિજયજી મહારાજની મૂકવામાં આવી છે. તેઓએ આ ચાવીસીની રચના સુરતમાં ચાતુર્માસ રહ્યા હતા ત્યારે કરી છે. આ કવિ અઢારમી સદીમાં થયા છે. તેઓશ્રી મુનિ પુંગવ શ્રી ઉત્તમવિજયજી મહારાજાના શિષ્ય છે. આ કવિએ પિતાની પૂર્વજ પરંપરા તે ચોવીસ જિનનાં પ્રત્યેક સ્તવનો રચ્યા બાદ ચોવીસે જિનની સમુહાત્મક સ્તવન કરતાં જણાવી છે.
આ પછી પાંચમી ચાવીસી શ્રી જિનહર્ષકૃત મૂકવામાં આવી છે. આ સ્તવને પ્રાય: ત્રણ ત્રણ ગાથાનાં છે. રાત્રિના ભાવના વિગેરેમાં વધુ ઉપયોગી બને તેમ હોવાથી પ્રસિદ્ધ હેવા છતાં પણ આમાં દાખલ કરેલ છે.
આ રીતે પાંચ વીસીમાં શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહનો પ્રથમ વિભાગ પૂર્ણ કર્યો છે.
આ પછી બીજા વિભાગમાં પ્રકીર્ણ સ્તવનોનો સંગ્રહ આપવામાં આવ્યા છે. અત્યંત ભાવવાહી અને ગાયકને સંવેગરંગમાં ઝીલાવવાના કારણરૂપ હોવાથી કવચિત્ કવચિત્ પ્રસિદ્ધ સ્તવનેને પણ આ વિભાગમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ વિભાગમાં