________________
કોધમૂર્તિને ક્ષમાવતાર કહે છે. આવી સ્તવનાઓ તત્કાલ અને પરંપરાએ પણ સ્તવના કરનારને હાનિ જ કરે છે.
સ્તવના માટે સ્તવવા ગ્યની ખોજ પહેલી જરૂરી છે. જેનામાં કોઈપણ પ્રકારના દોષને લેશ ન હોય અને જેનામાં કોઈજ ગુણની ખામી ન હોય, એની સ્તવના અને એને એના જેવા બનવાને માટે સ્તવનારાઓની સ્તવના, એ સિવાય કઈ જ સ્તવના કરવા લાયક નથી એજ કારણસર, સ્તવનાદિને અન્ય કઈ પ્રયત્ન નહિ કરતાં શ્રી જિનેન્દ્રસ્તવનાદિ કાવ્યસંદેહને વિષે પ્રયત્ન કર્યો છે.
આ સ્તવના વસ્તુતઃ આત્માને પોતાને માટે જ છે. જેની સ્તવના કરાય છે તે તે રાજી કે નારાજ થાય તેવા નથી. એટલે આ સ્તવનાનું ફલ આપણે આપણા મનભાવના આધારે જ મેળવવાનું રહે છે. મહાપુરૂષોએ પોતાનો મનોભાવ પદ્યમાં મૂળે, આપણે એ જે ને આપણને રૂચે, એટલે આપણે એને આપણે બનાવી લીધો. એમાંજ આપણી સિદ્ધિ છે. આ સંપાદનનો એ આશય સ્વપરને માટે સફલ નિવડે એવી અભિલાષા સાથે વિરમું છું.
વિ. સં. ૨૦૦૪ માન સર સુદ ૧૧ શ્રી જામનગર
ચારિત્રવિ જ ય.