SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કોધમૂર્તિને ક્ષમાવતાર કહે છે. આવી સ્તવનાઓ તત્કાલ અને પરંપરાએ પણ સ્તવના કરનારને હાનિ જ કરે છે. સ્તવના માટે સ્તવવા ગ્યની ખોજ પહેલી જરૂરી છે. જેનામાં કોઈપણ પ્રકારના દોષને લેશ ન હોય અને જેનામાં કોઈજ ગુણની ખામી ન હોય, એની સ્તવના અને એને એના જેવા બનવાને માટે સ્તવનારાઓની સ્તવના, એ સિવાય કઈ જ સ્તવના કરવા લાયક નથી એજ કારણસર, સ્તવનાદિને અન્ય કઈ પ્રયત્ન નહિ કરતાં શ્રી જિનેન્દ્રસ્તવનાદિ કાવ્યસંદેહને વિષે પ્રયત્ન કર્યો છે. આ સ્તવના વસ્તુતઃ આત્માને પોતાને માટે જ છે. જેની સ્તવના કરાય છે તે તે રાજી કે નારાજ થાય તેવા નથી. એટલે આ સ્તવનાનું ફલ આપણે આપણા મનભાવના આધારે જ મેળવવાનું રહે છે. મહાપુરૂષોએ પોતાનો મનોભાવ પદ્યમાં મૂળે, આપણે એ જે ને આપણને રૂચે, એટલે આપણે એને આપણે બનાવી લીધો. એમાંજ આપણી સિદ્ધિ છે. આ સંપાદનનો એ આશય સ્વપરને માટે સફલ નિવડે એવી અભિલાષા સાથે વિરમું છું. વિ. સં. ૨૦૦૪ માન સર સુદ ૧૧ શ્રી જામનગર ચારિત્રવિ જ ય.
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy