________________
વિખૂટી કૃતિઓને આ રીતે સંકલિત કરવા દ્વારા કૃતિઓનો નાશ અટકાવવા પૂર્વક સર્વગ્ય બનાવવી, એ પણ આત્મકલ્યાણના અથી માટે મહત્ શાસન સેવા છે.
આ આખાએ સંગ્રહને એકત્રિત કરી આપનાર મુનિરાજ શ્રી માનતુંગવિજયજી છે. તેમને પ્રાચીન કાવ્યસાહિત્ય ઘણા પ્રમાણમાં કંઠસ્થ છે. એમના દ્વારા કરાતા સ્વાધ્યાય સંવેગસમદ્રમાં શ્રોતાને ઝીલાવે તેમ છે. એમની આવા પ્રકારના અપ્રસિદ્ધ સાહિત્યની ખોજ કરવાની પ્રવૃત્તિ કાયમી છે. આ ગ્રન્થનું સંપાદન એમની એ પ્રવૃત્તિને જ આભારી છે.
ઉપર્યુકત સંગ્રહના સંપાદનમાં, પૂ પરમ ઉપકારી ગુરૂદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને અપૂર્વ સાથ છે. તેઓશ્રીની સંપૂર્ણ કૃપાથી જ આ સંકલન કરવા માટે હું મંદમેધા સમર્થ બની શક્યો છું.
આ સંકલનમાં મારા પ્રમાદ આદિ કારણોથી જે કાંઈ ત્રુટિઓ રહી જવા પામી હોય તેને માટે હું જ જવાબદાર છું. અણસમજણના કારણે, પ્રાચીન સ્તવનાદિની મૂળ નકલેની અપ્રાપ્તિના કારણે અને દષ્ટિદેષાદિના કારણે આ સંગ્રહમાં જે કાંઈ અશુદ્ધિ આદિ રહી જવા પામેલી હોય તે અવશ્ય સુજ્ઞપરૂ હારા ઉપર ઉપકાર કરી જણાવશે તે આ પુસ્તક ફરીથી પ્રગટ થવાનું હશે તે તે વખતે તે ભૂલોને સુધારી લેવાને પ્રયત્ન પણ કરી શકીશ.
જગતમાં સ્તવના એ કોઈ નવીન વસ્તુ નથી. દુન્યવી સ્વાર્થના હેતુથી જગતમાં સુમાર વિનાની સ્તવનાઓ થાય છે. પિતાના હેતુને પાર પાડવાને માટે કે ફપણને દાનવીર અને