________________
ગ્રેવીસે જિનનાં, વિહરમાન જિનનાં અને તીથાદિનાં અપ્રસિદ્ધ સ્તવને જેટલાં પ્રાપ્ત થયાં એટલાં સઘળાં મૂકવામાં આવ્યાં છે. શ્રી રાષભદેવ જિનનું તેર ભવ વર્ણન સ્તવન છ ઢાળનું, પાંચ ઢાળનું આલેયણ વિચાર ગર્ભિત શ્રી આદિ જિન સ્તવન, શ્રી રંગવિજયજી કૃત શ્રી મહાવીર જિન સત્તાવીસ ભવનું સાત ઢાળનું સ્તવન, શ્રી લાવણ્યસમયજી કૃત શ્રી સીમંધર જિન વિનતિ પચાસ ગાથાની, કવિશ્રી કમલવિજયજી કૃત સાત ઢાળની
શ્રી સીમંધર જિનની પત્રરૂપે વિનતિ,શ્રી શુભવિજયજી મહારાજના શિષ્ય શ્રી વીરવિજયજી મહારાજાએ બનાવેલ બાવીસ ઢાળને શ્રી નેમનાથ ભગવાનને વિવાહ અને તેઓશ્રીનું કરેલ શ્રી મહાવીરસ્વામી જિન પંચ કલ્યાણક સ્તવન છ ઢાળનું, આ વિગેરે બીજા વિભાગમાં આપવામાં આવેલ છે. શ્રી શુભવીર જૈન સમાજમાં સુપ્રસિદ્ધ છે. એમનું પદ્યાત્મક સાહિત્ય જૈન સમાજમાં ઘણું જ આવકાર પામ્યું છે. ચોસઠ પ્રકારી આદિ પૂજાઓમાં એમની વિદ્વત્તા દેખાયા વગર રહેતી નથી. તેઓશ્રીમાં શ્રી જિનશાસનની શ્રદ્ધા કેઈ અપૂર્વ કેટિની દેખાય છે. આ વિભાગમાં એમને મેર્ટો હિસ્સો છે. આ રીતે બીજે વિભાગ પૂર્ણ થયેલ છે.
ત્રીજા વિભાગમાં શ્રી ચત્યવન્દને અને સ્તુતિઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે અને ચતુર્થ વિભાગમાં સ્વાધ્યાય (સક્ઝાય) વિભાગ રાખવામાં આવ્યો છે. આમાં પૂર્વ મહર્ષિઓના ગુણોથી ભરેલા સ્વાધ્યાય, વિષયેની વિષમતા, કષાયની કટુતા, અને ઈન્દ્રિઓની અસારતાદિને વર્ણવતા સ્વાધ્યાય આપવામાં આવ્યાં છે.
આ રીતે એક અપૂર્વ ગ્રન્થને સંકલિત કરવાનું સદ્ભાગ્ય સાંપડયું છે. આ એક મહાન નિર્જરાનું કાર્ય છે. પૂર્ણ કરે