Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai

View full book text
Previous | Next

Page 4
________________ –રત્નાવણી હાર-નવકાર(રાગ : વેણું મારી વેણીના ચાર ચાર ફૂલ) રૂડો મારો રૂડો રત્નાવીહાર, પેર્યો મેં પારખી સુશોભીત સાર. રૂડો મારો ..ટેક રંગીત રત્ન રૂડા, પાંચ પાંચ શોભતા, કૃતાકાશે દિનકાર, શોધીને કૃતધરે, મુકેલા મોખરે ગુંથીને નવપદ હાર .રૂડો-૧ દેખી દેદિપ્ય દિલે, પેર્યો મેં પ્રીતથી, સુવિધિ-દાખી સત્કાર, દષ્ટિના દોષ ગયાં, અંધારા ઉરના, દેખાયા દિવ્ય દેદાર. ..રૂડો-ર પિલાની શ્વેત પ્રભા, નિર્મળતા નીતરે, અંતર ગેહે અપાર, બીજાની લાલ શુતિ, કેપેલી આંખડી, વ્યાપે શક્તિને વિસ્તાર ....રૂડે-૩ ત્રીજાનું તેજ જાણે, સોનેરી ચાંદની, છોટે શાંતિના સંસ્કાર, ચોથાની છાંય લીલી, વિશ્રાતિ સ્થાન છે, સુંદર વૃક્ષ સહકાર રૂડો-૪ કાળો છે રંગ છતાં, કાપે કાળાશને, અંતીમ રન ઉપચાર પૃથ્વીના પંક હરે, વરસીને ધારથી, છાયેલો મેઘ અંબાર રૂડો-૫ અડસઠ અક્ષરોની, શ્રત સંદુકનું, નિર્મળ નામ નવકાર, મનની મલીનતા ને તનના સંતાપ સહુ, દુરિત દુઃખ હરનાર રૂડો-૬ રત્નો છે પાંચ અને ખ્યાતિના લેખના, સુંદર ચગદા છે ચાર, રત્નની કીર્ણ પ્રભા, શેભે સહામણી, એકસે આઠ પ્રકાર રૂડે-૭ સંભાળું જાગતા ને, સંભાળું ઊંઘતાં. સંભાર સાંજ સવાર, બાળે છે પાપ બધા, માંગલિક મુખ્ય છે, સવાઈ સર્વમાં સાર ...રૂડે-૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 298