Book Title: Jayshekharsuri krut Tribhuvan Dipak Prabandh Author(s): Mokshgunashreeji Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf View full book textPage 3
________________ શકાય છે કે તેમણે પ્રથમ પ્રબોધચિંતામણિની રચના કરી હશે અને ત્યાર પછી ત્રિભુવનદીપક પ્રબંધ ની રચના કરી હશે. પ્રબોધચિંતામણિ ની રચના વિ.સં. ૧૪૬૨ માં ખંભાતનગરમાં કરેલી છે. એટલે ત્રિભુવનદીપક પ્રબોધની રચના ત્યારપછીના તરતના કાળમાં થઇ હશે એમ માનવામાં આવે છે.એમની આ બન્ને કૃતિઓને બાહ્ય દ્દષ્ટિએ તપાસતાં એટલું તરત દેખાય છે કે પ્રબોધચિંતામણિ સાત અધિકારની અંદર લખાયેલી સુદીર્ધ કૃતિ છે. જયારે ત્રિભુવનદીપક પ્રબંધ ૪૩૨ જેટલી કડીમાં લખાયેલી, પ્રબોધચિંતામણિ કરતાં નાની કૃતિ છે. કવિને એક જ વિષયની બે કૃતિઓની રચના કરવાની શી જરૂર પડી ?- એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. એ વિશે પણ કોઇ સ્પષ્ટ નિર્દેશ એ બેમાંથી કોઇ પણ કૃતિમાં થયો નથી, પરંતુ એમ માનવામાં આવે છે કે સંસ્કૃત ભાષામાં લખેલી પ્રબોધચિંતામણિ નામની કૃતિ વિદ્વન્દ્વનોમાં અને સંસ્કૃતના જાણકાર લોકોમાં, એની સુંદર રૂપકગ્રંથિ ને કારણે એટલી લોકપ્રિય થઇ ગઇ હશે કે સામાન્ય જનોની ઇચ્છાને સંતોષવા માટે કવિએ ગુજરાતીમાં આ કૃતિની રચના કરી હશે. કવિ જયશેખરસૂરિએ પ્રબોધચિંતામણિ ની રચના પછી ત્રિભુવનદીપક પ્રબંઘ ની રચના કરી છે. અન્ય સંદર્ભો જોતાં સ્પષ્ટ જણાય છે. તેમ છતાં એ નોંધવું જોઇએ કે ત્રિભુવનદીપક પ્રબંધ માં કયાંય પ્રબેધચિંતામણિ નો નિર્દેશ જયશેખરસૂરિએ કર્યો નથી. શ્રીજયશેખરસૂરિએ ત્રિભુવનદીપક પ્રબંધની રચના કરતી વખતે પોતાની પ્રબોધચિંતામણિ કૃતિને સતત નજર સામે રાખી હશે અથવા પોતાનું જ સર્જન હોવાને કારણે સહજ રીતે પોતાની નજર સામે તે રહી હશે. એમ એ બન્ને કૃતિઓની અનેક પંકિતઓ સરખાવતાં જણાય છે. નીચેની પંકિતઓ સરખાવવાથી આ વાતની તરત પ્રતીતિ થશે. સરખાવો :* मानसे निर्मलऽस्ताधे विमुक्तविषयान्तर: । हंसत् कुरुते केलं तत् क्व यातु सरस्वती ? ॥ ११-१॥ चर्व्यमाणा भृशं सर्वे रसा वैरस्यमाप्नुयुः । शान्तस्तु सेवितोऽत्यन्तं मोक्षावधि सुखप्रदः || २४-१॥ आत्मज्ञानजुषां ज्वराधपगमो दूरे जरा राक्षसी । प्रतयासीदति लब्धिसिद्धि - निवहो ज्ञानं समुन्मीलति । आनन्दोऽनुभवेऽपि वागाविषयः स्यात् पुण्य-पापक्षयो । मुत्किर्मुष्टिगतेव केवलमिदं लब्धुं यतध्वं तत: ॥ ४१-१॥ માનસ સરિજા નિર્મલઇ કરઇ કતુહલ હંસુ ; તાં સરસતિ રંગિ રહઇ, જોગી જાણઇ ડંસું. ૨ સેવીતાં વિરસ વરસ ઇકકઇકિક જોઇ; નવમઉ જિમ જિમ સેવીયઇ, તિમતિમ મીઠઉ હોઇ. ૭ નાગ નિરુપમ નાણ નિરુપમ જગહ ઉવયારુ; ઘટુ ભિત્તરિ નિર્મલઉ જાસુ નામિ સવિ રોગ નાસઇ; જર-રસિ વેગલી સયલ સિદ્રિ નિવસંતિ પાસઇ; પુણ્ય-પાપ બે ભવ ટલઇ દીસઇ મુખ ધારુ; સાવધાન તે સંભલઉ હરષિઇ હંસ વિચારું. ૮ તિણિ વાહિઉ મન ત્રિભુવનિ, ભમઇ ક્ષણઉ સમાધિ जंतुधाते भृषावाचि परद्रव्ये परस्त्रियाम् । *જુઓ : અહીં પ્રબોધચિંતામણિ ની બ્લોકસંખ્યા આર્યરક્ષિત પુસ્તકોધ્ધાર સંસ્થા તરફથી છપાયેલા ગ્રંથને આધારે આપી છે. તથા ત્રિભુવનદીપક પ્રબંધ ની કડીની સંખ્યા પંડિત લાલચંદ ગાંધીનાં સંપાદનને આધારે આપી છે. ત્રિભવન દીપક પ્રબંધ Jain Education International For Private & Personal Use Only ૨૦૩ www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21