Book Title: Jayshekharsuri krut Tribhuvan Dipak Prabandh
Author(s): Mokshgunashreeji
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
View full book text
________________
(૨૪) પ્રબોધચિંતામણિમાં સાધુઓના સત્સંગરૂપી સભાનો ઉલ્લેખ મળે છે. ત્રિભુવનદીપક પ્રબંધ માં સુપુરુષોના સત્સંગરૂપી પર્ષદાનો ઉલ્લેખ જોવા મળે છે.જુઓ :
સુપરિષ-સંગતિ પરિષદ ઠાઉ...૧૭૫
(૨૫) પ્રબોધચિંતામણિ માં શુભ લેશ્મારૂપી નટીનો નિર્દેશ થયો છે. ત્રિભુવનદીપક પ્રબંઘમાં બાર ભાવનારૂપી પાત્રો નૃત્ય કરે છે એમ ઉલ્લેખ છે. જુઓ :
નાચઇ ત્રતિ ભાવન બાર....૧૭૫
(૨૬) પ્રબોધચિંતામણિમાં છત્રીસ ગુણની સ્મૃતિરૂપી છત્રીસ પ્રકારનાં આયુધનો ઉલ્લેખ છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં આચાર્યના છત્રીસ ગુણરૂપી દંડાયુધનો નિર્દેશ થયો છે. જુઓ :
દંડાયુધ ગુરુગુણ છત્રીસ. ૧૭૪
(૨૭) પ્રબોધચિંતામણિમાં પુણ્યરંગ-પાટણ રાજ્યનાં સાત અંગનો ઉલ્લેખ થયો નથી. ત્રિભુવનદીપક પ્રબંધમાં પુણ્યરંગ -પાટણ રાજ્યના સાત તત્વરૂપી સાત અંગનો કવિએ નિર્દેશ કર્યો છે. જુઓ :
સાતિ તત્ત્વિ સમંગ જગીસ. ૧૭૪
(૨૮) પ્રબોધચિંતામણિમાં વિવેક ના પરિવારના વર્ણનમાં ભવિરાગ નામનો પુત્ર છે. જ્યારે ત્રિભુવનદીપક પ્રબંધમાં વિવેકના પુત્રનું નામ વૈરાગ્ય છે. જુઓ :
જેઠઉ બેટઉ તસુ વયરાગુ.૧૬૯
(૨૯) પ્રબોધચિંતામણિમાં સંવેગ અને નિર્વેદ એ નામના બીજા બે પુત્રો વિવેકને છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં સંવર અને સમરસ નામના બે નાના પુત્રો નો ઉલ્લેખ જોવા મળે છે. જુઓ: સંવર રામરસ લય કુમાર ૨૬૯
(૩૦) પ્રબોધચિંતામણિમાં કૃપા, મૈત્રી, મુદિતા, ઉપેક્ષા નામની વિવેકની પુત્રીઓ છે, ત્રિભુવનદીપક પ્રબંધ માં મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા નામની વિવેકની પુત્રીઓ છે. જુઓ : મૈત્રી કરુણા મુદિત ઉવેખ, બેટી બહુય રૂપની રેય. ૧૭૦
(૩૧) પ્રબોધચિંતામણિમાં સમ્યગ્દષ્ટિરૂપી વિવેકના પ્રધાનનો ઉલ્લેખ જોવા મળે છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં સમકિતરૂપી પ્રધાનનો નિર્દેશ છે. જુઓ :
મુહતા મુહવિડ સમકિતુ લેખિ. ૧૭૦
(૩૨) પ્રબોધચિંતામણિમાં માર્દવ,આર્જવ, સંતોષ અને પ્રથમ એ ચાર માંડલિક રાજા છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં ઉપશમ, વિનય, સરલતા, સંતોષ,એ ચાર માંડલિક રાજા છે. જુઓ : ઉપશમ, વિનય, સરલ, સંતોષ, ચિહુ મહાધર સધર પ્રઘોષ. ૧૭૧
૨૧૨
Jain Education International
શ્રી વિજ્યાનંદસરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org