Book Title: Jayshekharsuri krut Tribhuvan Dipak Prabandh
Author(s): Mokshgunashreeji
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 13
________________ (૩૩) પ્રબોધચિંતામણિ માં સામાયિકાદિ છ પ્રકારના આવશ્યકરૂપી પુરોહિતનો ઉલ્લેખ છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં સામાયિકરૂપી સારથિ છે એમ કહ્યું છે. જુઓ : સામાઇક તસુ સારથિ સાર. ૧૭૩ (૩૪) પ્રબોધચિંતામણિમાં વિવેક રાજાના સદાગમરૂપી ભંડારનો અને ગુણસંગ્રહરૂપી કોઠારનો ઉલ્લેખ જોવા મળે છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં આગમઅર્થરૂપી ભંડારનો અને ક્રિયાકલાપરૂપી કોઠારનો નિર્દેશ થયો છે જુઓ : અગમ અર્થ બહુલ ભંડા; ક્રિયાકલાપ સકલ કોઠાર. ૧૭૪ (૩૫) પ્રબોધચિંતામણિમાં સર્વજ્ઞ રાજાની કેવલથી નામની રાણી છે. ત્રિભુવનદીપક પ્રબંઘ માં તે વિશે કોઇ ઉલ્લેખ નથી. (૩૬) પ્રબોધચિંતામણિમાં સર્વજ્ઞ રાજાનો સંવર નામને સામંત છે અને તે સામંતની મુમુક્ષા નામે પત્ની છે. તેઓને સંયમશ્રી નામની પુત્રી છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં અરિહંત રાજાનો ઉપદેશ નામનો સામંત છે, અને એ સામંતની શ્રદ્ધા નામની પત્ની છે અને તેમને સંયમશ્રી નામની પુત્રી છે. જુઓ : રાજ કરઈ છઇ રાઉ અરિહિત, દુ (9) પદેશ તેહનઉ સામંત; શ્રદ્ધાનામિં તાસુ વ ધરણિ, દીપઇ દેહ સુગુણ- આભરાણિ. ૧૮૦ તિણિ જાઇ છઇ જે દીકરી, નામ પણ સંયમસિરી. ૧૮૧ (૩૭) પ્રબોધચિંતામણિમાં વિવેકના રાજ્યપરિવારના ઉલ્લેખમાં સમાધિ ઉત્પન્ન કરનાર શવ્યાપાલક, ધર્મરાગની વૃદ્ધિ કરનાર સ્થગિઘર, શુભાધ્યવસાયરૂપી સુભટો, નવરસના જાણ ધર્મોપદેશકોરૂપી રસોયા, આગમ વ્યવહારાદિ પાંચ પ્રકારના પંચાતીઆ, ન્યાયસંવાદરૂપી નગરશેઠ, ક્ષાયોપથમિકભાવરૂપી દાણ લેનાર અને ઉત્સાહરૂપી દંડનાયકનો નિર્દેશ છે. (જુઓ : અધિ. ૫, શ્લોક ૨૨૦ થી ૨૨૫) ત્રિભુવનદીપક પ્રબંધમાં આ પાત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. (૩૮) પ્રબોધચિંતામણિ માં મોહને માયાનો પુત્ર કહ્યો છે. જુઓ : मायासुतमसूतीय मोहं नाम महावलम् । यो योघान् जातमात्रोऽपि गणयामास दावसत् ।। ३-६१ ।। *જુઓ : જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, મોહનલાલ દલીચંદ દેશાઇ, પૃ.૪૮૭ *જુઓ : મરાઠી દૈનિક સત્યવાદી નો અગ્રલેખ, તા ૧૪-૧૨-૧૯૮૦ *જુઓ : ત્રિભુવનદીપક પ્રબંધ સંપાદક પં. લાલચંદભાઇ ભગવાનદાસ ગાંધી, પૃ.૬ *ઇતિહાસની કેડી, પૃ. ૨૦૭ *પંદરમાં શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્યો ત્રિભુવન દીપક પ્રબંધ Jain Education International ૨૧૩ www.jainelibrary.org For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21