Book Title: Jainsammat Gyancharcha
Author(s): Harnarayan U Pandya
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય જૈનસંમત જ્ઞાનચર્ચાના ગ્રંથમાં જૈનધર્મના એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત, જ્ઞાનની વિશદ ચર્ચા કરવામાં આવી છે. જૈન આગમ ગ્રંથ નંદિસૂત્રમાં મુખ્યત્વે જ્ઞાનની ચર્ચા કરવામાં આવી છે. નંદિસૂત્ર ઉપર જે ઘણી ટીકાઓ રચાઈ છે, તેમાં આચાર્ય શ્રી મલયગિરિની ટીકા વિશેષ નોંધપાત્ર ગણાય છે. મલયગિરિજીની ટીકાના આધારે જૈન દર્શન સંમત જ્ઞાનનું સંશોધનાત્મક અને તુલનાત્મક દૃષ્ટિથી અધ્યયન કરી પ્રસ્તુત ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં માત્ર જૈન સમ્મત જ્ઞાન ચર્ચા જ નહીં પણ વૈદિક અને બૌદ્ધ સમ્મત જ્ઞાન સિદ્ધાંતની તુલના કરવામાં આવી છે તેથી પ્રસ્તુત ગ્રંથ પઠનીય બન્યો છે. પ્રગટ થઈ રહેલ આ જૈન સમ્મત જ્ઞાનચર્ચા ગ્રંથ વિદ્વાન પ્રા. શ્રી હરનારાયણ પંડ્યાએ ઈ.સ. ૧૯૭૮માં ગુજરાત યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની પદવી માટે નિગ્રંથદર્શનના મહામનીષી શ્રી દલસુખભાઈ માલવણિયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ મહાનિબંધના પરિપાકરૂપ છે. પ્રા. હરનારાયણ પંડ્યા જૈનદર્શનના ગહન વિષયના સૂક્ષ્મ તથા. માર્મિક ચિંતન, તેમજ તેની તર્કબદ્ધ છતાંય સરળ રજૂઆત માટે અભિનંદનના અધિકારી છે. તેમના મહાનિબંધ, જૈનસંમત જ્ઞાનચર્ચાને ગ્રંથરૂપે પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. અમને આશા છે કે ભારતીય દર્શનમાં રસ ધરાવનાર તમામને પ્રસ્તુત ગ્રંથ ઉપયોગી થશે. જિતેન્દ્ર બાબુલાલ શાહ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 294