Book Title: Jain Tattvagyan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ જૈન તત્ત્વજ્ઞાન [ ૧૦૫૧ પરિવર્તનશીલ છે કે માત્ર ફૂટસ્થ છે? એ તને કદી અંત આવવાને કે કાળની દષ્ટિએ અંતરહિત જ છે? એ જ રીતે આ બધાં દેહમર્યાદિત તો ખરી રીતે દેશની દષ્ટિએ વ્યાપક છે કે પરિમિત છે? આ અને આના જેવા બીજા ઘણું પ્રશ્નો તત્વચિંતનના પ્રદેશમાં ઉપસ્થિત થયા. આ બધા પ્રશ્નોને કે તેમાંના કેટલાકને ઉત્તર આપણે જુદી જુદી પ્રજાઓના તાત્ત્વિક ચિંતનના ઈતિહાસમાં અનેક રીતે જોઈએ છીએ. ગ્રીક વિચારકોએ બહુ જજૂના વખતથી આ પ્રશ્નોને છણવા માડેલા. એમનું ચિંતન અનેક રીતે વિકાસ પામ્યું, જે પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં ખાસ મહત્વનો ભાગ રે છે. આર્યાવર્તના વિચારકોએ તે ગ્રીક ચિંતકે પહેલાં હજારો વર્ષ અગાઉથી આ પ્રશ્નોના ઉત્તર મેળવવા વિવિધ પ્રયત્ન કરેલા, જેને ઈતિહાસ આપણી સામે સ્પષ્ટ છે. ઉત્તરનું સંક્ષિપ્ત વગકરણ આર્ય વિચારકેએ એક એક પ્રશ્ન પર આપેલા જુદા જુદા ઉત્તરે અને તે વિશે પણ મતભેદની શાખાઓ અપાર છે, પણ સામાન્ય રીતે આપણે ટૂંકમાં એ ઉતરોનું વર્ગીકરણ કરીએ તો આ પ્રમાણે કરી શકાય :– એક વિચારપ્રવાહ એવો શરૂ થયો કે તે બાહ્ય વિશ્વને જન્ય માનતા, પણ તે વિશ્વ કે કારણમાંથી તદ્દન નવું જ–પહેલાં ન હોય તેવું થયાની ના પાડતા અને એમ કહેતો કે જેમ દૂધમાં માખણ છૂપું રહેલું હોય છે અને કયારેક માત્ર આવિર્ભાવ પામે છે, તેમ આ બધું ધૂળ વિશ્વ કોઈ સૂક્ષ્મ કારણમાંથી માત્ર આવિર્ભાવ પામે જાય છે અને એ મૂળ કારણ તે સ્વતઃસિદ્ધ અનાદિ છે. બીજે વિચારપ્રવાહ એમ માનતે કે આ બાહ્ય વિશ કઈ એક કારણથી જન્મતું નથી. તેના સ્વભાવથી ભિન્ન ભિન્ન એવાં અનેક કારણે છે અને એ કારણોમાં પણ વિશ્વ દૂધમાં માખણની પેઠે છૂપું રહેલું ન હતું, પરંતુ જેમ જુદા જુદા લાકડાના ટુકડા મળવાથી એક નવી જ ગાડી તૈયાર થાય છે તેમ તે ભિન્ન ભિન્ન જાતનાં મૂળ કારાગાનાં સંશ્લેષણ–વિશ્લેષણમાંથી આ બાહ્ય વિશ્વ તદ્દન નવું જ ઉત્પન્ન થાય છે. પહેલું પરિણામવાદી અને બીજે કાર્યવાદ. એ બને વિચારપ્રવાહો બાહ્ય વિશ્વના આવિર્ભાવ કે ઉપનિની બાબતમાં મતભેદ ધરાવવા છતાં આંતરિક વિશ્વના સ્વરૂપની બાબતમાં સામાન્ય રીત એકમત હતા. બને એમ માનતા અહં નામનું આત્મતત્ત્વ અનાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13