Book Title: Jain Tattvagyan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 13
________________ જૈન તરાન [1011 બળની અપેક્ષા રાખે છે. કોઈ પણ વિકાર ઊભો થશે, કઈ વાસાએ ડાકિયું કાઢ્યું કે કોઈ સંકુચિતતા મનમાં સરકી ત્યાં જન અહિંસા એમ કહે કે તું એ વિકારે, એ વાસનાઓ, એ સંકુચિતતાઓથી ન હો, ન હાર, ને દબા. તું એની સામે ઝઝૂમ અને એ વિરોધી બળોને જીત. આ આધ્યાત્મિક જય માટેનો પ્રયત્ન એ જ મુખ્ય જેન અહિંસા છે. આને સંયમ કહે, તપ કહે, ધ્યાન કહે કે કઈ પણ તેવું આધ્યાત્મિક નામ આપે, પણ એ વસ્તુતઃ અહિંસા જ છે; અને જૈન દર્શન એમ કહે છે કે અહિંસા એ માત્ર સ્થૂલ આચાર નથી, પણ તે શુદ્ધ વિચારના પરિપાક રૂપે અવતરેલે જીવનોત્કર્ષક આચાર છે. - ઉપર વર્ણવેલ અહિંસાના સૂક્ષ્મ અને વાસ્તવિક રૂપમાંથી કોઈ પણ બાહ્યાચાર જમે હેય અગર એ સૂક્ષ્મ રૂપની પુષ્ટિ માટે કેઈ આચાર નિમ હોય તે તેને જન તત્વજ્ઞાનમાં અહિંસા તરીકે સ્થાન છે. તેથી ઊલટું, દેખીતી રીતે અહિંસામય ગમે તે આચાર કે વ્યવહારના મૂળમાં જે ઉપરનું અહિંસાનું આંતરિક તત્વ સંબંધ ન ધરાવતું હોય તે તે આચાર અને તે વ્યવહાર ન દૃષ્ટિએ અહિંસા છે કે અહિંસાના પિષક છે એમ ન કહી શકાય. અહીં જૈન તત્વજ્ઞાનને લગતા વિચારમાં પ્રમેયચર્ચા જાણીને જ લંબાવી નથી. માત્ર એ વિશેની જન વિચારસરણીને ઈશારો કર્યો છે. આચારની બાબતમાં પણ કોઈ બહારના નિયમ અને બંધારણ વિશે જાણુને જ ચર્ચા નથી કરી, પણ આચારના મૂળ તેની જીવનશોધન રૂપે સહેજ ચર્ચા કરી છે, જેને જેને પરિભાષામાં આવ્યવ, સંવર આદિ તો કહેવામાં આવે છે. આશા છે કે આ ટૂંક વર્ણન જૈન દર્શનની વિશેષ જિજ્ઞાસા ઉત્પન્ન કરવામાં કાંઈક મદદગાર થશે. - -પ્રબુદ્ધ જૈન, 15-6-'46 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13