Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન તત્ત્વજ્ઞાન
[ ૫ ]
વિશ્વના બાહ્ય અને આંતરિક સ્વરૂપમાં તથા તેના સામાન્ય તેમ જ વ્યાપક નિયમાના સંબંધમાં જે તાત્ત્વિક દૃષ્ટિએ વિચારણા એ તત્ત્વજ્ઞાન. આવી વિચારણા કાઈ એક જ દેશ, એક જ તિ કે એક જ પ્રજામાં ઉદ્ભવે છે અને ક્રમશઃ વિકાસ પામે છે, એમ નથી હાતું; પણ આ જાતની વિચારણા એ મનુષ્યત્વનું વિશિષ્ટ સ્વરૂપ હોવાથી તે વહેલી કે મેાડી દરેક દેશમાં વસનાર દરેક જાતની માનવપ્રજામાં એછે કે વત્તે અંશે ઉદ્ભવે છે, અને તેવી વિચારણા જુદી જુદી પ્રજાનાં પરસ્પર સોંસગને લીધે, અને કાઈ વાર તદ્ન સ્વતંત્રપણે પણ વિશેષ વિકાસ પામે છે, તેમ જ સામાન્ય ભૂમિકામાંથી પસાર થઈ તે અનેકરૂપે કટાય છે.
પહેલેથી આજ સુધીમાં ભૂખંડ ઉપર મનુષ્યજાતિએ જે તાત્ત્વિક વિચારણા કરી છે તે બધી આજે હયાત નથી, તેમ જ તે બધી વિચારણાએના ક્રમિક ઇતિહાસ પણ પૂ પડ્યું આપણી સામે નથી, છતાં અત્યારે એ વિશે જે કાંઈ સામમાં આપણી સામે છે અને એ વિશે જે કાંઈ ચેડું ઘણું આપણે જાણીએ છીએ તે ઉપરથી એટલું તે નિર્વિવાદપણે કહી શકાય કે તત્ત્વચિંતનની જુદી જુદી અને પરસ્પર વિાધી દેખાતી ગમે તેટલી ધારાઓ હાય, છતાં એ અધી વિચારધારાનું સામાન્ય સ્વરૂપ એક છે, અને તે એ કે વિશ્વના બાહ્ય તેમ જ આંતરિક સ્વરૂપના સામાન્ય અને વ્યાપક નિયમેનુ રહસ્ય શેાધી કાઢવું.
તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિનું મૂળ
જેમ કાઈ એક મનુષ્યવ્યક્તિ પ્રથમથી જ પૂર્ણ નથી હેાતી, પણ તે ખાસ્ય આફ્રિ જુદી જુદી અવસ્થામાંથી પસાર થવા સાથે જ પોતાના અનુભવે વધારી અનુક્રમે પૂર્ણતાની શિામાં આગળ વધે છે, તેમ મનુષ્યજાતિ વિશે પણ છે. મનુષ્યજાતિને પણ બાહ્ય આદિ ક્રમિક અવસ્થાએ અપેક્ષા વિશેષે હાય જ છે. તેનું જીવન વ્યક્તિના જીવન કરતાં ઘણું જ લાંખુ અને વિશાળ હેાઈ તેની બાહ્ય વગેરે અવસ્થાઓને સમય પણ તેટલે જ લાંભે હાય તે સ્વાભાવિક છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૦૧૦ ].
દર્શન અને ચિંતન મનુષ્યજાતિ જ્યારે કુદરતને ખોળે આવી અને તેણે પ્રથમ બાહ્ય વિશ્વ તરફ આંખ ખોલી ત્યારે તેની સામે અદ્ભુત અને ચમત્કારી વસ્તુઓ તેમ જ બનાવો ઉપસ્થિત થયા. એક બાજુ સૂર્ય, ચંદ્ર અને અગણિત તારામંડળ અને બીજી બાજુ સમુદ્ર, પર્વત અને વિશાળ નદીપ્રવાહે તેમ જ મેઘગર્જનાઓ અને વિદ્યુચમત્કારોએ તેનું ધ્યાન ખેંચ્યું. મનુષ્યનું માનસ આ બધા સ્કૂલ પદાર્થોના સૂક્ષ્મ ચિંતનમાં પ્રવૃત્ત થયું અને તેને એ વિશે અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા. જેમ મનુષ્યમાનસને બાહ્ય વિશ્વના ગૂઢ તેમ જ અતિસુક્ષ્મ સ્વરૂપ વિશે અને તેના સામાન્ય નિયમો વિશે વિવિધ પ્રશ્નો ઉદ્ભવ્યા, તેમ તેને આંતરિક વિશ્વના ગૂઢ અને અતિસૂક્ષ્મ સ્વરૂપ વિશે પણ વિવિધ પ્રશ્નો ઉભવ્યા. આ પ્રશ્નોની ઉત્પત્તિ તે જ તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિનું પ્રથમ પગથિયું. એ પ્રશ્નો ગમે તેટલા હેય અને કાળક્રમે તેમાંથી બીજા મુખ્ય અને ઉપપ્રશ્નો પણ ગમે તેટલા જ હોય, છતાં એકંદર આ બધા પ્રશ્નોને ટૂંકમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય. તાવિક પ્રશ્નો
દેખીતી રીતે સતત પરિવર્તન પામતું આ બાહ્ય વિશ્વ કક્યારે ઉત્પન્ન થયું હશે ? શેમાંથી ઉત્પન્ન થયું હશે? પિતાની મેળે જ ઉત્પન્ન થયું હશે કે કોઈએ ઉત્પન્ન કર્યું હશે ? અને ઉત્પન્ન થયું ન હોય તે શું આ વિશ્વ એમ જ હતું અને છે? જે તેના કારણે હોય તે તે પિત પરિવર્તન વિનાનાં શાશ્વત જ હોવાં જોઈએ કે પરિવર્તનશીલ હોવાં જોઈએ? વળી એ કારણે કઈ જુદી જુદી જાતનાં જ હશે કે આખા બાહ્ય વિશ્વનું કારણ માત્ર એકરૂપ જ હશે? આ વિશ્વની વ્યવસ્થિત અને નિયમબદ્ધ જે સંચાલન અને રચના દેખાય છે તે બુદ્ધિપૂર્વક હોવી જોઈએ કે યંત્રવત્ અનાદિસિદ્ધ હેવી જોઈએ? જે બુદ્ધિપૂર્વક વિશ્વવ્યવસ્થા હેય તે તે કેની બુદ્ધિને આભારી છે? શું એ બુદ્ધિમાન તત્ત્વ પિતે તટસ્થ રહી વિશ્વનું નિયમન કરે છે કે એ પિતે જ વિશ્વરૂપે પરિણમે છે અથવા દેખાય છે ?
ઉપરની રીતે આંતરિક વિશ્વના સંબંધમાં પણ પ્રશ્ન થાય કે જે આ બાહ્ય વિશ્વનો ઉપભોગ કરે છે યા જે બાહ્ય વિશ્વ વિશે અને પિતા વિશે વિચાર કરે છે તે તત્વ શું છે? શું એ અહંરૂપે ભાસતું તત્વ બાહ્ય વિશ્વના જેવી જ પ્રકૃતિનું છે કે કોઈ જુદા સ્વભાવનું છે? આ આંતરિક તત્વ અનાદિ છે કે તે પણ ક્યારેક કોઈ અન્ય કારણમાંથી ઉત્પન્ન થયું છે? વળી અહેરૂપે ભાસતા અનેક તો વસ્તુતઃ જુદા જ છે કે કોઈ એક મૂળ તત્વનો. નિર્મિતિએ છે? આ બધાં સજીવ ત ખરી રીતે જુદાં જ હોય છે તે
Page #3
--------------------------------------------------------------------------
________________
જૈન તત્ત્વજ્ઞાન
[ ૧૦૫૧
પરિવર્તનશીલ છે કે માત્ર ફૂટસ્થ છે? એ તને કદી અંત આવવાને કે કાળની દષ્ટિએ અંતરહિત જ છે? એ જ રીતે આ બધાં દેહમર્યાદિત તો ખરી રીતે દેશની દષ્ટિએ વ્યાપક છે કે પરિમિત છે?
આ અને આના જેવા બીજા ઘણું પ્રશ્નો તત્વચિંતનના પ્રદેશમાં ઉપસ્થિત થયા. આ બધા પ્રશ્નોને કે તેમાંના કેટલાકને ઉત્તર આપણે જુદી જુદી પ્રજાઓના તાત્ત્વિક ચિંતનના ઈતિહાસમાં અનેક રીતે જોઈએ છીએ. ગ્રીક વિચારકોએ બહુ જજૂના વખતથી આ પ્રશ્નોને છણવા માડેલા. એમનું ચિંતન અનેક રીતે વિકાસ પામ્યું, જે પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં ખાસ મહત્વનો ભાગ રે છે. આર્યાવર્તના વિચારકોએ તે ગ્રીક ચિંતકે પહેલાં હજારો વર્ષ અગાઉથી આ પ્રશ્નોના ઉત્તર મેળવવા વિવિધ પ્રયત્ન કરેલા, જેને ઈતિહાસ આપણી સામે સ્પષ્ટ છે.
ઉત્તરનું સંક્ષિપ્ત વગકરણ
આર્ય વિચારકેએ એક એક પ્રશ્ન પર આપેલા જુદા જુદા ઉત્તરે અને તે વિશે પણ મતભેદની શાખાઓ અપાર છે, પણ સામાન્ય રીતે આપણે ટૂંકમાં એ ઉતરોનું વર્ગીકરણ કરીએ તો આ પ્રમાણે કરી શકાય :–
એક વિચારપ્રવાહ એવો શરૂ થયો કે તે બાહ્ય વિશ્વને જન્ય માનતા, પણ તે વિશ્વ કે કારણમાંથી તદ્દન નવું જ–પહેલાં ન હોય તેવું થયાની ના પાડતા અને એમ કહેતો કે જેમ દૂધમાં માખણ છૂપું રહેલું હોય છે અને કયારેક માત્ર આવિર્ભાવ પામે છે, તેમ આ બધું ધૂળ વિશ્વ કોઈ સૂક્ષ્મ કારણમાંથી માત્ર આવિર્ભાવ પામે જાય છે અને એ મૂળ કારણ તે સ્વતઃસિદ્ધ અનાદિ છે.
બીજે વિચારપ્રવાહ એમ માનતે કે આ બાહ્ય વિશ કઈ એક કારણથી જન્મતું નથી. તેના સ્વભાવથી ભિન્ન ભિન્ન એવાં અનેક કારણે છે અને એ કારણોમાં પણ વિશ્વ દૂધમાં માખણની પેઠે છૂપું રહેલું ન હતું, પરંતુ જેમ જુદા જુદા લાકડાના ટુકડા મળવાથી એક નવી જ ગાડી તૈયાર થાય છે તેમ તે ભિન્ન ભિન્ન જાતનાં મૂળ કારાગાનાં સંશ્લેષણ–વિશ્લેષણમાંથી આ બાહ્ય વિશ્વ તદ્દન નવું જ ઉત્પન્ન થાય છે. પહેલું પરિણામવાદી અને બીજે કાર્યવાદ. એ બને વિચારપ્રવાહો બાહ્ય વિશ્વના આવિર્ભાવ કે ઉપનિની બાબતમાં મતભેદ ધરાવવા છતાં આંતરિક વિશ્વના સ્વરૂપની બાબતમાં સામાન્ય રીત એકમત હતા. બને એમ માનતા અહં નામનું આત્મતત્ત્વ અનાદિ
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૦૫ર ]
દર્શન અને ચિંતન છે. નથી તે કોઈનું પરિણામ કે નથી તે કોઈ કારણમાંથી ઉત્પન્ન થયેલું. જેમ તે આત્મતત્વ અનાદિ છે તેમ દેશ અને કાળ એ બન્ને દૃષ્ટિએ તે અનંત પણ છે, અને તે આત્મતત્ત્વ દેહભેદે ભિન્ન ભિન્ન છે, વાસ્તવિક રીતે તે એક નથી.
ત્રીજો વિચારપ્રવાહ એવો પણ હતો કે જે બાહ્ય વિશ્વ અને આંતરિક જીવજગત બનેને કોઈ એક અખંડ સતતત્વનું પરિણામ માને અને મૂળમાં બાહ્ય કે આંતરિક જગતની પ્રકૃતિ કે કારણુમાં કશો જ ભેદભાવવા ના પાડતો. જૈન વિચારપ્રવાહનું સ્વરૂપ
ઉપરના ત્રણ વિચારપ્રવાહને અનુક્રમે આપણે અહીં પ્રકૃતિવાદી, પરમાણુવાદી અને બ્રહ્મવાદી નામથી ઓળખીશું. આમાંથી પ્રથમના બે વિચારપ્રવાહને વિશેષ મળતો અને છતાં તેનાથી જુદો એ એક ચોથા વિચારપ્રવાહ પણ સાથે સાથે પ્રવર્તતા હતા. એ વિચારપ્રવાહ હતા તે પરમાણુવાદી પણ તે બીજા વિચારપ્રવાહની પેઠે બાહ્ય વિશ્વનાં કારણભૂત પરમાણુઓને મૂળમાંથી જુદી જુદી જાતના માનવાની તરફેણ કરતો ન હતો, પણ મૂળમાં બધા જ પરમાણુઓ એક સમાન પ્રકૃતિના છે એમ માનતે. અને પરમાણુવાદ સ્વીકારવા છતાં તેમાંથી માત્ર વિશ્વ ઉત્પન્ન થાય છે એમ પણ ન માનતાં, તે પ્રકૃતિવાદીની પેઠે પરિણામ અને આવિર્ભાવ માનતે હેવાથી, એમ કહેતા કે પરમાણુજમાંથી બાહ્ય વિશ્વ આપઆપ પરિણમે છે. આ રીતે આ ચોથા વિચારપ્રવાહનું વલણ પરમાણુવાદની ભૂમિકા ઉપર પ્રકૃતિવાદના પરિણામની માન્યતા તરફ હતું.
તેની એક વિશેષતા એ પણ હતી કે તે સમગ્ર બાહ્ય વિશ્વને આવિર્ભાવવાળું ન માનતાં તેમાંથી કેટલાંક કાર્યોને ઉત્પત્તિશીલ પણ માનતો. તે એમ કહે કે બાહ્ય વિશ્વમાં કેટલીય વસ્તુઓ એવી છે કે જે કોઈ પુરુષના પ્રયત્ન સિવાય જ પોતાનાં પરમાણુરૂપ કારણોમાંથી જન્મે છે. તેવી વસ્તુઓ તલમાંથી તેલની પેઠે પોતાના કારણમાંથી માત્ર આવિર્ભાવ પામે છે, પણ તદન નવી ઉત્પન્ન નથી થતી; જયારે બાહ્ય વિશ્વમાં ઘણું વસ્તુઓ એવી પણ છે કે જે પિતાનાં જડ કારમાંથી ઉત્પન્ન થાય છે, પણ પિતાની ઉત્પતિમાં કોઈ પુરુષના પ્રયત્નની અપેક્ષા રાખે છે. જે વસ્તુઓ પુરુષના પ્રયત્નની મદદથી જન્મ લે છે તે વસ્તુઓ પિતાનાં જડ કારણેમાં તલમાં તેલની પેઠે છુપેલી નથી હોતી, પણ તે તે તદ્દન નવી જ ઉત્પન્ન થાય છે. જેમ કોઈ સુતાર જુદા જુદા લાકડાના ફટકા એકડા કરી તે ઉપરથી એક છેડે બનાવે ત્યારે
Page #5
--------------------------------------------------------------------------
________________
જૈન તત્ત્વજ્ઞાન
| ૧૦૫૩
તે ઘોડા લાકડાના કટકાઓમાં છૂપા નથી હતો, જેમ કે તલમાં તેલ હોય છે, પણ ઘોડી બનાવનાર સુતારની બુદ્ધિમાં કલ્પનારૂપે હાય છે અને તે લાકડાના કટકા દ્વારા મૂર્તીરૂપ ધારણ કરે છે. જો સુતાર ધારત તે એ જ લાકડાના કટકામાંથી ઘેાડે! ન અનાવતાં ગાય, ગાડી કે બીજી તેવી વસ્તુ બનાવી શકત. તલમાંથી તેલ કાઢવાની બાબત આથી તદ્દન જુદી છે. કાઈ ગમે તેટલે વિચાર કરે કે ઇચ્છે છતાં તે તલમાંથી ઘી કે માખણ તે ન જ કાઢી શકે. આ રીતે પ્રસ્તુત ચેાથે વિચારપ્રવાહ પરમાણુવાદી છતાં એક બાજુ પરિણામ અને આર્વિભાવ માનવાની ખાખતમાં પ્રકૃતિવાદી વિચારપ્રવાહની સાથે મળતા હતા, અને ખીજી બાજુ કાય તેમજ ઉત્પત્તિની બાબતમાં પરમાણુવાદી ખીજા વિચારપ્રવાહને મળતા હતા.
આ તા બાલ વિશ્વની બાબતમાં ચોથા વિચારપ્રવાહની માન્યતા થઈ, પણ આત્મતત્ત્વની બાબતમાં તો એની માન્યતા ઉપરના ત્રણે વિચારપ્રવાહ કરતાં જુદી જ હતી. તે માનતા કે દેહભેદે આત્મા ભિન્ન છે, પરંતુ એ બધા જ આત્માઓ દેશદૃષ્ટિએ વ્યાપક નથી તેમ જ માત્ર ફ્રૂટસ્થ પણ નથી. એ એમ માનતા કે જેમ ખાદ્ય વિશ્વ પરિવત નશીલ છે તેમ આત્મા પણ પરિણાની હાઈ સતત પરિવર્તનશીલ છે. આત્મતત્ત્વ સકાય-વિસ્તારીલ
પણ છે અને તેથી તે દેહપ્રભાણુ છે.
આ ચોથા વિચારપ્રવાહ તે જ જૈન તત્ત્વજ્ઞાનનું પ્રાચીન મૂળ છે. ભગવાન મહાવીરથી પહેલાં ધણા સમય અગાઉથી એ વિચારપ્રવાહ ચાલ્યેા આવત અને તે પોતાની ઢબે વિકાસ સાધતા તેમ જ સ્થિર થતા જતા હતા, આજે
આ ચોથા, વિચારપ્રવાહનું જે સ્પષ્ટ, વિકસિત અને સ્થિર રૂપ આપણુને પ્રાચીન - અૌચીન ઉપલબ્ધ જૈન શાસ્ત્રોમાં નજરે પડે છે, તે માટે ભાગે ભગવાન મહાવીરના ચિંતનને આભારી છે. જૈન મતની મુખ્ય શ્વેતામ્બર અને દિગમ્બર એ શાખાઓ છે. બન્નેનું સાહિત્ય જુદું જુદું છે, પરંતુ જૈન તત્ત્વજ્ઞાનનું જે સ્વરૂપ સ્થિર થયેલું છે તે બન્ને શાખાઓમાં જરા પણ ફેરફાર સિવાય એક જ જેવું છે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે અને તે એ કે વૈદિક તેમ જ ઔદ્ધ મતના નાનામોટા ધણા કાંટા પડયા છે. તેમાંથી કેટલાક તે એકખીજાથી તદ્ન વિધી મંતવ્ય ધરાવનાર પણ છે. એ બધા કાંટા વચ્ચે વિશેષતા એ છે કે જ્યારે વૈદિક અને બૌદ્ધ મતના બધા જ કાંટા આચારવિષયક મતભેદ ઉપરાંત તત્ત્વચિંતનની ખાખતમાંયે કેટલેક મતભેદ ધરાવે છે, ત્યારે જૈન મતના તમામ કાંટા માત્ર આચારભેદ ઉપર સ`યેલા
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૦૫૪ ]
દર્શન અને ચિંતન
છે, તેમનામાં તત્ત્વચિંતનની બાબતમાં કાઈ મૌલિક બેભેદ હજી સુધી નોંધાયેલા નથી. માત્ર આય તત્ત્વચિંતનના ઇતિહાસમાં જ નહિ, પણ માનવીય તત્ત્વચિંતનના સમગ્ર ઇતિહાસમાં આ એક જ દાખલે એવે છે કે આટલા બધા લાંબા વખતના વિશિષ્ટ ઇતિહાસ ધરાવવા છતાં જેના તત્ત્વચિંતનના પ્રવાહ મૌલિક રૂપે અખંડિત જ રહ્યો હાય.
પૂર્વીય અને પશ્ચિમીય તત્ત્વજ્ઞાનની પ્રકૃતિનું તલન
તત્ત્વજ્ઞાન પૂર્વીય ો કે પશ્રિમીય હા, પણ બધા જ તત્ત્વજ્ઞાનના ઇતિ હાસમાં આપણે જોઈ એ છીએ કે તત્ત્વજ્ઞાન એ માત્ર જગત, જવ અને ઈશ્વરના સ્વરૂપચિંતનમાં જ પૂર્ણ નથી થતું, પણ એ પોતાના પ્રદેશમાં ચારિત્રને પ્રશ્ન પણ હાથ ધરે છે. એછે કે વત્તે અંશે, એક કે બીજી રીતે, દરેક તત્ત્વજ્ઞાન પેાતામાં જીવનાધતની મીમાંસા સમાવે છે. અલબત, પૂર્વીય અને પશ્રિમીય તત્ત્વજ્ઞાનના વિકાસમાં આ વિશે આપણે થાડા તફાવત પણ જોઈએ છીએ. ગ્રીક તત્ત્વચિંતનની શરૂઆત માત્ર વિશ્વના સ્વરૂપ વિરોના પ્રશ્નોમાંથી થાય છે. આગળ જતાં ક્રિશ્ચિયાનિટી સાથે એને સંબધ જોડાતાં એમાં જીવનશોધનતા પણ પ્રશ્ન ઉમેરાય છે, અને પછી એ પશ્ચિમીય તત્ત્વચિંતનની એક શાખામાં જીવનશોધનની મીમાંસા ખાસ ભાગ સજવે છે. ઠેઠ અર્વાચીન સમય સુધી પણ રામન કેથોલિક સ’પ્રદાયમાં આપણે તત્ત્વચિંતનને જીવનશોધનના વિચાર સાથે સંકળાયેલું જોઈ એ છીએ, પરંતુ આય તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં આપણે એક ખાસ વિશેષતા જોઈ એ છીએ અને તે એ કે આય તત્ત્વજ્ઞાનની શરૂઆત જ જાણે જીવનશૈાધનના પ્રશ્નમાંથી થઈ હોય તેમ લાગે છે, કારણ કે આ તત્ત્વજ્ઞાનની વૈદિક, બૌદ્ધિક અને જૈન એ ત્રણે મુખ્ય શાખાએમાં એકસરખી રીતે વિશ્વચિંતન સાથે જ જીવનશોધનનું ચિંતન સંકળાયેલું છે. આર્યાવર્તનુ કાઈ પણ આઁન એવું નથી કે જે માત્ર વિશ્વચિંતન કરી સતાષ ધારણ કરતુ હાય, પણ તેથી ઊલટુ' આપણે એમ જોઈ એ છીએ કે દરેક મુખ્ય કે તેનું શાખારૂપ નિ જગત, જવ અને ઈશ્વર પરત્વે પોતાના વિશિષ્ટ વિચારો દર્શાવી છેવટે જીવનશોધનના પ્રશ્નને જણે છે અને જીવનશોધનની પ્રક્રિયા દર્શાવી વિરામ પામે છે. તેથી આપણે દરેક આર્ય દર્શનના મૂળ ગ્રંથમાં શરૂઆતમાં મોક્ષને ઉદ્દેશ અને અંતમાં તેને જ ઉપસહાર જોઈ એ છીએ. આ જ કારણને લીધે સાંખ્યદર્શન જેમ પોતાના વિશિષ્ટ યોગ ધરાવે છે અને તે યાગદશનથી અભિન્ન છે, તેમ ન્યાય, વૈશેષિક અને વેદાંત દર્શનમાં પણ યોગના મૂળ સિદ્ધાંતા છે. બૌદ્ધ દર્શનમાં પણ એતી વિશિષ્ટ
Page #7
--------------------------------------------------------------------------
________________
જૈન તત્વજ્ઞાન
[ ૧૦૫૫
યાત્રાએ ખાસ સ્થાન શકયુ છે. એ જ રીતે જૈન દર્શન પણ યોગપ્રક્રિયા વિશે પૂરા વિચારો દર્શાવે છે.
જીવનશોધનના મૌલિક પ્રશ્નોની એકતા
આ રીતે આપણે જોયું કે જૈન દર્શનમાં મુખ્ય બે ભાગ છે: એક તત્ત્વચિંતનને અને ખીજો જીવનશોધનને. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે અને તે એ છે કે વૈદિક દનની કાઇ પણ પરપરા લે! કે બૌદ્ધ નની કાઈ પરંપરા લે! અને તેને જૈન દર્શનની પરંપરા સાથે સરખાવે, તો એક વસ્તુ સ્પષ્ટ જણાશે કે આ બધી પરપરામાં જે ભેદ છે તે એ ખખતમાં છે. એક તે જગત, જીવ અને ઇશ્વરના સ્વરૂપચિંતન પરત્વે અને બીજો આચારના સ્થૂળ તેમ જ ખાદ્ય વિધિવિધાને અને સ્થૂળ રહેણીકરણી વિશે, પશુ આ દર્શનની દરેક પર ંપરામાં જીવોધનને લગતા મૌલિક પ્રશ્નો અને તેના ઉત્તરમાં જરા પણ તફાવત નથી. કાઈ ધિર માને કે નહિ, કાઈ પ્રકૃતિવાદી હોય કે કાઈ પરમાણુવાદી, કોઈ આત્મભેદ સ્વીકારે કે આત્માનું એકત સ્વીકારે, કાઈ આત્માને વ્યાપક અને નિત્ય માને કે કાઇ તેથી ઊલટુ માને, એ જ રીતે કાઈ યજ્ઞયાગ દ્વારા ભક્તિ ઉપર ભાર મૂક કે કાઈ વધારે કડક નિયમાને અવલખી ત્યાગ ઉપર ભાર મૂકે; પણ દરેક પર પરામાં આર્દ્રલા પ્રશ્નો એકસરખા છેઃ દુઃખ છે કે નહિ ? હોય તો તેનું કારણ શું ? તે કારણને નાશ કથ છે ? અને શકય હાય તો કઈ રીતે? છેવટનું સાષ્ય શું હોવું જોઈ એ ? આ પ્રશ્નોના ઉત્તરા પણ દરેક પર પરામાં એક જ છે. ભલે શબ્દભેદ હાય, સંક્ષેપ કે વિસ્તાર હાય, છતાં દરેકના ઉત્તર એ જ છે કે અવિદ્યા અને તૃષ્ણા એ દુઃખનાં કારણેા છે. તેના નાશ સંભવિત છે. વિદ્યાથી અને તૃષ્ણા છેદ દારા દુઃખનાં કારણેાતા નાશ થતાં જ દુઃખ આપોઆપ નાશ પામે છે, અને એ જ જીવનનું મુખ્ય સાધ્યુ છે. આય નાની દરેક પરંપરા ખ્વનશોધનના મૌલિક વિચાર વિશે અને તેના નિયમે વિશે તદ્દન એકમત છે. તેથી અહીં જૈન દર્શન વિશે કાંઈ પણ કહેતાં મુખ્યપણે તેની જીવનધનની મીમાંસાનું જ સંક્ષેપમાં કથન કરવું વધારે પ્રાસંગિક છે.
જીવનશોધનની જૈન પ્રક્રિયા
જૈન દર્શન કહે છે કે આત્મા સ્વાભાવિક રીતે શુદ્ધ અને સચ્ચિદાન દરૂપ છે. એનામાં જે અશુદ્ધિ, વિકાર યા દુઃખરૂપતા દેખાય છે તે અજ્ઞાન અને મેહના અનાદિ પ્રવાહને આભારી છે. અજ્ઞાનને ઘટાડવા અને તદ્ન નષ્ટ કરવા તેમ
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ]
દર્શન અને ચિંતન
ન
મેહના વિલય કરવા જૈન દર્શન એક બાજુ વિવેકશક્તિ વિકસાવવા કહે છે અને શ્રીજી બાજુ તે રાગદ્વેષના સરકારી નષ્ટ કરવા કહે છે. જૈન આત્માને ત્રણ ભૂમિકાએ માં વહેંચી નાખે છે. જ્યારે અજ્ઞાન અને માલનું પૂર્ણ પ્રાબલ્ય હોય અને તેને લીધે આત્મા વાસ્તવિક તત્ત્વ વિચારી ન શકે તેમ જ સત્ય ને સ્થાયી સુખની દિશામાં એક પણ પગલું ભરવાની છા સુધ્ધાં ન કરી શકે, ત્યારે એ બહિરાત્મા કહેવાય છે. વની આ પ્રથમ ભૂમિકા થઈ. આ ભૂમિકા હોય ત્યાં સુધી પુનર્જન્મનું ચક્ર બંધ પડવાનો કદી સંભવ જ નથી અને લૌકિક દૃષ્ટિએ ગમે તેટલા વિકાસ દેખાય છતાં ખરી રીતે એ આત્મા અવિકસિત જ હોય છે.
વિવેકશક્તિના પ્રાદુર્ભાવ જ્યારે થાય અને રાગદ્વેષના સંસ્કારાનું બળ ઘટવા માંડે ત્યારે બીજી ભૂમિકા શરૂ થાય છે. એને જૈન દર્શન - અંતરાત્મા કહે છે. મા ભૂમિકા વખતે એક દેહધારણને ઉપયોગી એવી બધી દુન્યવી પ્રવૃત્તિ ઓછી. વત્તી ચાલતી હૈાય છે, છતાં વિવેકશક્તિના વિકાસના પ્રમાણમાં અને રાગદ્વેષની મતાના પ્રમાણમાં એ પ્રવૃત્તિ અનાસક્તિવાળી હોય છે. આ ખીજી ભૂમિકામાં પ્રવૃત્તિ હાવા છતાં તેમાં અંતરથી નિવૃત્તિનુ તત્ત્વ હોય છે. ખીજી ભૂમિકાનાં સખ્યાબંધ ચડતાં પગથિયાં જ્યારે વટાવી દેવાય ત્યારે આત્મા પરમાત્માની શાને પ્રાપ્ત થયે. કહેવાય છે. આ નશાધનની છેલ્લી ભૂમિકા અને પૂર્ણ ભૂમિકા છે. જૈન દર્શન કહે છે કે આ ભૂમિકાએ પહોંચ્યા પછી પુનઃજન્મનુ ચક્ર હમેશને માટે તદ્દન થભી જાય છે.
આપણે ઉપરના સંક્ષિપ્ત વર્ણન ઉપરથી જોઈ શકીએ છીએ કે અવિવેક ( મિથ્યાદષ્ટિ ) અને મેહ ( તૃષ્ણા ) એ બે જ સસાર છે અથવા સ ંસારનાં કારણે છે. તેથી ઊલટું, વિવેક અને વીતરાગત્વ એ જ માક્ષ છે અથવા માલના માર્ગ છે. આ જ જીવનશોધનની સંક્ષિપ્ત જૈનમીમાંસા અનેક જૈન ગ્રંથામાં અનેક રીતે, સક્ષિપ્ત કે વિસ્તારથી, તેમ જુદી જુદી પરિભાષામાં વધુ વેલી મળે છે, અને આ જ જીવનમીમાંસા અક્ષરશઃ વૈદિક તેમ જ બૌદ્ધ દશામાં પણ પદે પદે નજરે પડે છે.
કાંઇક વિશેષ સરખામણી
ઉપર તત્ત્વજ્ઞાનની મૌલિક જૈન વિચારસરણી અને આધ્યાત્મિક વિકાસ*મની જૈન વિચારસરણીને બહુ જ ટૂકમાં નિર્દેશ કર્યાં છે. આ ચાલુ વ્યાખ્યાનમાં
Page #9
--------------------------------------------------------------------------
________________
જૈન તત્વજ્ઞાન
[ ૧૦૫ તેના બહુ વિસ્તારને સ્થાન નથી, છતાં એ જ વિચારને વધારે સ્પષ્ટ કરવા અહીં ભાસ્તીય બીજાં દર્શનેના વિચાર સાથે કાંઈક સરખામણી કરવી એગ્ય છે.
" ( ૪) જૈન દર્શને જગતને ભાયાવાદીની પેઠે માત્ર આભાસ કે માત્ર ટાપનિક નથી માનતું, પણ એ જગતને સત્ માને છે. તેમ છતાં જૈન દર્શન સંમત સત્સ વ એ ચાર્વાકની પેઠે કેવળજડ અર્થાત સહજ ચૈતન્યરહિત નથી. એ જ રીતે જૈન દર્શન સંમત સતતત્વ એ શાંકર વેદાન્ત પ્રમાણે કેળ ચૈતન્યમાત્ર પણ નથી, પરંતુ જેમ સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને બૌદ્ધ દર્શન સત-તરવને તદન વતંત્ર તેમ જ પરસ્પર ભિન્ન એવા જડ તેમ જ ચેતન બે ભાગમાં વહેંચી નાખે છે, તેમ જૈન દર્શન પણ સ-તત્ત્વની અનાદિસિદ્ધ જડ તથા ચેતન એવી બે પ્રકૃતિ સ્વીકારે છે, જે દેશ અને કાળના પ્રવાહમાં સાથે રહેવા છતાં મૂળમાં તદ્દન સ્વતંત્ર છે. જેમ ન્યાય, વૈશેષિક અને યોગદર્શન આદિ એમ સ્વીકારે છે કે આ જગતનું વિશિષ્ટ કાર્યસ્વરૂપ ભલે જડ અને ચેતન એ પદાર્થો ઉપરથી ઘડાતું હોય, છતાં એ કાર્યની પાછળ કઈ અનાદિસિદ્ધ સમર્થ ચેતનશક્તિને હાથ છે, એ ઈશ્વરીય હાથ સિવાય આવું અદ્ભુત કાર્ય સંભવી શકે નહિ, તેમ જૈન દર્શન નથી માનતું. એ પ્રાચીન સાંખ્ય, પૂર્વમીમાંસક અને બૌદ્ધ આદિની પેઠે માને છે કે જડ અને ચેતન એ બે સત્--પ્રવાહે આપોઆપ, કેઈ ત્રીજી વિશિષ્ટ શક્તિના હાથ સિવાય જ ચાલ્યા કરે છે, અને તેથી આ જગતની ઉત્પત્તિ કે વ્યવસ્થા માટે ઈશ્વર જેવી સ્વતંત્ર અનાદિસિદ્ધ વ્યકિત સ્વીકારવાની એ ના પાડે છે. જોકે જેના દર્શને જાય, વૈશેષિક, બદ્ધ આદિની પેઠે જડ સત-તત્વને અનાદિસિદ્ધ અનંત વ્યક્તિરૂપ સ્વીકારે છે અને સાંખ્યની પેઠે એક વ્યક્તિરૂપ નથી રવીકારતું, છતાં તે સાંખ્યના પ્રકૃતિગામી સહજ પરિણમવાદને અનંત પરમાણું નામક જડ સતતમાં સ્થાન આપે છે.
- આ રીતે જેને માન્યતા પ્રમાણે જગતને પરિવર્તન-પ્રવાહ આપમેળે જ ચાલે છે, તેમ છતાં જૈન દર્શન એટલું તો સ્પષ્ટ કહે છે કે વિશ્વમાંની જે જે ઘટનાઓ કોઈની બુદ્ધિ અને પ્રયત્નને આભારી દેખાય છે તે ઘટનાઓની પાછળ ઈશ્વરને નહિ પણ તે ઘટનાઓના પરિણામમાં ભાગીદાર થનાર સંસારી જીવને હાથ છે, એટલે કે તેવી ધટનાઓ જાણે-અજાણે કોઈને કોઈ સંસારી જીવના બુદ્ધિ અને પ્રયત્નને આભારી હોય છે. આ બાબતમાં પ્રાચીન સાંખ્ય અને બૌદ્ધ દર્શન જૈન દર્શન જેવા જ વિચારે ધરાવે છે. - વેદાન્ત દર્શન પ્રમાણે જૈન દર્શન સચેતન તત્વને એક કે અખંડ નથી
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૦૫૮]
દર્શન અને ચિંતન માનતું, પણ સાંખ્ય, ગ, ન્યાય, વૈશેષિક તેમ જ બૌદ્ધ આદિની પકે એ સચેતન તત્વને અનેક વ્યક્તિરૂપ માને છે. તેમ છતાં એમની સાથે પણ જૈન દર્શનને થોડે મતભેદ છે, અને તે એ છે કે જેના દર્શનની માન્યતા પ્રમાણે સચેતન તત્વ બૌદ્ધ માન્યતાની જેમ કેવળ પરિવર્તન–પ્રવાહ નથી, તેમ જ સાંખ્ય-ન્યાય આદિની પેઠે માત્ર ફૂટસ્થ પણ નથી, કિન્તુ જૈન દર્શન કહે છે કે મૂળમાં સચેતન તત્વ ધ્રુવ અર્થાત્ અનાદિ-અનંત હોવા
તાં એ દેશકાળની અસર ધારણ કર્યા સિવાય રહી શકતું નથી. એટલે જૈન મત પ્રમાણે જીવ પણ જડની પેઠે પરિણાભિનિત્ય છે. જૈન દર્શન ઈશ્વર જેવી કોઈ વ્યક્તિને તદ્દન સ્વતંત્રપણે નથી માનતું, છતાં એ ઈશ્વરના સમગ્ર ગુણો જીવમાત્રમાં સ્વીકારે છે, તેથી જૈન દર્શન પ્રમાણે પ્રત્યેક જીવમાં ઈશ્વરપણાની શક્તિ છે, ભલે તે આવરણથી દબાયેલી હોય, પણ જે જીવ એગ્ય દિશામાં પ્રયત્ન કરે તે એ પિતામાં રહેલી ઈશ્વરીય શકિતને પૂર્ણપણે વિકસાવી પોતે જ ઈધર બને છે. આ રીતે જેને માન્યતા પ્રમાણે ઈશ્વરતત્વને અલાયદું સ્થાન ન હોવા છતાં તે ઈશ્વરતત્વની માન્યતા ધરાવે છે અને તેની ઉપાસના પણ સ્વીકારે છે. જે જે જીવાત્મા કર્મવાસનાઓથી પૂર્ણપણે મુક્ત થયા તે બધા જ સમાનભાવે ઈશ્વર છે. તેમનો આદર્શ સામે રાખી પિતામાં રહેલી તેવી જ પૂર્ણ શક્તિ પ્રકટાવવી એ જૈન ઉપાસનાનું ધ્યેય છે. જેમ શાંકર વેદાંત માને છે કે જીવ પોતે જ બ્રહ્મ છે, તેમ જૈન દર્શન કહે છે કે જીવ પોતે જ ઈશ્વર કે પરમાત્મા છે. વેદાંતદર્શન પ્રમાણે જીવન બ્રહ્મભાવ અવિદ્યાથી આવૃત છે અને અવિદ્યા દૂર થતાં અનુભવમાં આવે છે, તેમ જૈન દર્શન પ્રમાણે જીવને પરમાત્મભાવ આવૃત છે અને તે આવરણું દૂર થતા પૂર્ણપણે અનુભવમાં આવે છે. આ બાબતમાં ખરી રીત જેન અને દાંત વચ્ચે વ્યક્તિત્વ સિવાય કશે જ ભેદ નથી.
(૪) જૈન શાસ્ત્રમાં જે સાત તત્વ કહેલાં છે તેમાંથી મૂળ જીવ અને અજીવ એ બે તત્ત્વ વિશે ઉપર સરખામણી કરી. હવે બાકી ખરી..રીતે પાંચમાંથી ચાર તો જ રહે છે. આ ચાર તો જીવનશૈધનને લગતાં અર્થાત્ આધ્યાત્મિક વિકાસક્રમને લગતાં છે, જેને ચારિત્રીય ત પણ કહી શકાય. બંધ, આશ્રવ, સંવર અને મોક્ષ એ ચાર તો છે. આ તને બદ્ધ શાસ્ત્રોમાં અનુક્રમે દુઃખ, દુઃખહેતુ, નિર્વાણમાર્ગ અને નિર્વાણ એ ચાર આર્યસત્ય તરીકે વર્ણવેલાં છે. સાંખ્ય અને યોગશાસ્ત્રમાં એને જ હેય, હે હેતુ, હાપાય, અને હાન કહી ચતુર્વ્યૂહ તરીકે વર્ણવેલ છે. ન્યાય અને વૈશેષિક દર્શનમાં પણ એ જ વસ્તુ સંસાર, મિથ્યાજ્ઞાન, સમ્યકજ્ઞાન અને
Page #11
--------------------------------------------------------------------------
________________
જૈન તવજ્ઞાન
[ ૧૦૫ અપવર્ગનાં નામ આપી વર્ણવેલ છે. વેદાંત દર્શનમાં સંસાર, અવિદ્યા, બ્રા સાક્ષાત્કાર અને બ્રહ્મભાવના નામથી એ જ વસ્તુ દર્શાવવામાં આવી છે. ;
જૈન દર્શનમાં બહિરાત્મા, અન્તરાત્મ અને પરમાત્માની ત્રણ સક્ષિપ્ત ભૂમિકાને જરા વિસ્તારી ચૌદ ભૂમિકારૂપે પણ વણુ વેલી છે, જે જૈન પર પરામાં ગુણસ્થાનના નામથી જાણીતી છે. યોગવાસિષ્મ જેવા વેદાન્તના ગ્રન્થામાં પણ સાત અજ્ઞાનની અને સાત જ્ઞાનની એમ ચૌદ આત્મિક ભૂમિકાઓનું વણૅન છે. સાંખ્યયેાગ દનની ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાત્ર અને નિર્દે એ પાંચ ચિત્તભૂમિકા પણ એ જ ચૌદ ભૂમિકાએનું સંક્ષિપ્ત વર્ગીકરણ માત્ર છે. બૌદ્ધ દનમાં પણ એજ આધ્યાત્મિક વિકાસક્રમને સેાતાપન્ન આદિ તરીકે છ ભૂમિકામાં વહેંચી વર્ણવેલે છે. આ રીતે આપણે બધાં જ ભારતીય દર્શનામાં સસારથી મેક્ષ સુધીની સ્થિતિ, તેના ક્રમ અને તેનાં કારણો વિશે તદ્દન એક મત અને એક વિચાર વાંચીએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે જ્યારે બધાં જ નાના વિચારામાં મૌલિક એકતા છે ત્યારે પંચ પંથ વચ્ચે કદી ન સધાય એવા આટલે બધે ભેદ કેમ દેખાય છે?
પૃથ્વઞ્જન,
આનો ઉત્તર સ્પષ્ટ છે. પથાની ભિન્નતા મુખ્ય એ વસ્તુને આભારી છે: તત્ત્વજ્ઞાનની જુદાઈ અને ખાદ્ય આચારવિચારની જુદાઈ, કેટલાક પા તે! એવા જ છે કે જેમની બાહ્ય આચારવિચારમાં તફાવત હોવા ઉપરાંત તત્ત્વજ્ઞાનની વિચારસરણીમાં પણ અમુક ભેદ હાય છે; જેમ કે વેદાન્ત, બૌદ્ અને જૈન આદિ પંથા. વળી કેટલાક પંથ કે તેના કાંટાએ એવા પણ હોય છે કે જેમની તત્ત્વજ્ઞાન વિષયક વિચારસરણીમાં ખાસ ભેદ હાતા જ નથી, તેમને ભેદ મુખ્યત્વે બાહ્ય આચારને અવલખી ઊભા થયેલા અને પાષાયેલા હાય છે; દાખલા તરીકે જૈન દર્શનની શ્વેતાંબર, દિગબર અને સ્થાનકવાસી એ ત્રણે શાખા ગણાવી શકાય.
આત્માને કાઈ એક માને કે કાઈ અનેક માને, કાઈ ઈશ્વરને માને કે કાઈ ન માને ઇત્યાદિ તાત્ત્વિક વિચારણાને ભેદ બુદ્ધિના તરતમભાવ ઉપર નિર્ભર છે અને એ તરતમભાવ અનિવાય છે. એ જ રીતે બાહ્ય આચાર અને નિયમેાના ભેદ ખુદ્ધિ, રુચિ તેમ જ પરિસ્થિતિના ભેદમાંથી જન્મે છે. કાઈ કાશી જઈ ગંગાસ્નાન અને વિશ્વનાથના દર્શનમાં પવિત્રતા માને, કાઈ મુદ્ ગયા અને સારનાથ જઈ બુદ્ધના દર્શનમાં કૃતકૃત્ર્યતા માને, કઈ શત્રુંજયને બેટી સફળતા માને, કાઈ મક્કા અને જેરૂસલેમ જઈ ધન્યતા માનૈ, એ જ રીતે કાઈ અગિયારસના તપ–ઉપવાસને અતિ પવિત્ર ગણે, બીજો કાઈ અષ્ટમી
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦૧૦ 1
દર્શન અને ચિંતન અને ચતુર્દશીના વ્રતને મહત્વ આપે; કઈ તપ ઉપર બહુ ભાર ન આપતાં દાન ઉપર આપે તે બીજો કોઈ તપ ઉપર પણ વધારે ભાર આપે. આ રીતે પરંપરાગત ભિન્ન ભિન્ન સંસ્કારનું પોષણ અને રુચિભેદનું માનસિક વાતાવરણ અનિવાર્ય હોવાથી બાહ્યાચાર અને પ્રવૃત્તિને ભેદ કદી ભૂંસાવાને નહિ, ભેદની ઉત્પાદક અને પિષક આટલી બધી વસ્તુઓ છતાં સત્ય એવું છે કે તે ખરી રીતે ખંડિત થતું જ નથી. તેથી જ આપણે ઉપરની આધ્યાત્મિક વિકાસક્રમને લગતી તુલનામાં જોઈએ છીએ કે ગમે તે રીતે, ગમે તે ભાષામાં અને ગમે તે રૂપમાં જીવનનું સત્ય એકસરખું જ બધા અનુભવી તત્વજ્ઞોના અનુભવમાં પ્રગટ થયું છે.
પ્રસ્તુત વક્તવ્ય પૂરું કરે તે પહેલાં જૈન દર્શનની સર્વમાન્ય બે વિશેષતા એને ઉલેખ કરી દઉં. અનેકાંત અને અહિંસા એ બે મુદ્દાઓની ચર્ચા ઉપર જ આખા જૈન સાહિત્યનું મંડાણ છે. જેન આચાર અને સંપ્રદાયની વિશેષતા આ બે બાબતથી જ બતાવી શકાય. સત્ય ખરી રીતે એક જ હોય છે, પણ મનુષ્યની દૃષ્ટિ તેને એક રીતે ગ્રહણ કરી શકતી જ નથી. તેથી સત્યના દર્શન માટે મનુષ્ય પોતાની દષ્ટિ મર્યાદાવિકસાવવી જોઈએ અને તેમાં સત્યગ્રહણની સંભવિત બધી જ રીતેને સ્થાન આપવું જોઈએ. આ ઉદાત્ત અને વિશાળ ભાવનામાંથી અનેકાંતની વિચારસરણીનો જન્મ થયેલે છે. એ સરણી કાંઈ વાદવિવાદમાં જય મેળવવા માટે કે વિતંડાવાદની સાઠમારી રમવા માટે અગર તે શબ્દ-છળની આંટીઘૂંટી ખેલવા માટે નથી જાયેલી, પણ એ તે જીવનશોધનના એક ભાગ તરીકે વિવેકશક્તિને વિકસાવવા અને સત્યદર્શનની દિશામાં આગળ વધવા માટે યોજાયેલી છે. તેથી અનેકાંતવિચારસરણીને ખરા અર્થ એ છે કે સત્યદર્શનને લક્ષમાં રાખી તેના બધા અશે અને ભાગને એક વિશાળ માનસવર્તુળમાં યોગ્ય રીતે સ્થાન આપવું.
જેમ જેમ માણસની વિવેકશકિત વધે છે તેમ તેમ તેની દૃષ્ટિમર્યાદા વધવાને લીધે તેને પોતાની અંદર રહેલી સંકુચિતતાઓ અને વાસનાઓના દબાણની સામે થવું પડે છે. જ્યાં સુધી માણસ સંકુચિતતાઓ અને વાસના
એ સામે ન થાય ત્યાં સુધી તે પોતાના જીવનમાં અનેકાંતના વિચારને વાસ્તવિક સ્થાન આપી જ નથી શકતા. તેથી અનેકાંતના વિચારની રક્ષા અને વૃદ્ધિના પ્રશ્નમાંથી જ અહિંસાને પ્રશ્ન આવે છે. જૈન અહિંસા એ માત્ર ચુપચાપ બેસી રહેવામાં કે ધધધા છોડી દેવામાં કે માત્ર લાકડા જેવી નિષ્ટ સ્થિતિ સાધવામાં નથી સમાતી, પણ એ અહિંસા ખરા આત્મિક
Page #13
--------------------------------------------------------------------------
________________ જૈન તરાન [1011 બળની અપેક્ષા રાખે છે. કોઈ પણ વિકાર ઊભો થશે, કઈ વાસાએ ડાકિયું કાઢ્યું કે કોઈ સંકુચિતતા મનમાં સરકી ત્યાં જન અહિંસા એમ કહે કે તું એ વિકારે, એ વાસનાઓ, એ સંકુચિતતાઓથી ન હો, ન હાર, ને દબા. તું એની સામે ઝઝૂમ અને એ વિરોધી બળોને જીત. આ આધ્યાત્મિક જય માટેનો પ્રયત્ન એ જ મુખ્ય જેન અહિંસા છે. આને સંયમ કહે, તપ કહે, ધ્યાન કહે કે કઈ પણ તેવું આધ્યાત્મિક નામ આપે, પણ એ વસ્તુતઃ અહિંસા જ છે; અને જૈન દર્શન એમ કહે છે કે અહિંસા એ માત્ર સ્થૂલ આચાર નથી, પણ તે શુદ્ધ વિચારના પરિપાક રૂપે અવતરેલે જીવનોત્કર્ષક આચાર છે. - ઉપર વર્ણવેલ અહિંસાના સૂક્ષ્મ અને વાસ્તવિક રૂપમાંથી કોઈ પણ બાહ્યાચાર જમે હેય અગર એ સૂક્ષ્મ રૂપની પુષ્ટિ માટે કેઈ આચાર નિમ હોય તે તેને જન તત્વજ્ઞાનમાં અહિંસા તરીકે સ્થાન છે. તેથી ઊલટું, દેખીતી રીતે અહિંસામય ગમે તે આચાર કે વ્યવહારના મૂળમાં જે ઉપરનું અહિંસાનું આંતરિક તત્વ સંબંધ ન ધરાવતું હોય તે તે આચાર અને તે વ્યવહાર ન દૃષ્ટિએ અહિંસા છે કે અહિંસાના પિષક છે એમ ન કહી શકાય. અહીં જૈન તત્વજ્ઞાનને લગતા વિચારમાં પ્રમેયચર્ચા જાણીને જ લંબાવી નથી. માત્ર એ વિશેની જન વિચારસરણીને ઈશારો કર્યો છે. આચારની બાબતમાં પણ કોઈ બહારના નિયમ અને બંધારણ વિશે જાણુને જ ચર્ચા નથી કરી, પણ આચારના મૂળ તેની જીવનશોધન રૂપે સહેજ ચર્ચા કરી છે, જેને જેને પરિભાષામાં આવ્યવ, સંવર આદિ તો કહેવામાં આવે છે. આશા છે કે આ ટૂંક વર્ણન જૈન દર્શનની વિશેષ જિજ્ઞાસા ઉત્પન્ન કરવામાં કાંઈક મદદગાર થશે. - -પ્રબુદ્ધ જૈન, 15-6-'46