SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્વજ્ઞાન [ ૧૦૫ તેના બહુ વિસ્તારને સ્થાન નથી, છતાં એ જ વિચારને વધારે સ્પષ્ટ કરવા અહીં ભાસ્તીય બીજાં દર્શનેના વિચાર સાથે કાંઈક સરખામણી કરવી એગ્ય છે. " ( ૪) જૈન દર્શને જગતને ભાયાવાદીની પેઠે માત્ર આભાસ કે માત્ર ટાપનિક નથી માનતું, પણ એ જગતને સત્ માને છે. તેમ છતાં જૈન દર્શન સંમત સત્સ વ એ ચાર્વાકની પેઠે કેવળજડ અર્થાત સહજ ચૈતન્યરહિત નથી. એ જ રીતે જૈન દર્શન સંમત સતતત્વ એ શાંકર વેદાન્ત પ્રમાણે કેળ ચૈતન્યમાત્ર પણ નથી, પરંતુ જેમ સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને બૌદ્ધ દર્શન સત-તરવને તદન વતંત્ર તેમ જ પરસ્પર ભિન્ન એવા જડ તેમ જ ચેતન બે ભાગમાં વહેંચી નાખે છે, તેમ જૈન દર્શન પણ સ-તત્ત્વની અનાદિસિદ્ધ જડ તથા ચેતન એવી બે પ્રકૃતિ સ્વીકારે છે, જે દેશ અને કાળના પ્રવાહમાં સાથે રહેવા છતાં મૂળમાં તદ્દન સ્વતંત્ર છે. જેમ ન્યાય, વૈશેષિક અને યોગદર્શન આદિ એમ સ્વીકારે છે કે આ જગતનું વિશિષ્ટ કાર્યસ્વરૂપ ભલે જડ અને ચેતન એ પદાર્થો ઉપરથી ઘડાતું હોય, છતાં એ કાર્યની પાછળ કઈ અનાદિસિદ્ધ સમર્થ ચેતનશક્તિને હાથ છે, એ ઈશ્વરીય હાથ સિવાય આવું અદ્ભુત કાર્ય સંભવી શકે નહિ, તેમ જૈન દર્શન નથી માનતું. એ પ્રાચીન સાંખ્ય, પૂર્વમીમાંસક અને બૌદ્ધ આદિની પેઠે માને છે કે જડ અને ચેતન એ બે સત્--પ્રવાહે આપોઆપ, કેઈ ત્રીજી વિશિષ્ટ શક્તિના હાથ સિવાય જ ચાલ્યા કરે છે, અને તેથી આ જગતની ઉત્પત્તિ કે વ્યવસ્થા માટે ઈશ્વર જેવી સ્વતંત્ર અનાદિસિદ્ધ વ્યકિત સ્વીકારવાની એ ના પાડે છે. જોકે જેના દર્શને જાય, વૈશેષિક, બદ્ધ આદિની પેઠે જડ સત-તત્વને અનાદિસિદ્ધ અનંત વ્યક્તિરૂપ સ્વીકારે છે અને સાંખ્યની પેઠે એક વ્યક્તિરૂપ નથી રવીકારતું, છતાં તે સાંખ્યના પ્રકૃતિગામી સહજ પરિણમવાદને અનંત પરમાણું નામક જડ સતતમાં સ્થાન આપે છે. - આ રીતે જેને માન્યતા પ્રમાણે જગતને પરિવર્તન-પ્રવાહ આપમેળે જ ચાલે છે, તેમ છતાં જૈન દર્શન એટલું તો સ્પષ્ટ કહે છે કે વિશ્વમાંની જે જે ઘટનાઓ કોઈની બુદ્ધિ અને પ્રયત્નને આભારી દેખાય છે તે ઘટનાઓની પાછળ ઈશ્વરને નહિ પણ તે ઘટનાઓના પરિણામમાં ભાગીદાર થનાર સંસારી જીવને હાથ છે, એટલે કે તેવી ધટનાઓ જાણે-અજાણે કોઈને કોઈ સંસારી જીવના બુદ્ધિ અને પ્રયત્નને આભારી હોય છે. આ બાબતમાં પ્રાચીન સાંખ્ય અને બૌદ્ધ દર્શન જૈન દર્શન જેવા જ વિચારે ધરાવે છે. - વેદાન્ત દર્શન પ્રમાણે જૈન દર્શન સચેતન તત્વને એક કે અખંડ નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249265
Book TitleJain Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages13
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size246 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy