SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ર ] દર્શન અને ચિંતન છે. નથી તે કોઈનું પરિણામ કે નથી તે કોઈ કારણમાંથી ઉત્પન્ન થયેલું. જેમ તે આત્મતત્વ અનાદિ છે તેમ દેશ અને કાળ એ બન્ને દૃષ્ટિએ તે અનંત પણ છે, અને તે આત્મતત્ત્વ દેહભેદે ભિન્ન ભિન્ન છે, વાસ્તવિક રીતે તે એક નથી. ત્રીજો વિચારપ્રવાહ એવો પણ હતો કે જે બાહ્ય વિશ્વ અને આંતરિક જીવજગત બનેને કોઈ એક અખંડ સતતત્વનું પરિણામ માને અને મૂળમાં બાહ્ય કે આંતરિક જગતની પ્રકૃતિ કે કારણુમાં કશો જ ભેદભાવવા ના પાડતો. જૈન વિચારપ્રવાહનું સ્વરૂપ ઉપરના ત્રણ વિચારપ્રવાહને અનુક્રમે આપણે અહીં પ્રકૃતિવાદી, પરમાણુવાદી અને બ્રહ્મવાદી નામથી ઓળખીશું. આમાંથી પ્રથમના બે વિચારપ્રવાહને વિશેષ મળતો અને છતાં તેનાથી જુદો એ એક ચોથા વિચારપ્રવાહ પણ સાથે સાથે પ્રવર્તતા હતા. એ વિચારપ્રવાહ હતા તે પરમાણુવાદી પણ તે બીજા વિચારપ્રવાહની પેઠે બાહ્ય વિશ્વનાં કારણભૂત પરમાણુઓને મૂળમાંથી જુદી જુદી જાતના માનવાની તરફેણ કરતો ન હતો, પણ મૂળમાં બધા જ પરમાણુઓ એક સમાન પ્રકૃતિના છે એમ માનતે. અને પરમાણુવાદ સ્વીકારવા છતાં તેમાંથી માત્ર વિશ્વ ઉત્પન્ન થાય છે એમ પણ ન માનતાં, તે પ્રકૃતિવાદીની પેઠે પરિણામ અને આવિર્ભાવ માનતે હેવાથી, એમ કહેતા કે પરમાણુજમાંથી બાહ્ય વિશ્વ આપઆપ પરિણમે છે. આ રીતે આ ચોથા વિચારપ્રવાહનું વલણ પરમાણુવાદની ભૂમિકા ઉપર પ્રકૃતિવાદના પરિણામની માન્યતા તરફ હતું. તેની એક વિશેષતા એ પણ હતી કે તે સમગ્ર બાહ્ય વિશ્વને આવિર્ભાવવાળું ન માનતાં તેમાંથી કેટલાંક કાર્યોને ઉત્પત્તિશીલ પણ માનતો. તે એમ કહે કે બાહ્ય વિશ્વમાં કેટલીય વસ્તુઓ એવી છે કે જે કોઈ પુરુષના પ્રયત્ન સિવાય જ પોતાનાં પરમાણુરૂપ કારણોમાંથી જન્મે છે. તેવી વસ્તુઓ તલમાંથી તેલની પેઠે પોતાના કારણમાંથી માત્ર આવિર્ભાવ પામે છે, પણ તદન નવી ઉત્પન્ન નથી થતી; જયારે બાહ્ય વિશ્વમાં ઘણું વસ્તુઓ એવી પણ છે કે જે પિતાનાં જડ કારમાંથી ઉત્પન્ન થાય છે, પણ પિતાની ઉત્પતિમાં કોઈ પુરુષના પ્રયત્નની અપેક્ષા રાખે છે. જે વસ્તુઓ પુરુષના પ્રયત્નની મદદથી જન્મ લે છે તે વસ્તુઓ પિતાનાં જડ કારણેમાં તલમાં તેલની પેઠે છુપેલી નથી હોતી, પણ તે તે તદ્દન નવી જ ઉત્પન્ન થાય છે. જેમ કોઈ સુતાર જુદા જુદા લાકડાના ફટકા એકડા કરી તે ઉપરથી એક છેડે બનાવે ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249265
Book TitleJain Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages13
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size246 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy