________________
જૈન તત્ત્વજ્ઞાન
| ૧૦૫૩
તે ઘોડા લાકડાના કટકાઓમાં છૂપા નથી હતો, જેમ કે તલમાં તેલ હોય છે, પણ ઘોડી બનાવનાર સુતારની બુદ્ધિમાં કલ્પનારૂપે હાય છે અને તે લાકડાના કટકા દ્વારા મૂર્તીરૂપ ધારણ કરે છે. જો સુતાર ધારત તે એ જ લાકડાના કટકામાંથી ઘેાડે! ન અનાવતાં ગાય, ગાડી કે બીજી તેવી વસ્તુ બનાવી શકત. તલમાંથી તેલ કાઢવાની બાબત આથી તદ્દન જુદી છે. કાઈ ગમે તેટલે વિચાર કરે કે ઇચ્છે છતાં તે તલમાંથી ઘી કે માખણ તે ન જ કાઢી શકે. આ રીતે પ્રસ્તુત ચેાથે વિચારપ્રવાહ પરમાણુવાદી છતાં એક બાજુ પરિણામ અને આર્વિભાવ માનવાની ખાખતમાં પ્રકૃતિવાદી વિચારપ્રવાહની સાથે મળતા હતા, અને ખીજી બાજુ કાય તેમજ ઉત્પત્તિની બાબતમાં પરમાણુવાદી ખીજા વિચારપ્રવાહને મળતા હતા.
આ તા બાલ વિશ્વની બાબતમાં ચોથા વિચારપ્રવાહની માન્યતા થઈ, પણ આત્મતત્ત્વની બાબતમાં તો એની માન્યતા ઉપરના ત્રણે વિચારપ્રવાહ કરતાં જુદી જ હતી. તે માનતા કે દેહભેદે આત્મા ભિન્ન છે, પરંતુ એ બધા જ આત્માઓ દેશદૃષ્ટિએ વ્યાપક નથી તેમ જ માત્ર ફ્રૂટસ્થ પણ નથી. એ એમ માનતા કે જેમ ખાદ્ય વિશ્વ પરિવત નશીલ છે તેમ આત્મા પણ પરિણાની હાઈ સતત પરિવર્તનશીલ છે. આત્મતત્ત્વ સકાય-વિસ્તારીલ
પણ છે અને તેથી તે દેહપ્રભાણુ છે.
આ ચોથા વિચારપ્રવાહ તે જ જૈન તત્ત્વજ્ઞાનનું પ્રાચીન મૂળ છે. ભગવાન મહાવીરથી પહેલાં ધણા સમય અગાઉથી એ વિચારપ્રવાહ ચાલ્યેા આવત અને તે પોતાની ઢબે વિકાસ સાધતા તેમ જ સ્થિર થતા જતા હતા, આજે
આ ચોથા, વિચારપ્રવાહનું જે સ્પષ્ટ, વિકસિત અને સ્થિર રૂપ આપણુને પ્રાચીન - અૌચીન ઉપલબ્ધ જૈન શાસ્ત્રોમાં નજરે પડે છે, તે માટે ભાગે ભગવાન મહાવીરના ચિંતનને આભારી છે. જૈન મતની મુખ્ય શ્વેતામ્બર અને દિગમ્બર એ શાખાઓ છે. બન્નેનું સાહિત્ય જુદું જુદું છે, પરંતુ જૈન તત્ત્વજ્ઞાનનું જે સ્વરૂપ સ્થિર થયેલું છે તે બન્ને શાખાઓમાં જરા પણ ફેરફાર સિવાય એક જ જેવું છે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે અને તે એ કે વૈદિક તેમ જ ઔદ્ધ મતના નાનામોટા ધણા કાંટા પડયા છે. તેમાંથી કેટલાક તે એકખીજાથી તદ્ન વિધી મંતવ્ય ધરાવનાર પણ છે. એ બધા કાંટા વચ્ચે વિશેષતા એ છે કે જ્યારે વૈદિક અને બૌદ્ધ મતના બધા જ કાંટા આચારવિષયક મતભેદ ઉપરાંત તત્ત્વચિંતનની ખાખતમાંયે કેટલેક મતભેદ ધરાવે છે, ત્યારે જૈન મતના તમામ કાંટા માત્ર આચારભેદ ઉપર સ`યેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org