SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તવજ્ઞાન [ ૧૦૫ અપવર્ગનાં નામ આપી વર્ણવેલ છે. વેદાંત દર્શનમાં સંસાર, અવિદ્યા, બ્રા સાક્ષાત્કાર અને બ્રહ્મભાવના નામથી એ જ વસ્તુ દર્શાવવામાં આવી છે. ; જૈન દર્શનમાં બહિરાત્મા, અન્તરાત્મ અને પરમાત્માની ત્રણ સક્ષિપ્ત ભૂમિકાને જરા વિસ્તારી ચૌદ ભૂમિકારૂપે પણ વણુ વેલી છે, જે જૈન પર પરામાં ગુણસ્થાનના નામથી જાણીતી છે. યોગવાસિષ્મ જેવા વેદાન્તના ગ્રન્થામાં પણ સાત અજ્ઞાનની અને સાત જ્ઞાનની એમ ચૌદ આત્મિક ભૂમિકાઓનું વણૅન છે. સાંખ્યયેાગ દનની ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાત્ર અને નિર્દે એ પાંચ ચિત્તભૂમિકા પણ એ જ ચૌદ ભૂમિકાએનું સંક્ષિપ્ત વર્ગીકરણ માત્ર છે. બૌદ્ધ દનમાં પણ એજ આધ્યાત્મિક વિકાસક્રમને સેાતાપન્ન આદિ તરીકે છ ભૂમિકામાં વહેંચી વર્ણવેલે છે. આ રીતે આપણે બધાં જ ભારતીય દર્શનામાં સસારથી મેક્ષ સુધીની સ્થિતિ, તેના ક્રમ અને તેનાં કારણો વિશે તદ્દન એક મત અને એક વિચાર વાંચીએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે જ્યારે બધાં જ નાના વિચારામાં મૌલિક એકતા છે ત્યારે પંચ પંથ વચ્ચે કદી ન સધાય એવા આટલે બધે ભેદ કેમ દેખાય છે? પૃથ્વઞ્જન, આનો ઉત્તર સ્પષ્ટ છે. પથાની ભિન્નતા મુખ્ય એ વસ્તુને આભારી છે: તત્ત્વજ્ઞાનની જુદાઈ અને ખાદ્ય આચારવિચારની જુદાઈ, કેટલાક પા તે! એવા જ છે કે જેમની બાહ્ય આચારવિચારમાં તફાવત હોવા ઉપરાંત તત્ત્વજ્ઞાનની વિચારસરણીમાં પણ અમુક ભેદ હાય છે; જેમ કે વેદાન્ત, બૌદ્ અને જૈન આદિ પંથા. વળી કેટલાક પંથ કે તેના કાંટાએ એવા પણ હોય છે કે જેમની તત્ત્વજ્ઞાન વિષયક વિચારસરણીમાં ખાસ ભેદ હાતા જ નથી, તેમને ભેદ મુખ્યત્વે બાહ્ય આચારને અવલખી ઊભા થયેલા અને પાષાયેલા હાય છે; દાખલા તરીકે જૈન દર્શનની શ્વેતાંબર, દિગબર અને સ્થાનકવાસી એ ત્રણે શાખા ગણાવી શકાય. આત્માને કાઈ એક માને કે કાઈ અનેક માને, કાઈ ઈશ્વરને માને કે કાઈ ન માને ઇત્યાદિ તાત્ત્વિક વિચારણાને ભેદ બુદ્ધિના તરતમભાવ ઉપર નિર્ભર છે અને એ તરતમભાવ અનિવાય છે. એ જ રીતે બાહ્ય આચાર અને નિયમેાના ભેદ ખુદ્ધિ, રુચિ તેમ જ પરિસ્થિતિના ભેદમાંથી જન્મે છે. કાઈ કાશી જઈ ગંગાસ્નાન અને વિશ્વનાથના દર્શનમાં પવિત્રતા માને, કાઈ મુદ્ ગયા અને સારનાથ જઈ બુદ્ધના દર્શનમાં કૃતકૃત્ર્યતા માને, કઈ શત્રુંજયને બેટી સફળતા માને, કાઈ મક્કા અને જેરૂસલેમ જઈ ધન્યતા માનૈ, એ જ રીતે કાઈ અગિયારસના તપ–ઉપવાસને અતિ પવિત્ર ગણે, બીજો કાઈ અષ્ટમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249265
Book TitleJain Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages13
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size246 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy