________________
જૈન તત્ત્વજ્ઞાન
[ ૫ ]
વિશ્વના બાહ્ય અને આંતરિક સ્વરૂપમાં તથા તેના સામાન્ય તેમ જ વ્યાપક નિયમાના સંબંધમાં જે તાત્ત્વિક દૃષ્ટિએ વિચારણા એ તત્ત્વજ્ઞાન. આવી વિચારણા કાઈ એક જ દેશ, એક જ તિ કે એક જ પ્રજામાં ઉદ્ભવે છે અને ક્રમશઃ વિકાસ પામે છે, એમ નથી હાતું; પણ આ જાતની વિચારણા એ મનુષ્યત્વનું વિશિષ્ટ સ્વરૂપ હોવાથી તે વહેલી કે મેાડી દરેક દેશમાં વસનાર દરેક જાતની માનવપ્રજામાં એછે કે વત્તે અંશે ઉદ્ભવે છે, અને તેવી વિચારણા જુદી જુદી પ્રજાનાં પરસ્પર સોંસગને લીધે, અને કાઈ વાર તદ્ન સ્વતંત્રપણે પણ વિશેષ વિકાસ પામે છે, તેમ જ સામાન્ય ભૂમિકામાંથી પસાર થઈ તે અનેકરૂપે કટાય છે.
પહેલેથી આજ સુધીમાં ભૂખંડ ઉપર મનુષ્યજાતિએ જે તાત્ત્વિક વિચારણા કરી છે તે બધી આજે હયાત નથી, તેમ જ તે બધી વિચારણાએના ક્રમિક ઇતિહાસ પણ પૂ પડ્યું આપણી સામે નથી, છતાં અત્યારે એ વિશે જે કાંઈ સામમાં આપણી સામે છે અને એ વિશે જે કાંઈ ચેડું ઘણું આપણે જાણીએ છીએ તે ઉપરથી એટલું તે નિર્વિવાદપણે કહી શકાય કે તત્ત્વચિંતનની જુદી જુદી અને પરસ્પર વિાધી દેખાતી ગમે તેટલી ધારાઓ હાય, છતાં એ અધી વિચારધારાનું સામાન્ય સ્વરૂપ એક છે, અને તે એ કે વિશ્વના બાહ્ય તેમ જ આંતરિક સ્વરૂપના સામાન્ય અને વ્યાપક નિયમેનુ રહસ્ય શેાધી કાઢવું.
તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિનું મૂળ
જેમ કાઈ એક મનુષ્યવ્યક્તિ પ્રથમથી જ પૂર્ણ નથી હેાતી, પણ તે ખાસ્ય આફ્રિ જુદી જુદી અવસ્થામાંથી પસાર થવા સાથે જ પોતાના અનુભવે વધારી અનુક્રમે પૂર્ણતાની શિામાં આગળ વધે છે, તેમ મનુષ્યજાતિ વિશે પણ છે. મનુષ્યજાતિને પણ બાહ્ય આદિ ક્રમિક અવસ્થાએ અપેક્ષા વિશેષે હાય જ છે. તેનું જીવન વ્યક્તિના જીવન કરતાં ઘણું જ લાંખુ અને વિશાળ હેાઈ તેની બાહ્ય વગેરે અવસ્થાઓને સમય પણ તેટલે જ લાંભે હાય તે સ્વાભાવિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org