SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્વજ્ઞાન [ ૧૦૫૫ યાત્રાએ ખાસ સ્થાન શકયુ છે. એ જ રીતે જૈન દર્શન પણ યોગપ્રક્રિયા વિશે પૂરા વિચારો દર્શાવે છે. જીવનશોધનના મૌલિક પ્રશ્નોની એકતા આ રીતે આપણે જોયું કે જૈન દર્શનમાં મુખ્ય બે ભાગ છે: એક તત્ત્વચિંતનને અને ખીજો જીવનશોધનને. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે અને તે એ છે કે વૈદિક દનની કાઇ પણ પરપરા લે! કે બૌદ્ધ નની કાઈ પરંપરા લે! અને તેને જૈન દર્શનની પરંપરા સાથે સરખાવે, તો એક વસ્તુ સ્પષ્ટ જણાશે કે આ બધી પરપરામાં જે ભેદ છે તે એ ખખતમાં છે. એક તે જગત, જીવ અને ઇશ્વરના સ્વરૂપચિંતન પરત્વે અને બીજો આચારના સ્થૂળ તેમ જ ખાદ્ય વિધિવિધાને અને સ્થૂળ રહેણીકરણી વિશે, પશુ આ દર્શનની દરેક પર ંપરામાં જીવોધનને લગતા મૌલિક પ્રશ્નો અને તેના ઉત્તરમાં જરા પણ તફાવત નથી. કાઈ ધિર માને કે નહિ, કાઈ પ્રકૃતિવાદી હોય કે કાઈ પરમાણુવાદી, કોઈ આત્મભેદ સ્વીકારે કે આત્માનું એકત સ્વીકારે, કાઈ આત્માને વ્યાપક અને નિત્ય માને કે કાઇ તેથી ઊલટુ માને, એ જ રીતે કાઈ યજ્ઞયાગ દ્વારા ભક્તિ ઉપર ભાર મૂક કે કાઈ વધારે કડક નિયમાને અવલખી ત્યાગ ઉપર ભાર મૂકે; પણ દરેક પર પરામાં આર્દ્રલા પ્રશ્નો એકસરખા છેઃ દુઃખ છે કે નહિ ? હોય તો તેનું કારણ શું ? તે કારણને નાશ કથ છે ? અને શકય હાય તો કઈ રીતે? છેવટનું સાષ્ય શું હોવું જોઈ એ ? આ પ્રશ્નોના ઉત્તરા પણ દરેક પર પરામાં એક જ છે. ભલે શબ્દભેદ હાય, સંક્ષેપ કે વિસ્તાર હાય, છતાં દરેકના ઉત્તર એ જ છે કે અવિદ્યા અને તૃષ્ણા એ દુઃખનાં કારણેા છે. તેના નાશ સંભવિત છે. વિદ્યાથી અને તૃષ્ણા છેદ દારા દુઃખનાં કારણેાતા નાશ થતાં જ દુઃખ આપોઆપ નાશ પામે છે, અને એ જ જીવનનું મુખ્ય સાધ્યુ છે. આય નાની દરેક પરંપરા ખ્વનશોધનના મૌલિક વિચાર વિશે અને તેના નિયમે વિશે તદ્દન એકમત છે. તેથી અહીં જૈન દર્શન વિશે કાંઈ પણ કહેતાં મુખ્યપણે તેની જીવનધનની મીમાંસાનું જ સંક્ષેપમાં કથન કરવું વધારે પ્રાસંગિક છે. જીવનશોધનની જૈન પ્રક્રિયા જૈન દર્શન કહે છે કે આત્મા સ્વાભાવિક રીતે શુદ્ધ અને સચ્ચિદાન દરૂપ છે. એનામાં જે અશુદ્ધિ, વિકાર યા દુઃખરૂપતા દેખાય છે તે અજ્ઞાન અને મેહના અનાદિ પ્રવાહને આભારી છે. અજ્ઞાનને ઘટાડવા અને તદ્ન નષ્ટ કરવા તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249265
Book TitleJain Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages13
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size246 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy