Book Title: Jain Tattvagyan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 8
________________ ૧૦૬ ] દર્શન અને ચિંતન ન મેહના વિલય કરવા જૈન દર્શન એક બાજુ વિવેકશક્તિ વિકસાવવા કહે છે અને શ્રીજી બાજુ તે રાગદ્વેષના સરકારી નષ્ટ કરવા કહે છે. જૈન આત્માને ત્રણ ભૂમિકાએ માં વહેંચી નાખે છે. જ્યારે અજ્ઞાન અને માલનું પૂર્ણ પ્રાબલ્ય હોય અને તેને લીધે આત્મા વાસ્તવિક તત્ત્વ વિચારી ન શકે તેમ જ સત્ય ને સ્થાયી સુખની દિશામાં એક પણ પગલું ભરવાની છા સુધ્ધાં ન કરી શકે, ત્યારે એ બહિરાત્મા કહેવાય છે. વની આ પ્રથમ ભૂમિકા થઈ. આ ભૂમિકા હોય ત્યાં સુધી પુનર્જન્મનું ચક્ર બંધ પડવાનો કદી સંભવ જ નથી અને લૌકિક દૃષ્ટિએ ગમે તેટલા વિકાસ દેખાય છતાં ખરી રીતે એ આત્મા અવિકસિત જ હોય છે. વિવેકશક્તિના પ્રાદુર્ભાવ જ્યારે થાય અને રાગદ્વેષના સંસ્કારાનું બળ ઘટવા માંડે ત્યારે બીજી ભૂમિકા શરૂ થાય છે. એને જૈન દર્શન - અંતરાત્મા કહે છે. મા ભૂમિકા વખતે એક દેહધારણને ઉપયોગી એવી બધી દુન્યવી પ્રવૃત્તિ ઓછી. વત્તી ચાલતી હૈાય છે, છતાં વિવેકશક્તિના વિકાસના પ્રમાણમાં અને રાગદ્વેષની મતાના પ્રમાણમાં એ પ્રવૃત્તિ અનાસક્તિવાળી હોય છે. આ ખીજી ભૂમિકામાં પ્રવૃત્તિ હાવા છતાં તેમાં અંતરથી નિવૃત્તિનુ તત્ત્વ હોય છે. ખીજી ભૂમિકાનાં સખ્યાબંધ ચડતાં પગથિયાં જ્યારે વટાવી દેવાય ત્યારે આત્મા પરમાત્માની શાને પ્રાપ્ત થયે. કહેવાય છે. આ નશાધનની છેલ્લી ભૂમિકા અને પૂર્ણ ભૂમિકા છે. જૈન દર્શન કહે છે કે આ ભૂમિકાએ પહોંચ્યા પછી પુનઃજન્મનુ ચક્ર હમેશને માટે તદ્દન થભી જાય છે. આપણે ઉપરના સંક્ષિપ્ત વર્ણન ઉપરથી જોઈ શકીએ છીએ કે અવિવેક ( મિથ્યાદષ્ટિ ) અને મેહ ( તૃષ્ણા ) એ બે જ સસાર છે અથવા સ ંસારનાં કારણે છે. તેથી ઊલટું, વિવેક અને વીતરાગત્વ એ જ માક્ષ છે અથવા માલના માર્ગ છે. આ જ જીવનશોધનની સંક્ષિપ્ત જૈનમીમાંસા અનેક જૈન ગ્રંથામાં અનેક રીતે, સક્ષિપ્ત કે વિસ્તારથી, તેમ જુદી જુદી પરિભાષામાં વધુ વેલી મળે છે, અને આ જ જીવનમીમાંસા અક્ષરશઃ વૈદિક તેમ જ બૌદ્ધ દશામાં પણ પદે પદે નજરે પડે છે. કાંઇક વિશેષ સરખામણી ઉપર તત્ત્વજ્ઞાનની મૌલિક જૈન વિચારસરણી અને આધ્યાત્મિક વિકાસ*મની જૈન વિચારસરણીને બહુ જ ટૂકમાં નિર્દેશ કર્યાં છે. આ ચાલુ વ્યાખ્યાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13