Book Title: Jain Tattvagyan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ૧૦૫૮] દર્શન અને ચિંતન માનતું, પણ સાંખ્ય, ગ, ન્યાય, વૈશેષિક તેમ જ બૌદ્ધ આદિની પકે એ સચેતન તત્વને અનેક વ્યક્તિરૂપ માને છે. તેમ છતાં એમની સાથે પણ જૈન દર્શનને થોડે મતભેદ છે, અને તે એ છે કે જેના દર્શનની માન્યતા પ્રમાણે સચેતન તત્વ બૌદ્ધ માન્યતાની જેમ કેવળ પરિવર્તન–પ્રવાહ નથી, તેમ જ સાંખ્ય-ન્યાય આદિની પેઠે માત્ર ફૂટસ્થ પણ નથી, કિન્તુ જૈન દર્શન કહે છે કે મૂળમાં સચેતન તત્વ ધ્રુવ અર્થાત્ અનાદિ-અનંત હોવા તાં એ દેશકાળની અસર ધારણ કર્યા સિવાય રહી શકતું નથી. એટલે જૈન મત પ્રમાણે જીવ પણ જડની પેઠે પરિણાભિનિત્ય છે. જૈન દર્શન ઈશ્વર જેવી કોઈ વ્યક્તિને તદ્દન સ્વતંત્રપણે નથી માનતું, છતાં એ ઈશ્વરના સમગ્ર ગુણો જીવમાત્રમાં સ્વીકારે છે, તેથી જૈન દર્શન પ્રમાણે પ્રત્યેક જીવમાં ઈશ્વરપણાની શક્તિ છે, ભલે તે આવરણથી દબાયેલી હોય, પણ જે જીવ એગ્ય દિશામાં પ્રયત્ન કરે તે એ પિતામાં રહેલી ઈશ્વરીય શકિતને પૂર્ણપણે વિકસાવી પોતે જ ઈધર બને છે. આ રીતે જેને માન્યતા પ્રમાણે ઈશ્વરતત્વને અલાયદું સ્થાન ન હોવા છતાં તે ઈશ્વરતત્વની માન્યતા ધરાવે છે અને તેની ઉપાસના પણ સ્વીકારે છે. જે જે જીવાત્મા કર્મવાસનાઓથી પૂર્ણપણે મુક્ત થયા તે બધા જ સમાનભાવે ઈશ્વર છે. તેમનો આદર્શ સામે રાખી પિતામાં રહેલી તેવી જ પૂર્ણ શક્તિ પ્રકટાવવી એ જૈન ઉપાસનાનું ધ્યેય છે. જેમ શાંકર વેદાંત માને છે કે જીવ પોતે જ બ્રહ્મ છે, તેમ જૈન દર્શન કહે છે કે જીવ પોતે જ ઈશ્વર કે પરમાત્મા છે. વેદાંતદર્શન પ્રમાણે જીવન બ્રહ્મભાવ અવિદ્યાથી આવૃત છે અને અવિદ્યા દૂર થતાં અનુભવમાં આવે છે, તેમ જૈન દર્શન પ્રમાણે જીવને પરમાત્મભાવ આવૃત છે અને તે આવરણું દૂર થતા પૂર્ણપણે અનુભવમાં આવે છે. આ બાબતમાં ખરી રીત જેન અને દાંત વચ્ચે વ્યક્તિત્વ સિવાય કશે જ ભેદ નથી. (૪) જૈન શાસ્ત્રમાં જે સાત તત્વ કહેલાં છે તેમાંથી મૂળ જીવ અને અજીવ એ બે તત્ત્વ વિશે ઉપર સરખામણી કરી. હવે બાકી ખરી..રીતે પાંચમાંથી ચાર તો જ રહે છે. આ ચાર તો જીવનશૈધનને લગતાં અર્થાત્ આધ્યાત્મિક વિકાસક્રમને લગતાં છે, જેને ચારિત્રીય ત પણ કહી શકાય. બંધ, આશ્રવ, સંવર અને મોક્ષ એ ચાર તો છે. આ તને બદ્ધ શાસ્ત્રોમાં અનુક્રમે દુઃખ, દુઃખહેતુ, નિર્વાણમાર્ગ અને નિર્વાણ એ ચાર આર્યસત્ય તરીકે વર્ણવેલાં છે. સાંખ્ય અને યોગશાસ્ત્રમાં એને જ હેય, હે હેતુ, હાપાય, અને હાન કહી ચતુર્વ્યૂહ તરીકે વર્ણવેલ છે. ન્યાય અને વૈશેષિક દર્શનમાં પણ એ જ વસ્તુ સંસાર, મિથ્યાજ્ઞાન, સમ્યકજ્ઞાન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13