Book Title: Jain Tattvagyan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૧૦૫૪ ] દર્શન અને ચિંતન છે, તેમનામાં તત્ત્વચિંતનની બાબતમાં કાઈ મૌલિક બેભેદ હજી સુધી નોંધાયેલા નથી. માત્ર આય તત્ત્વચિંતનના ઇતિહાસમાં જ નહિ, પણ માનવીય તત્ત્વચિંતનના સમગ્ર ઇતિહાસમાં આ એક જ દાખલે એવે છે કે આટલા બધા લાંબા વખતના વિશિષ્ટ ઇતિહાસ ધરાવવા છતાં જેના તત્ત્વચિંતનના પ્રવાહ મૌલિક રૂપે અખંડિત જ રહ્યો હાય. પૂર્વીય અને પશ્ચિમીય તત્ત્વજ્ઞાનની પ્રકૃતિનું તલન તત્ત્વજ્ઞાન પૂર્વીય ો કે પશ્રિમીય હા, પણ બધા જ તત્ત્વજ્ઞાનના ઇતિ હાસમાં આપણે જોઈ એ છીએ કે તત્ત્વજ્ઞાન એ માત્ર જગત, જવ અને ઈશ્વરના સ્વરૂપચિંતનમાં જ પૂર્ણ નથી થતું, પણ એ પોતાના પ્રદેશમાં ચારિત્રને પ્રશ્ન પણ હાથ ધરે છે. એછે કે વત્તે અંશે, એક કે બીજી રીતે, દરેક તત્ત્વજ્ઞાન પેાતામાં જીવનાધતની મીમાંસા સમાવે છે. અલબત, પૂર્વીય અને પશ્રિમીય તત્ત્વજ્ઞાનના વિકાસમાં આ વિશે આપણે થાડા તફાવત પણ જોઈએ છીએ. ગ્રીક તત્ત્વચિંતનની શરૂઆત માત્ર વિશ્વના સ્વરૂપ વિરોના પ્રશ્નોમાંથી થાય છે. આગળ જતાં ક્રિશ્ચિયાનિટી સાથે એને સંબધ જોડાતાં એમાં જીવનશોધનતા પણ પ્રશ્ન ઉમેરાય છે, અને પછી એ પશ્ચિમીય તત્ત્વચિંતનની એક શાખામાં જીવનશોધનની મીમાંસા ખાસ ભાગ સજવે છે. ઠેઠ અર્વાચીન સમય સુધી પણ રામન કેથોલિક સ’પ્રદાયમાં આપણે તત્ત્વચિંતનને જીવનશોધનના વિચાર સાથે સંકળાયેલું જોઈ એ છીએ, પરંતુ આય તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં આપણે એક ખાસ વિશેષતા જોઈ એ છીએ અને તે એ કે આય તત્ત્વજ્ઞાનની શરૂઆત જ જાણે જીવનશૈાધનના પ્રશ્નમાંથી થઈ હોય તેમ લાગે છે, કારણ કે આ તત્ત્વજ્ઞાનની વૈદિક, બૌદ્ધિક અને જૈન એ ત્રણે મુખ્ય શાખાએમાં એકસરખી રીતે વિશ્વચિંતન સાથે જ જીવનશોધનનું ચિંતન સંકળાયેલું છે. આર્યાવર્તનુ કાઈ પણ આઁન એવું નથી કે જે માત્ર વિશ્વચિંતન કરી સતાષ ધારણ કરતુ હાય, પણ તેથી ઊલટુ' આપણે એમ જોઈ એ છીએ કે દરેક મુખ્ય કે તેનું શાખારૂપ નિ જગત, જવ અને ઈશ્વર પરત્વે પોતાના વિશિષ્ટ વિચારો દર્શાવી છેવટે જીવનશોધનના પ્રશ્નને જણે છે અને જીવનશોધનની પ્રક્રિયા દર્શાવી વિરામ પામે છે. તેથી આપણે દરેક આર્ય દર્શનના મૂળ ગ્રંથમાં શરૂઆતમાં મોક્ષને ઉદ્દેશ અને અંતમાં તેને જ ઉપસહાર જોઈ એ છીએ. આ જ કારણને લીધે સાંખ્યદર્શન જેમ પોતાના વિશિષ્ટ યોગ ધરાવે છે અને તે યાગદશનથી અભિન્ન છે, તેમ ન્યાય, વૈશેષિક અને વેદાંત દર્શનમાં પણ યોગના મૂળ સિદ્ધાંતા છે. બૌદ્ધ દર્શનમાં પણ એતી વિશિષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13