Book Title: Jain Tark Sangraha Jain Muktavali cha
Author(s): Vijaynandansuri
Publisher: Godi Parshwanath Jain Temple Trust

Previous | Next

Page 7
________________ જીવન–સાધનાના સાધક સાધુ પુરુષ કેટલાક માણસને જીવનની ઊગતી પરોઢે જ જીવનને કોઈ અગમ સાદ સંભળાતે હોય છે. અંતરતલમાંથી ઊઠતે એ સાદ ક્યારેક અધવચાળ જ અટકી કે મુરઝાઈ જાય છે, તે કેટલાક બનાવમાં એ સાદ, નાદનું રૂપ લઈને આતમરામના ઘરબારણે આવીને આતમને જગાડી મૂકે છે ને એ સાદ સાંભળીને , આતમને એ અનુસાર વર્તવા-જીવન ઘડવા પ્રેરે છે. એવે . વખતે એ સાદ, સાદ નથી રહેતો, એ તે એ આતમરામત ઘડતરના પાયાની પહેલી ઈંટ બની જાય છે. આ જ સાદ આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીને બહુ વહેલી વયે - જ્યારે બીજા બાળકે કુતૂહલ ને તેફાનમસ્તી માણતાં હોય તેવી – ૧૨ વર્ષની ઉંમરે – સંભળાયે હતે. એમની જિંદગીને અનાહતનાદ બની ગયેલા એ સાદનું દેહવર્ણન આથમતી ઉંમરે એક વાર એમણે આ રીતે કરેલું: “મેટા મહારાજ (નેમિસૂરીશ્વરજી મહારાજ) નું બેટાદને સંઘે કરેલું એ સામૈયું, આજેય આંખ આગળ તરે છે. સંવત ૧૯૬૬ પછી આજ સુધી એવું સામૈયું, બેટાદે જોયું નથી. એ સામૈયું જોઈને મારા હૈયે થયુંઃ અલ્યા જીવ! ચાલ, તુંય દીક્ષા લઈ લે; તારેય આવા મેટા ધર્માચાર્ય થવાનું છે ને આવી જ ધર્મપ્રભાવના તારે કરવાની છે.” બાર વરસના નત્તમના મનને આ માત્ર વિચાર હતે એવું નથી. આ તે એને સંભળાયેલે જીવનસાદ હતે–એના સંસ્કાએ ઉગાડેલે ને એના ઉન્નત-ઊર્ધ્વમુખ ભવિષ્ય જ જાણે સરજેલે. અને હવે કલ્પના કરેઃ પાટ ઉપર બેઠેલા જૈનાચાર્ય શ્રીવિજયનંદનસૂરિજી, રેજના અનેક ધર્મમુહૂર્તો જોઈ આપવા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 276