Book Title: Jain Tark Sangraha Jain Muktavali cha Author(s): Vijaynandansuri Publisher: Godi Parshwanath Jain Temple TrustPage 10
________________ સાથે ધર્મભીની જનતાને આશીર્વાદ આપી રહ્યા છે ક્યારેક એ સંઘના આગેવાનો સાથે મહત્વની વાત કરતા ને સલાહ આપતા દેખાય છે, ક્યારેક નાનાં બાળકો સાથે ખિલખિલાટ નિર્દોષ હાસ્ય ફેલાવતા જોવાય છે. ક્યારેક પચીસમી વીરનિર્વાણ શતાબ્દી અને એવાં સંધનાં કાર્યોની દોરવણ આપતા જવાય છે તે ક્યારેક એમના–બોટાદના પેલા સામૈયાથીયે અદકેશ સામેયામાં સામેલ થતા નજરે પડે છે, ક્યારેક વળી ધર્મનાં સારરૂપ રહસ્યોને ઉપદેશતા નિહાળાય છે તે કયારેક સાધુઓને ભણાવતા કે તેમની સારવાર કરતા જોવા મળે છે. અને આ બધાં વિવિધ સ્વરૂપમાં પણ એમની સાધુતાનાં ને એના પ્રાણ સમી સમતાનાં દર્શન એક અને અખંડ રૂપે થયા જ કરે છે. આ તે એક કલ્પના છે. કલ્પના પણ જે આટલી રમ્ય ને રોમાંચક હેય તે એનું સાક્ષાત્ દર્શન કેવું ભવ્ય હશે ! શ્રી વિજયનન્દનસૂરિજીના આવાં રોમાંચકારી દર્શને પ્રતીતિ થતી કે એમને નાનપણમાં સંભળાયેલા જીવન-સાદને નિજજીવનમાં ઊતારી–અનુસરીને ચરિતાર્થ કરવા તેઓ પ્રતિપળ કટિબદ્ધ રહ્યા હતા અને એ સાથે જ લાગે કે એમને વહેલી ઉંમરે સંભળાયેલે એ સાદ, અધવચ અટકી નહેાતે ગયે, ચિમળાઈ જવા નહોતે પામે, બલ્ક એ તે નાદસ્વરૂપે ઉત્તરોત્તર આગળ વધીને – વિકસીને એમના જીવનને ઘડતે જ ગયું હતું, ઘડતે જ ગયે હતે. દેખીતી રીતે શ્રીવિજયનન્દનસૂરિજીને જન્મ ભલે સં. ૧૫૫ માં થયે હેય, છતાં એમને ખરે જન્મ તે જ્યારે એમણે દીક્ષા લીધી ત્યારે સં. ૧૯૭૦ માં થયે. અલબત્ત, એ એમને આંતરજન્મ હતો. અને વાત પણ સાચી છે કે માણસને સ્થૂલ જન્મ ભલે ગમે ત્યારે થાય, એને આંતરજન્મ તે એણે જીવનધ્યેય તરીકે સ્વીકારવા ધારેલા ગુણને ઊગમPage Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 276