________________
પ્રકાશકીય નિવેદન અમારા શ્રીસંઘની વિનંતિથી, વિ. સં. ૨૦૩૭ના વર્ષના ચાતુર્માસ માટે, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ આદિ ઠાણ દસ, અમારા-પૂના સંઘ મંદિરના ઉપાશ્રયે પધાર્યા હતા અને તેઓશ્રીની શુભ નિશ્રામાં વિવિધ ધર્મારાધનાઓથી ભર્યું ભર્યું વીતેલું એ ચાતુર્માસ એક યાદગાર ચાતુર્માસ બની ગયું છે.
એ ચાતુર્માસ દરમ્યાન, ભારતનું સમગ્ર જૈન સંઘના મહાન ઉપકારી સંઘનાયક પરમપૂજ્ય સ્વ. આચાર્ય ભગવંત શ્રીવિયનન્દનસૂરીશ્વરજી મહારાજે રચેલા બે નાના પણ સંસ્કૃતના, જૈન દર્શનના તેમ જ તકશાસ્ત્રના અભ્યાસીઓ માટે ઘણા ઉપયોગી એવા ગ્રંથનું પ્રકાશન કરવાની પ્રેરણા, પ. પૂ. આચાર્ય મહારાજશ્રીએ અમારા શ્રી સંઘને કરતાં અમેએ તેને સહર્ષ વધાવી લીધી, અને એ ગ્રંથનું મુદ્રણ અમારા સંધ તરફથી કરવાને નિર્ણય કર્યો; એનું પરિણામ પ્રસ્તુત પુસ્તક છે.
આવા ઉત્તમ અભ્યાસગ્રંથના પ્રકાશનને લાભ અમારા • શ્રીસંઘને આપવા બદલ પ. પૂ. આચાર્ય મહારાજશ્રીના અમે
ખૂબ ઝણું છીએ. તદુપરાંત, આ ગ્રંથના પ્રકાશન અંગેની તમામ વ્યવસ્થા શ્રી સુરેન્દ્રભાઈ એમ. કાપડિયા (અમદાવાદ) સભાળી છે તેમ જ આ ગ્રંથનું સુઘડ મુદ્રણકાર્ય પૂજા પ્રિન્ટર્સ - એન્ડ ટ્રેડર્સ–અમદાવાદવાળા શ્રી જયંતિલાલ મણિલાલ શાહે કરી આપ્યું છે, તે બદલ તે બને સજજન મિત્રોને અમે હાર્દિક આભાર માનીએ છીએ. - આ ઉત્તમ ગ્રંથ જિજ્ઞાસુઓના સદુપયગમાં આવે તેવી શુભેચ્છા સાથે
-
શ્રી ગેડી પાર્શ્વનાથ જૈન ટેમ્પલ ટ્રસ્ટ
શ્રીસંઘ મંદિર-પૂના વતી શાહ પોપટલાલ રામચંદ
ચેરમેન, •