Book Title: Jain_Satyaprakash 1953 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૮ -આદિ ધરતા. ભગવાનને આમનું કાંઈ ખપે નહિ. ભગવાન અદીનભાવે પાછા ફરતા અને મૌનભાવે તપવૃદ્ધિ કરતા. “મારે આ જોઈએ છે કે, તમારે આ આપવું જોઈએ ' વગેરે કશું કઈને કહેતા નહિ. આમ જ ચાલવા માંડયું. નિર્દોષ અન્ન-જલ મળવાના અભાવે ભગવાન ભૂખ, તરસ સહન કરવા લાગ્યા, પરંતુ કચ્છ-મહાક૭ આદિ સાધુઓથી તેમ થઈ શક્યું મહિ, તેઓ સઘળા ગંગાકાંઠે ભગવાનનું ધ્યાન કરતા તાપસે થઈ ગયા. ભગવાન તો તેજસ્વીપણે તપોવૃદ્ધિ કરતા ગ્રામાનુગ્રામ વિચરતા હતા. એમ કરતાં તેર માસ અને નવ દિવસ થયા. વૈશાખ સુદ ૩ ને દિવસે ભિક્ષા માટે પ્રભુ હસ્તિનાપુરમાં પધાર્યા. રાજમાર્ગ ઉપર લેકેને કોલાહલ થવા માંડ્યો-“ભગવાન કઈ લેતા નથી-લેતા નથી એ સમયે ત્યાં ભગવાનના પુત્ર શ્રી બાહુબલિ રાજાના પુત્ર સોમપ્રભ રાજા રાજ્ય કરતા હતા. તેમના પુત્ર શ્રેયાંસકુમારે રાજમહેલના ઝરૂખામાંથી ભગવાનને જોયા અને જોતાંની સાથે તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. ભગવાન સાથેના પિતાના પાછલા ભા. શ્રેયાંસને સાંભરી આવ્યા. તેઓ સાધુતાના આચાર સમજી ગયા. તે જ વખતે ત્યાં કાઈક આવીને શ્રેયાંસકુમારને ચેખા તાજા શેરડી રસથી ભરેલા ઘડા ભેટ કર્યો. શ્રેયાંસકુમારે દોડી જઈ ભગવાનને વિનંતી કરી. ભગવાને નિર્દોષ શિક્ષા જાણ પોતાના હાથ ધર્યા. શ્રેયસે તેમાં શેરડી રસ વહેરાવી ભગવાનને પારણું કરાવ્યું. એક બિન્દુ પણ હાથમાંથી નીચે પડવું નહિ. અને ભગવાને રસ વાપી તે કઈ ચર્મચક્ષુથી જોઈ શકયા નહિ. ત્યાં વસુધારા, નિવૃષ્ટિ આદિ પાંચ દિવ્યાં પ્રગટ થયાં. વૈશાખ સુદ ૩ની તિથિ પણ અક્ષય તૃતીયાના મહિમાવાળી બની. બસ, આ છે વર્ષીતપને અને સુપાત્ર દાનનો આદિ ઇતિહાસ. ભગવાન રાષભદેવથી વર્ષીતપ શરૂ થશે અને શ્રેયાંસકુમારથી ગૃહસ્થાએ સાધુઓને નિર્દોષ આહારાદિ વસ્તુઓનું દાન કેમ કરવું તે શરૂ થયું. ભગવાનને દીક્ષા લીધા પછી તરત જ આ મહાન તપશ્ચર્યા થઈ તેના અનુસ્મરણમાં આજે શ્રી જેન સંધમાં કેટલાયે કાળથી વપતપ કરાય છે અને પારણે શેરડી રસ ગ્રહણ કરાય છે. (કેટલાક લોકે એકસો આઠ ઘડાનું પારણું માને છે પણ તેને કેરું આધાર જણ નથી) ભગવાન તે ફાગણ વદ આઠમથી બીજા વર્ષના વૈશાખ સુદ બીજ સુધી તદ્દન નિરાહાર રહ્યા હતા. આ કાલમાં એવી સંધયણ-શરીર શક્તિ નહીં હોવાથી વયમાં એકાંતરે બિયાસણું વગેરે કરાય છે. ઘણા તપસ્વીઓ તે છઠ્ઠને પારણે છઠ્ઠ અને અઠ્ઠમ ને પારણે અઠ્ઠમ અને તેથી પણ વધુ કરતા જણાય છે. ઘણા લોકો ઉપરાઉપરી ચાલુ વર્ષીતપ વર્ષો સુધી કરતા હોય છે. ધન્ય છે એ તપસ્વીઓને! ધન્ય છે એ જૈન શાસનના આધારને 1 કર્મને તપાવે તેનું નામ તપ. નિકાચિત કર્મોને પણ વિખેરી નાંખવાનું તેનામાં પ્રબલ સામર્થ્ય રહેલું છે. યુગાદિદેવના શાસનમાં ઉત્કૃષ્ટ વર્ષીતપ વર્તતા હતા, મધ્ય બાવીસ જિનેશ્વરના શાસનમાં આઠ મહિનાનો તપ હતું, અંતિમ પ્રભુ મહાવીરના શાસનમાં છ માસિક તપ વર્તે છે. લાગટે છ મહિનાના તપની શક્તિના અભાવે પણ જેમાં છ મહિનાથી છે વધુ ઉપવાસ બંધ મુખે કરવાને લાભ મળતા હોય તે તે એક માત્ર આ અનુસ્મરણમાં [ જુઓ અનુસંધાન ટાઈટલ પેજ બીજું ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28