Book Title: Jain_Satyaprakash 1953 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨] શ્રી. જેને સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૮ ગોશાલક વિચાર કરી રહ્યો. પણ ગુરુનું વચન એને અવિચારણીય હતું. સાંજે જ જંગલમાં દાવાન લાગે. લીલું ઘાસ અગરબત્તીની જેમ બળવા લાગ્યું. ગશાલક ને ગુરુ બને ધ્યાનમાં હતા. શિષ્ય બૂમ મારી: ગુરુ, ભાગો !”
પણુ ગુરુ તો પથ્થરની પ્રતિમાશા ધ્યાનમગ્ન રહ્યા. સળગતો અગ્નિ સુરસુર કરતો, એમના પગની આસપાસ ફરી વળે. બંને પગ શ્યામ બની ગયા, પણ નકાળ પૂરો કરીને જ ગુરુ ઊઠયા !
ગુરુની નિશ્ચલતા ને પિતાની ચંચળતા ગોશાલકના મનને દમી રહી. એણે પિતાની સહનશીલતાની પરીક્ષા આપવા અનાર્ય દેશ પ્રતિ પ્રયાણનો આગ્રહ સેવવા માંડ્યો.
[૨]
અનાર્ય દેશને રોમહર્ષણ પ્રવાસ એક વાર નહિ, પણ બબ્બે વાર ગુરુ ને શિષ્ય કરી આવબા. નરમાંસભક્ષકેના દેશમાં એમના દેહમાંથી માંસપિંડ કાપી એ અનાર્ય દેશવાસીએાએ મિજબાની ઉડાવી. વાઘના બીજા અવતાર જેવા કૂતરાઓ એમના દેહને ક્ષતવિક્ષત કરી ગયા, પણ બને જણાએ દંડ સુદ્ધાં ન સાહ્યો ! બંને પિતાના આત્માની અવિજેયતામાં શ્રદ્ધા લઈ આર્યભૂમિ પર આવ્યા.
નિદાઘના દિવસે હતા. સૂર્ય સેળે કળાએ તપી રહ્યો હતો. માર્ગમાં એક તાપસ સૂર્યમંડળ પર દૃષ્ટિ સ્થિર કરીને તપ કરતા હતા. અગ્નિ વરસાવતે સૂર્ય એના દેહને તપાવો હતો ! પણ એનું મન શીતળ હતું. એની મોટી જટામાં રહેલી જૂઓ તાપથી અકળાઈ જમીન પર પડતી હતી, દયાભાવી તાપસ જમીન પર પડેલી જૂઓને ઉપાડી ફરી ફરીને જટામાં મૂકતા હતા!
શૈશાલક જેવા આત્માના અપ્રતિરથ મહારથીને આ કાર્ય ક્ષુદ્ર લાગે તે સ્વાભાવિક હતું. એનાથી ખડખડ હસી પડાયું, ને બોલી જવાયું: “અરે, આ તે જોગી કે એને મિજબાન !’
આ શબ્દો તાપસના શ્રવણુપટ પર અથડાતાં એને ચહેરો તપાવેલ તાંબાના પતરા જે બની ગયું. એણે મે ફેરવ્યું, ગોશાલક પર દષ્ટિ સ્થિર કરી. એ દૃષ્ટિમાંથી દાહ ઉપજવતી હજારો અગ્નિજવાળાઓ જાણે બહાર પડી.
“ અરે! બળી મૂઓ.' ગે શાલકે બૂમ પાડી. એની આજુબાજુનાં લીલાં કંચનવણી વૃક્ષે સાવ બળીને કાળા કોલસા જેવા બની ગયાં હતાં. ગોશાલકને લાગ્યું કે પિતે પણ એ જ દશાને પ્રાપ્ત થઈ રહ્યો છે. ત્યાં સળગતા ગ્રીષ્મમાં કઈ ભરી વાદળી એકાએક વરસી જાય ને શીતલતા પ્રસરાવી જાય, એમ ગોશાલક અપૂર્વ શીતલતાને અનુભવ કરી રહ્યો. છે એણે શ્રમપૂર્વક સ્વસ્થતા મેળવી તે એક અજબ દશ્ય જોયું. તાપસના નેત્રમાંથી નીસરતા અગ્નિકિરણ સામે શ્રમણ મહાવીરના નેત્રોમાંથી કૂટતી તેજસ્વી જલધારાએ સંધર્ષ સાધી રહી હતી. ગમે તેવી આપત્તિમાં પણ પ્રતિકારમાં ન માનનાર ગુરુદેવ આજે શિષ્યની પ્રાણુરક્ષા માટે પ્રતિકાર રચી રહ્યા.
તાપસને ગર્વ ગળી ગયા.
For Private And Personal Use Only